Ahmedabad: ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટના સર્જનોની સિદ્ધિ, ખભાના હાડકાના કેન્સરના સૌથી મોટા મોડલની 3D પ્રિન્ટ બનાવી સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ

|

Jun 24, 2023 | 6:48 PM

Ahmedabad: ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટના સર્જનોએ ખભાના હાડકના કેન્સરના સૌથી મોટ મોડલની 3D પ્રિન્ટ બનાવી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. આ મોડલમાં સાંધા અને પ્રત્યારોપણની 3D પ્રિન્ટનો સમાવેશ થાય છે. જે દર્દીઓ માટે શ્રેષ્ઠ પરિણામ ઉપલબ્ધ કરાવશે.

Ahmedabad: ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટના સર્જનોની સિદ્ધિ, ખભાના હાડકાના કેન્સરના સૌથી મોટા મોડલની 3D પ્રિન્ટ બનાવી સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ

Follow us on

Ahmedabad : અમદાવાદ સિવિલ મેડિસિટી કેમ્પસ સ્થિત ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ(GCRI) ના કેન્સર સર્જનોએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ સર્જનોએ ખભાના હાડકાના કેન્સરના સૌથી મોટા મોડલની 3D પ્રિન્ટ બનાવી છે. જેમા સાંધા અને પ્રત્યારોપણની 3D પ્રિન્ટનો સમાવેશ થાય છે. જે કેન્સરના દર્દીઓ માટે શ્રેષ્ઠ પરિણામ ઉપલબ્ધ કરાવશે. ડૉ. અભિજીત અશોક સાલુંકે, ડૉ. શશાંક જે. પંડ્યા અને ડૉ. વિકાસ વારિકૂએ 3D પ્રિન્ટિંગ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને ખભાના હાડકાના કૅન્સરનું સૌથી મોટું મૉડલ બનાવ્યું છે. મોડેલ 3D પ્રિન્ટેડ હ્યુમરસ હાડકા અને હાડકાના કેન્સર સ્કેપુલા મોડેલનું પ્રતિનિધિત્વ કરે છે.

GCRI ના કેન્સર સર્જનોની સિદ્ધિ

વધુ વિગતો આપતા ડો. અભિજીત સાલુંકેએ જણાવ્યું હતું કે આ મોડેલ FDM ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બહુવિધ ટુકડાઓમાં બનાવવામાં આવ્યું હતું અને તેની ઊંચાઈ 412.62 mm અને વજન 1.3Kg છે. આ વર્લ્ડ રેકોર્ડ WR-IN-2023-D1820 નંબર દ્વારા OMG બુક ઓફ રેકોર્ડ્સમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે અને 2023ની આવૃત્તિમાં રેકોર્ડ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : અમદાવાદની GCRI માં છેલ્લા આઠ વર્ષમાં 58,000 કેન્સરના દર્દીઓને સુવિધાઓ મેળવી : ઋષિકેશ પટેલ

ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024

3D પ્રિન્ટિંગ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને ખભાના હાડકાના કૅન્સરનું સૌથી મોટું મૉડલ બનાવ્યું

ડોકટરો 24મી અને 25મી જૂન, 2023ના રોજ ઓર્થોપેડિક ઓન્કોસર્જરી પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કર્યું. આ પ્રોગ્રામમાં આંતરરાષ્ટ્રીય મલેશિયાના ડો. વિવેક અજીત સિંઘ, ફિલિપાઈન્સના ડો. ઈસાગાની ગેરીન, નેપાળના ડો. જેનીથ સિંઘ અને નેપાળના ડો. ઋષિ રામ પૌડેલ ફેકલ્ટીઓ છે. આ શૈક્ષણિક કાર્યક્રમમાં દેશભરના કેન્સર સર્જનો, ઓર્થોપેડિક સર્જનો, મેડિકલ ઓન્કોલોજિસ્ટ્સ, રેડિયેશન ઓન્કોલોજિસ્ટ્સ હાજરી આપશે.

GCRI તાજેતરની તકનીકનો ઉપયોગ કરી રહ્યું છે જેમાં 3D પ્રિન્ટેડ સાંધા અને પ્રત્યારોપણનો સમાવેશ થાય છે જે કેન્સરના દર્દીઓ માટે શ્રેષ્ઠ પરિણામો તરફ દોરી જાય છે. GCRI ના ડાયરેક્ટર ડો.શશાંક પંડ્યાએ જણાવ્યું હતું કે અમે આ સરકારી કેન્સર હોસ્પિટલમાં અતિ આધુનિક ગેજેટ્સ વડે અમારા કેન્સરના દર્દીઓની સંભાળ લઈ રહ્યા છીએ.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:45 pm, Sat, 24 June 23

Next Article