Ahmedabad: SVPI એરપોર્ટે પર કોરોનાકાળ બાદ મહત્તમ મુસાફરોના ટ્રાફિકનું સંચાલન

|

Oct 28, 2022 | 4:54 PM

SVPI એરપોર્ટે (SVPI Airport) તહેવારોની મોસમના પીક અવર્સ દરમિયાન પણ મુસાફરોને શ્રેષ્ઠ અનુભવ મળી રહે તે માટે કોઈ કસર બાકી રાખી નથી. એરપોર્ટ પર મુસાફરો માટે લાઇવ મ્યુઝિક પર્ફોર્મન્સ, એન્ગેજમેન્ટ એક્ટિવિટી ઝોન અને દિવાળીની અનોખી સજાવટ જેવી અનેક આશ્ચર્યજનક પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.

Ahmedabad: SVPI એરપોર્ટે પર કોરોનાકાળ બાદ મહત્તમ મુસાફરોના ટ્રાફિકનું સંચાલન
અમદાવાદ એરપોર્ટ
Image Credit source: ફાઇલ તસવીર

Follow us on

દિવાળીના તહેવાર સહિત આ વર્ષના તહેવારોમાં દરેક ટ્રાન્સપોર્ટેશનની સર્વિસમાં ફુલ બૂકિંગ જોવા મળ્યુ. ચાલુ વર્ષે તહેવારોની મોસમમાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરો અને કાર્ગો અવરજવરની સંખ્યા ઓલટાઈમ હાઈ થઈ છે. કેટલાક દિવસોમાં તો પેસેન્જર લોડ 32000ને વટાવી ગયો છે. SVPI એરપોર્ટ પરથી ગયા અઠવાડિયે 2 લાખથી વધુ મુસાફરોએ મુસાફરી કરી હતી. તેમજ એક જ દિવસમાં કાર્ગોની અવરજવર 200-ટનને વટાવી ગઈ છે જે અત્યાર સુધીની સર્વાધિક છે.

મુસાફરોના મનોરંજન માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન

SVPI એરપોર્ટે તહેવારોની મોસમના પીક અવર્સ દરમિયાન પણ મુસાફરોને શ્રેષ્ઠ અનુભવ મળી રહે તે માટે કોઈ કસર બાકી રાખી નથી. એરપોર્ટ પર મુસાફરો માટે લાઇવ મ્યુઝિક પર્ફોર્મન્સ, એન્ગેજમેન્ટ એક્ટિવિટી ઝોન અને દિવાળીની અનોખી સજાવટ જેવી અનેક આશ્ચર્યજનક પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. પીક અવર્સ દરમિયાન જીવંત ભારતીય શાસ્ત્રીય વાદ્ય સંગીત મુસાફરોને પીરસવામાં આવ્યું. પીએ સિસ્ટમ પર ખાસ રચાયેલ રાગ આધારિત સંગીત વગાડવામાં આવ્યું. મુસાફરોના મૂડને હળવો રાખવા અને મુસાફરીના અનુભવને બહેતર બનાવવા માટે થેરાપિસ્ટ દ્વારા ખાસ સંગીત બનાવવામાં આવ્યું હતું.

એરપોર્ટે 6 નવા ચેક-ઇન કાઉન્ટર ઉમેર્યા

તાજેતરમાં SVPI એરપોર્ટ પર ILBS સિસ્ટમ અપગ્રેડ થવાથી તહેવારોના સપ્તાહમાં દરરોજ 32000થી વધુ મુસાફરોને હેન્ડલ કરવામાં મદદ મળી છે. નવી સિસ્ટમને હેન્ડલ કરવા તમામ એરલાઇન સ્ટાફને પુરતી તાલીમ આપવામાં આવી હતી તેમજ સરળ કામગીરી માટે SOPs પણ મૂકવામાં આવ્યા હતા. બેગેજ હેન્ડલિંગ સિસ્ટમમાં સુધારાથી તેની ક્ષમતામાં 100%નો સુધારો થયો છે. મુસાફરોના અનુભવ અને ઝડપી ચેક-ઇન પ્રક્રિયાને વધારવા માટે એરપોર્ટે 6 નવા ચેક-ઇન કાઉન્ટર ઉમેર્યા છે.

ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ એકબીજા સાથે કરશે લગ્ન
શિયાળામાં ડ્રાય સ્કિન સહિતની આ 5 સમસ્યાઓથી મળશે છુટકારો, જાણો નુસખો
Video: ડિપ્રેશન કે થાક દૂર કરવાના આ ઉપાયથી તમને મળશે રાહત, જાણી લો
અનુષ્કા શર્માથી ઉંમરમાં નાનો છે વિરાટ કોહલી, જુઓ ફોટો
મુકેશ અંબાણીના આખા દેશમાંથી 80 રિલાયન્સના સ્ટોર્સ થશે બંધ ! જાણો કારણ
શિયાળામાં રોજ ગોળની ચા પીવાથી જાણો શું ફાયદા થાય છે?

સરળ અને સીમલેસ પેસેન્જર મુસાફરીને સુનિશ્ચિત કરવા ઉપરાંત SVPI એરપોર્ટે 200-ટનથી વધુ કાર્ગો હેન્ડલ કરીને એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. છેલ્લા એક જ વર્ષમાં SVPI એરપોર્ટ પર એક સમર્પિત સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કાર્ગો ટર્મિનલ બનાવવામાં આવ્યું છે. તાજેતરમાં શરૂ થયેલી નવી કાર્ગો સેવા બોન્ડેડ ટ્રકિંગથી પણ વેપારને વધુ વેગ મળશે.

Next Article