Ahmedabad: સરકારે TAT આધારિત ભરતી નિયમોમાં કર્યો સુધારો, M.A. M.com, M.Sc. નહીં થયેલા B.Ed. ઉમેદવારો પણ TATની ભરતી માટે માન્ય ગણાશે

|

May 18, 2023 | 9:01 PM

Ahmedabad: ગુજરાત સરકારે TAT આધારિત ભરતી નિયમોમાં સુધારો કર્યો છે. જે મુજબ ધોરણ 9થી 12ના શિક્ષક માટે લેવાતી TATની પરીક્ષામાં હવેથી ઈન્ટીગ્રેટેડ B.Ed. પાસ ઉમેદવાર માન્ય ગણાશે. માત્ર ઈન્ટિગ્રેડેટ લર્નિંગ કોર્સ આધારિત ટીચર્સ યુનિવર્સિટીને આ સુધારાથી મોટો ફાયદો થશે.

Ahmedabad: સરકારે TAT આધારિત ભરતી નિયમોમાં કર્યો સુધારો, M.A. M.com, M.Sc. નહીં થયેલા B.Ed. ઉમેદવારો પણ TATની ભરતી માટે માન્ય ગણાશે

Follow us on

રાજ્ય સરકારે TAT આધારિત ભરતી નિયમોમાં સુધારો કર્યો છે. જેમા સ્નાતક થયેલ અને ઈન્ટીગ્રેડેટ લર્નિંગ કોર્સ કરેલા ઉમેદવારો માટે ધોરણ 9, 10માં અને અનુસ્નાતક થયેલા તેમજ ઈન્ટીગ્રેટેડ લર્નિંગ કોર્સ કરેલા તમામ ઉમેદવારો ધોરણ 9થી 12  માટે  TATની પરીક્ષા માટે માન્ય ગણાશે. સરકારે ટાટ આધારિત ભરતી નિયમોમાં કર્યો સુધારો, સ્નાતક થયેલા અને ઈન્ટીગ્રેડેટ લર્નિંગ કોર્સ કરેલા ઉમેદવારો માટે ધોરણ 9, 10માં અનુ સ્નાતક થયેલા અને ઈન્ટીગ્રેડેટ કોર્સ કરેલા ઉમેદવારો ધોરણ 11, 12 માટેની TATની પરીક્ષા આપી શકશે. રાજ્ય સરકારે TAT આધારિત ભરતી નિયમોમાં જે સુધારો કર્યો છે તે મુજબ રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી માટેની લાયકાતની જોગવાઈમાં મહત્વપૂર્ણ સુધારો કર્યો છે.

ધોરણ 9થી 12 ના શિક્ષક માટે ઈન્ટીગ્રેટેડ B.Ed. પાસ ઉમેદવારો માન્ય ગણાશે

આ સુધારા મુજબ હવે ધોરણ 9થી 12 ના શિક્ષક માટે ઈન્ટીગ્રેટેડ B.Ed. પાસ ઉમેદવારો માન્ય ગણાશે. રાજ્યની ઈન્ટિગ્રેટેડ બી.એડ કોર્સ આધારિત રહેલી ટીચર્સ યુનિવર્સિટીએ તાજેતરમાં આ સુધારા માટે સરકારને રજૂઆત કરી હતી. TAT પરીક્ષા માટેના હાલ ભરાઈ રહેલા ફોર્મમાં ઈન્ટિગ્રેટેડ B.Ed. કોલેજો છુટી પડ્યા બાદ માત્ર ઈન્ટિગ્રેટેડ બી.એડ કોર્સ આધારિત રહેલી ટીચર્સ યુનિવર્સિટીઓએ તાજેતરમાં આ સુધારા માટે સરકારને રજૂઆત કરી હતી. કારણ કે TAT પરીક્ષા માટે હાલ ભરાઈ રહેલા ફોર્મમાં ઈન્ટિગ્રેટેડ ફોર્મમાં ઈન્ટિગ્રેડેટ B.Ed. થયેલા ઉમેદવારો ફોર્મ ભરી શક્તા ન હતા. સરકારના આ સુધારાથી ઈન્ટિગ્રેટેડ B.Ed. ઉમેદવારો અને ટીચર્સ યુનિવર્સિટી બંનેને મોટો ફાયદો થશે.

શિક્ષક બનવા માટે હવે ધોરણ પછીના સીધા ઈન્ટીગ્રેટેડ બી.એડ કોર્સ પણ માન્ય ગણાશે

અગાઉ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમ 1974 મુજબ ધોરણ 11 અને 12માં શિક્ષકની ભરતી માટેની લઘુતમ લાયકાત M.A., M.com, M.Sc. સાથે B.Ed. પાસની જોગવાઈ કરાઈ હતી. જ્યારે ધોરણ 11 અને 12માં શિક્ષકની ભરતી માટેની લઘુતમ લાયકાત M.A. M.com, M.Sc. સાથે બી.એડ પાસ હતી. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિનિમયોની આ જોગવાઈમાં મહત્વનો સુધારો કરતો ઠરાવ કર્યો છે. જે ધોરણ 9થી12માં શિક્ષક બનવા માટે હવે ધોરણ 12 પછીના સીધા ઈન્ટીગ્રેટેડ બી.એડ. કોર્સ માન્ય ગણાશે.

તુલસીની માળા પહેરવાનો શું નિયમ છે?
અનિલ અંબાણીને મળી મોટી રાહત, નહીં ભરવો પડશે 25 કરોડનો દંડ
સૂર્યદેવના મંત્રનો જાપ કરવાની સાચી રીત કઈ છે, જીવનમાં નહીં રહે પૈસાની કમી !
આજનું રાશિફળ તારીખ : 19-10-2024
અંબાણી પરિવારની વહુ રાધિકાના જન્મદિવસની ઉજવણીનો ઈન્સાઈડ વીડિયો વાયરલ
હીરો Super Splendor XTEC બાઇક આપે છે 69 kmpl ની માઇલેજ

આ પણ વાંચો: Gujarati Video : TATની પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો માટે સારા સમાચાર, નવી શાળામાં પરીક્ષા પાસ કરેલા શિક્ષકોને લેવા આદેશ

ધોરણ 9 અને 10માં શિક્ષક માટે BA, B.Com. B.Sc. તેમજ રેગ્યુલર B.Ed. ઉપરાંત ધોરણ 12 પછીના સીધા ઈન્ટીગ્રેટેડ B.Ed. પાસ ઉમેદવારો પણ હવે TAT પરીક્ષા આપવા માન્ય ગણાશે. જ્યારે ધોરણ 11-12ના શિક્ષક માટે MA, M.Com. M.Sc. સહિત રેગ્યુલર B.Ed. પાસ ઉમેદવારો ઉપરાંત M.A. M.Sc. M.com સાથેનો B.com. B.A, B.Sc. સાથે રેગ્યુલર ઈન્ટીગ્રેટેડ બી.એડ. કોર્સ કર્યો હશે તેવા ઉમેદવારો TAT પરીક્ષા આપવા માન્ય ગણાશે.

 

Next Article