Ahmedabad: પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક દ્વારા અમદાવાદ-હિંમતનગર રેલ વિભાગનું કરવામાં આવ્યું નિરીક્ષણ

|

Jun 07, 2023 | 9:39 AM

પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક અશોક કુમાર મિશ્રએ અમદાવાદ-હિંમતનગર રેલવે વિભાગનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સંબંધિત અધિકારીઓ સાથે ટ્રેક અને લેવલ ક્રોસિંગ ગેટના વિવિધ સલામતી ધોરણોની સમીક્ષા કરી હતી.

Ahmedabad: પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક દ્વારા અમદાવાદ-હિંમતનગર રેલ વિભાગનું કરવામાં આવ્યું નિરીક્ષણ

Follow us on

Ahmedabad : પશ્ચિમ રેલવેના (Western Railway) મહાપ્રબંધક અશોકકુમાર મિશ્રાએ 6 જૂનના રોજ પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના અમદાવાદ -હિંમતનગર વિભાગનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યું હતું. અશોક મિશ્રએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ પેસેન્જર સુવિધાઓના અપગ્રેડેશન અને વિભાગમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની પણ સમીક્ષા કરી.

આ પણ વાંચો- Mandi : રાજકોટની APMCમાં જુવારના મહત્તમ ભાવ રૂપિયા 5000 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

વિવિધ સલામતી ધોરણોની સમીક્ષા કરવામાં આવી

મહાપ્રબંધક અશોક કુમાર મિશ્રએ અમદાવાદ-હિંમતનગર રેલવે વિભાગનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સંબંધિત અધિકારીઓ સાથે ટ્રેક અને લેવલ ક્રોસિંગ ગેટના વિવિધ સલામતી ધોરણોની સમીક્ષા કરી હતી. અશોક મિશ્રએ હિંમતનગર રેલવે સ્ટેશનનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને મુસાફરોની સુવિધાઓને લગતા વિવિધ કામોની પ્રગતિની સમીક્ષા કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 27-11-2024
#majaniwedding લગ્નના બંધનમાં બંધાયા મલ્હાર અને પૂજા, જુઓ ફોટો
ઓછું પાણી પીવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન, જાણો અહીં
Vastu Tips: સીડી નીચે ટોયલેટ બનાવવાથી શું થાય છે ? જાણો
Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
આજનું રાશિફળ તારીખ : 26-11-2024

ઉચ્ચ સ્તરીય સુવિધાઓ પુરી પાડવામાં આવશે

મહાપ્રબંધકે હિંમતનગર સ્ટેશન પર બુકિંગ કાઉન્ટર, ફુટ ઓવર બ્રિજ, રીલે રૂમ, પ્લેટફોર્મ, વેઇટીંગ રૂમ સહિત વિવિધ માળખાકીય કામોની સમીક્ષા કરી હતી. તેમજ સ્ટેશન પર સ્વચ્છતાની સમીક્ષા કરી હતી અને તેમના નિરીક્ષણ દરમિયાન, જનરલ મેનેજરે જણાવ્યું હતું કે હિંમતનગર સ્ટેશનને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વિકસાવવામાં આવશે, જેમાં ઉચ્ચ સ્તરની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

આ પણ વાંચો-Gujarati Video : જૂનાગઢના બામણગામની દરગાહમાં ચાલતા ધતિંગનો પર્દાફાશ, લોકોની આસ્થા સાથે ખેલતા મૂંઝાવરને વિજ્ઞાન જાથાએ ખુલ્લો પાડ્યો

તેમણે જણાવ્યુ હતુ કે સ્ટેશનની બંને બાજુથી એન્ટ્રી, એક 12 ફૂટ પહોળો બ્રિજ બનાવવામાં આવશે, જેનો અત્યાર સુધી બજારમાંથી પ્રવેશ છે, તેને મુખ્ય માર્ગ સાથે જોડવામાં આવશે. તેમણે નાંદોલ દહેગામ સ્ટેશનનું પણ નિરીક્ષણ કર્યું હતું અને મુસાફરોની સુવિધાઓની પણ માહિતી લીધી હતી. નિરીક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોની સુવિધાઓ, સ્વચ્છતા, સલામતીના પાસાઓ, સલામતી, કર્મચારીઓની સુવિધાઓ, જાળવણી, ખામીઓ દૂર કરવા, માળખાકીય કામગીરીના ધોરણો ચકાસવાનો હતો.

બેદરકારી જોઈ ઝાટકણી નિકાળી

જનરલ મેનેજરે રેલવે સ્ટેશનના એક એક ખૂણામાં રુબરુ જઈને નિરીક્ષણ કર્યુ હતુ. રેલવે સ્ટેશન બિલ્ડીંગના તમામ રુમોમાં જઈને તમામ ચિજોનુ પણ નિરીક્ષણ કર્યુ હતુ. કોમ્પ્યુટર અને અન્ય ઉપકરણોને સ્ટોર રુમમાં મુકી રાખવાને લઈ જનરલ મેનેજરે ઝાટકણી નિકાળી હતી. આ ઉપરાંત ખુલ્લામાં પડી રહેલા મોંઘાદાટ કિંમતી કેબલને જોઈને જ તેઓ ભડકી ઉઠ્યા હતા.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article