Ahmedabad: ગૃહમંત્રી અમિત શાહે કોર્પોરેશનના અધિકારીઓ અને ધારાસભ્યો સાથે સમીક્ષા બેઠક કરી, શહેરના 21 તળાવના વિકાસ માટે તાકીદ કરી

|

Aug 29, 2021 | 7:44 PM

ગૃહ મંત્રી અમિત શાહે ગોતાથી સરખેજ સુધીમાં 21 તળાવના વિકાસ માટે સૂચના આપી હતી. તેમણે આ 21 તળાવોમાં ગેરકાયદે ગટરના કનેક્શન દૂર કરી નર્મદાનું પાણી ભરવા સૂચના આપી હતી.

ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે(Amit Shah)રવિવારે અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ, ધારાસભ્યો અને અમિત શાહ વચ્ચેની બેઠકમાં વિકાસ કામો(Development Work) ની સમીક્ષા કરી હતી. જેમાં ગૃહ મંત્રી અમિત શાહે ગોતાથી સરખેજ સુધીમાં 21 તળાવના(Lake)વિકાસ માટે સૂચના આપી હતી. તેમણે આ 21 તળાવમાં ગેરકાયદે ગટરના કનેક્શન દૂર કરી નર્મદાનું પાણી ભરવા સૂચના આપી હતી.

આ સમીક્ષા બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહે પશ્ચિમ વિસ્તારમાં નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા સૂચના આપી હતી. તેમજ
પૂર્વમાં પાણીવેરો વધારવા અને પશ્ચિમમાં ઘટાડી સરખો કરવા સૂચના આપી હતી. તેમણે બોપલ અથવા શાંતીપુરા વિસ્તારમાં નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા સૂચન કર્યું હતું.

આ ઉપરાંત આ બેઠકમાં હાઉસિંગ બોર્ડની જૂની સોસાયટીના રિડેવલોપમેન્ટ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે ઝૂંપડપટ્ટીમાં રહેતા 25 ટકા લોકોને ડાયરેકટ મકાન ફાળવવા અધિકારીઓને સૂચના આપી હતી. તેમજ બાકી રહેલા 75 ટકા મકાન લોકોને ડ્રોથી ફાળવવામાં આવે તેવી નીતિ બનાવવા પણ સૂચન કર્યું હતું.

આ પણ વાંચો : Kutch : અબડાસાના ધારાસભ્યનો સીએમ રૂપાણીને પત્ર, પશુઓ માટે પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરવા માંગ

આ પણ વાંચો : Gujarat ના છ હજાર ગામડાઓમાં રમતોના મેદાનો તૈયાર કરવા સરકારે 30 કરોડની ફાળવણી કરી : સીએમ રૂપાણી

Published On - 7:43 pm, Sun, 29 August 21

Next Video