અમદાવાદના (Ahmedabad) મિર્ઝાપુરમાં રહેતો અને ફક્ત દોઢ ફૂટની હાઈટ ધરાવતો હબીબ (Habib) બોર્ડની પરીક્ષા (Board Exam) આપશે. હબીબ મોર્કિયો સિંડ્રોમ (Mercio syndrome)નામની ખૂબ જ રેર ગણાતી ડીએનએની બીમારીથી પીડાય છે. બોર્ડની પરીક્ષા મામલે હબીબના માતાપિતા અને શિક્ષક ગીતાબેન પટેલે સતત મક્કમ મનોબળ પૂરું પાડ્યું છે. તેણે શારીરિક તકલીફો વેઠી પરંતુ હિંમત ન હાર્યો.
આ વર્ષે રાજ્યભરમાંથી લાખો વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી પોતાના ભવિષ્યનું ઘડતર કરશે. અનેક વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષા ને લઈને તણાવભર્યો માહોલ જોવા મળતો હોય છે. અનેક વિદ્યાર્થીઓ આપઘાત સુધીના વિચારો કરી લેતા હોય છે, ત્યારે અમદાવાદના મિર્ઝાપુર વિસ્તારમાં રહેતા હબીબે સાબિત કર્યું છે કે જો મન મક્કમ હોય તો માણસ ધારે તે સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. ફક્ત દોઢ ફૂટની હાઈટ ધરાવતો હબીબ જ્યારે 10 મહિનાનો હતો. ત્યારથી મોર્કિયો સિંડ્રોમ નામની ખૂબ જ રેર ગણાતી ડીએનએની બીમારીથી પીડાય છે જેને કારણે તેને ચાલવામાં તકલીફ પડે છે, સરખું બેસી પણ શકતો નથી તેમજ કોઈ તેને ઊંચકી શકે તો જ તે આવન જાવન કરી શકે છે. તેની સારવાર અને ફિઝિયોથેરાપી માટે માટે પિતાએ અનેક ડૉક્ટરોનો સંપર્ક કર્યો, પરંતુ કોઈ સફળતા મળી નહીં.
શરીરનો યોગ્ય વિકાસ ન થયો હોવાને લીધે તેના ફેફસાં પણ સંકોચાયેલા છે જેને લીધે તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે.રાજ્ય સરકારના IDESS વિભાગના સ્પેશિયલી એબલ્ડ બાળકો માટે કામ કરતા વિશિષ્ટ શિક્ષક ગીતાબેનના સંપર્કમાં હબીબ આવ્યો. ત્યારબાદ તેના કોચિંગથી લઈને પરીક્ષા માટે DEO કચેરીમાં લહિયાની ફાળવણી સુધીની તમામ વ્યવસ્થા ગીતાબેન પટેલ દ્વારા કરવામાં આવી હતી. ટીવી9 દ્વારા હબીબ અને તેના માતાપિતા સાથે વાતચીત કરી તેની સંઘર્ષ ગાથા જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
હબીબને તેના મજબૂત મનોબળ માટે DEO હિતેન્દ્રસિંહ પઢેરિયા દ્વારા પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો. તેમના દ્વારા તાત્કાલિક હબીબને લહિયાની ફાળવણી કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો : Kheda : નડિયાદ લવ જેહાદના કેસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો, આરોપી યાસરે હોસ્પિટલમાં યુવતીના ગર્ભાશયની તપાસ કરાવી હતી
આ પણ વાંચો : સંરક્ષણ મંત્રાલયે શૈક્ષણિક વર્ષ 2022-2023થી ભાગીદારી મોડમાં 21 નવી સૈનિક શાળાઓને મંજૂરી આપી