ગુજરાતમાં(Gujarat) કાળઝાળ ગરમીની (Heatwave) શરૂઆત થઈ ચૂકી છે. જેમાં એપ્રિલ માસના પ્રથમ 25 દિવસમાં અમદાવાદ(Ahmedabad) શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની પાર પહોંચ્યો છે. તેમજ એપ્રિલ માસમાં મે માસ જેટલી ગરમી નોંધાઈ રહી છે. જેમાં 27 એપ્રિલ અને બુધવારે અમદાવાદ શહેરમાં રાજ્યનું સૌથી વધુ 44 .2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તેમજ અમદાવાદ શહેરમાં સતત ત્રણ દિવસથી રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ રહી છે. તેમજ હવામાન વિભાગની આગાહી અનુસાર મે માસમાં પણ ગરમીનો પારો 44 ડિગ્રીને પાર કરે તેવી શક્યતા છે. અમદાવાદમાં બે દિવસ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
જેમાં હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર રાજસ્થાન તરફથી આવતા ઉત્તર પૂર્વના ગરમ પવનને કારણે કાળઝાળ ગરમી પડી રહી છે. તેમજ એન્ટિ સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી આગામી દિવસોમાં હીટવવેની આગાહી કરવામાં આવી છે. જેમાં સતત ત્રીજા દિવસે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે. બુધવારે શહેરમાં તાપમાનનો પારો 44.2 ડિગ્રી નોંધાયો હતો. 26 એપ્રિલથી સતત એક અઠવાડિયું હીટવેવની આગાહી હોવાને લીધે કોર્પોરેશને આગામી ચાર દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે પવનની દિશા ઉત્તર પશ્ચિમના પવન ફુંકાઈ રહ્યા છે. જેના કારણે ગરમીમાં વધારો થઈ રહ્યો છે. જેમાં દક્ષિણ ગુજરાતના સૂરત. નવસારી. વલસાડ. ભરૂચમાં હીટ વેવની આગાહી આપવામાં આવી છે. તો મધ્ય ગુજરાત ના વડોદરા. ગાંધીનગર અને દાહોદ સહિત હિટવેવ ની અસર વર્તાઈ શકે છે. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા. પાટણ. મહેસાણા અને મોડાસા સહિત હિટવેવની અસર રહેશે. સૌરાષ્ટ્રના પોરબંદર. કચ્છ. ગીર સોમનાથ. ભાવનગર. રાજકોટ અને કચ્છ સહિત વિસ્તારમાં હીટવેવ ની અસર વર્તાશે. અને તેમાં પણ કચ્છમાં બે દિવસમાં વધુ બે ડિગ્રી તાપમાન વધી શકે તેવું અનુમાન પણ હવામાને કર્યું છે
વધતી ગરમી સામે હવામાન વિભાગે અપીલ કરી છે કે લોકો કામ સિવાય બહાર ન નીકળે. તેમજ જો કોઈ કામ થી નહાર નીકળે તો શરીરને સીધો તાપ ન લાગે તે માટે શરીરને ઢાંકે તેમજ ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો ઉપયોગ કરે. તેમજ બીમાર અને સિનિયર સીટીઝન વ્યક્તિને બહાર નહિ નીકળવા પણ અપીલ કરાઈ છે.
આ પણ વાંચો : Surat : સુરત હાઇવે પર ટ્રાફિક અને અકસ્માત નિવારણ માટે બેઠક યોજાઇ, ટ્રાફિક નિયમન માટે પ્રેઝન્ટેશન કરાયું
આ પણ વાંચો : Kutch: પાણી માટે ટ્રેક્ટર યાત્રા, દુધઇ કેનાલનુ અધૂરૂ કામ પૂરૂ નહીં કરાય તો 10 મેથી અચોકકસ મુદતના ધરણા
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
Published On - 7:32 pm, Wed, 27 April 22