Ahmedabad: લોકસભા ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસે કસી કમર, સિનિયર નેતાઓને જિલ્લાવાર જવાબદારી, 15 ઓક્ટોબર સુધીમાં રિપોર્ટ આપવા સૂચના

|

Sep 25, 2023 | 12:10 AM

Ahmedabad: લોકસભા ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી છે. જેમા કોંગ્રેસના સિનિયર નેતાઓને જિલ્લાવાર જવાબદારી સોંપવામાં આવી છે. તેમને સોંપાયેલા જિલ્લાનો પ્રવાસ કરી પ્રદેશ પ્રમુખને રિપોર્ટ સોંપવા સૂચના આપવામા્ં આવી છે. જેમા જિલ્લાની સ્થાનિક પરિસ્થિતિ, સંગઠનની પકડ, ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશન અંગે સ્થાનિક આગેવાનો સાથે લોકસભાની ચૂંટણી પ્રક્રિયા, સંગઠન, સામાજીક સમીકરણો અને સ્થાનિક પ્રશ્નો બાબતે ચર્ચા કરી અહેવાલ સોંપવાનો રહેશે.

Ahmedabad: લોકસભા ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસે કસી કમર, સિનિયર નેતાઓને જિલ્લાવાર જવાબદારી, 15 ઓક્ટોબર સુધીમાં રિપોર્ટ આપવા સૂચના

Follow us on

Ahmedabad: લોકસભા ચૂંટણીને હવે ગણતરીના જ મહીનાઓ બાકી રહ્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનીકની ગુજરાત મુલાકાતમાં રવિવારે પ્રદેશ કાર્યાલયે મળેલ સિનિયર નેતાઓ સાથેની બેઠક બાદ 8 નેતાઓને જે તે લોકસભામાં કોંગ્રેસ અને સંગઠનની સ્થિતિનો રિપોર્ટ તૈયાર કરવા જવાબદારી સોંપાઇ.

8 સિનિયર નેતાઓને 26 લોકસભા બેઠકોની જિલ્લાવાર જવાબદારી

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનીક બે દિવસની ગુજરાત મુલાકાતે છે. જેમાં તેમણે લોકસભા ચૂંટણીની તૈયારીઓની શરૂઆત કરી. રવિવારે બપોરે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષો અને વિધાનસભાના પૂર્વ નેતા વિપક્ષો સાથે બેઠક યોજાઈ હતી. જેમાં 8 સિનિયર નેતાઓને રાજ્યની 26 લોકસભા બેઠકો માં કોંગ્રેસ અને તેના સંગઠનની સ્થિતિનો રિપોર્ટ તૈયાર કરવાની જવાબદારી સોંપી.  જિલ્લાવાર સોંપાયેલ જવાબદારી હેઠળ સિનિયર નેતાઓ જિલ્લાનો પ્રવાસ કરી જિલ્લાની સ્થાનિક પરિસ્થિતી, સંગઠનની અસરકારતા, ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશન સહિત વિવિધ કાર્યક્રમો અંગે બેઠક યોજશે. સ્થાનિક આગેવાનો સાથે લોકસભાની ચૂંટણી પ્રક્રિયા, સંગઠન, સામાજીક સમીકરણો અને સ્થાનિક પ્રશ્નો બાબતે ચર્ચા કરી અહેવાલ તૈયાર કરશે. જેમાં ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં ક્યાં કેટલા બદલાવની જરૂર છે? નવી ટીમમાં કેવા સભ્ય હોવા જોઈએ અને લોકસભા ચૂંટણી માટે પક્ષ કેટલો તૈયાર છે એ અંગેનો રિપોર્ટ તૈયાર કરી 15 ઓક્ટોબર સુધી સુપરત કરવાનો રહેશે.

કયા સિનિયર નેતાને ક્યાં જવાબદારી?

સિનિયર નેતાઓને સોંપાયેલ જવાબદારીમાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ખુદ પણ જવાબદારી સ્વીકારી 

IPL ઓક્શનમાં બિઝનેસ વુમન નીતા અંબાણીએ ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ Video
શિયાળામાં મગફળી સાથે ગોળનું સેવન કરવાથી જાણો શું થાય છે ?
પગમાં કાળો દોરો કેમ ન બાંધવો જોઈએ? જ્યોતિષે આપ્યુ આ કારણ
Avocado Benifits : એવોકાડોમાં ક્યું વિટામીન હોય છે, એવોકાડો ખાવાના ફાયદા શું છે?
મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
  • શક્તિસિંહ ગોહિલને છોટા ઉદેપુર અને ભરૂચ જિલ્લાની જવાબદારી
  • જગદીશ ઠાકોરને પૂર્વ-પશ્ચિમ અમદાવાદ, સાબરકાંઠાની જવાબદારી
  • સિદ્ધાર્થ પટેલને ખેડા, આણંદ અને મહેસાણાની જવાબદારી
  • અર્જૂન મોઢવાડિયાને બનાસકાંઠા, રાજકોટ, જૂનાગઢ અને કચ્છની જવાબદારી
  • ભરતસિંહ સોલંકીને પંચમહાલ, સુરત, વડોદરા અને નવસારીની જવાબદારી
  • અમિત ચાવડાને ભાવનગર, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લાની જવાબદારી
  • પરેશ ધાનાણીને ગાંધીનગર, પાટણ, પોરબંદર, જામનગરની જવાબદારી
  • સુખરામ રાઠવાને દાહોદ, બારડોલી, વલસાડ જિલ્લાની જવાબદારી

આ પણ વાંચો: Ahmedabad : નર્મદા નદીના પૂર બાદ રાજનીતિ ગરમાઈ, કોંગ્રેસે પત્ર લખી ન્યાયિક તપાસ પંચની માગણી કરી

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:01 am, Mon, 25 September 23

Next Article