Ahmedabad : જૂની પેન્શન યોજના સહિતના 15 મુદ્દાઓને લઈ કર્મચારીઓ મૌનરેલી યોજી, કલેકટરને આવેદનપત્ર આપ્યું 

|

Sep 03, 2022 | 11:09 PM

ગુજરાતમાં જૂની પેન્શન યોજના (Old Pension Scheme)પુનઃ લાગુ કરવા સહિતના 15 મુદ્દાઓને લઈ રાજ્યના સરકારી કર્મચારીઓએ (Employees) સરકાર સામે બાયો ચઢાવી છે. જેમાં અમદાવાદમાં(Ahmedabad)અંદાજિત 8 થી 10 હજાર કર્મચારીઓ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી આવેદનપત્ર આપ્યું હતું.

Ahmedabad : જૂની પેન્શન યોજના સહિતના 15 મુદ્દાઓને લઈ કર્મચારીઓ મૌનરેલી યોજી, કલેકટરને આવેદનપત્ર આપ્યું 
Ahmedabad Government Employee Protest

Follow us on

ગુજરાતમાં જૂની પેન્શન યોજના (Old Pension Scheme)પુનઃ લાગુ કરવા સહિતના 15 મુદ્દાઓને લઈ રાજ્યના સરકારી કર્મચારીઓએ (Employees) સરકાર સામે બાયો ચઢાવી છે. જેમાં અમદાવાદમાં(Ahmedabad)અંદાજિત 8 થી 10 હજાર કર્મચારીઓ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી આવેદનપત્ર આપ્યું હતું. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા સરકાર પર દબાણ લાવવાના પ્રયત્નો ના ભાગરૂપે આજે 33 જિલ્લાઓમાં કર્મચારીઓએ રેલી સ્વરૂપે આવેદનપત્ર આપ્યા છે. આજે સમગ્ર રાજ્યમાં સરકારી કર્મચારીઓ કલેકટર કચેરીએ મૌનરેલી યોજી પોતાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. કર્મચારીઓની જુની પેન્શન યોજના પુનઃ લાગુ કરવી, ફિક્સ પગારપ્રથા રદ કરવી, રહેમરાહે નોકરી આપવી અને સાતમા પગાર પંચના લાભ આપવાની માંગ સાથે રેલી યોજાઈ હતી.

ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા રેલીનુ આયોજન કરાયું હતું.. અગાઉ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા સરકારમાં કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે ચર્ચા-વિચારણા કરીને તે પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ આવે તે માટે વારંવાર રજૂઆતો કરવા છતાં કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા તમામ કર્મચારી ગણમાં અસંતોષ અને રોષની લાગણી થતા રેલી યોજાઈ..

સરકારી કર્મચારીઓ શું છે માંગણીઓ?

  1. જુની પેન્શન યોજના પુનઃ ચાલુ કરવી.
  2. ફિક્સ પગાર પ્રથા બાબતે સરકાર નામદાર સુપ્રિમ કોર્ટમાં દાખલ કરેલ SPL 14124-14125/2012 પીર્ટીશન પરત ખેંચી ફિક્સ પગારની પ્રથા મુળ અસરથી બંધ કરી   નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદા મુજબ મૂળનિમણૂંકથી તમામ લાભ આપવામાં આવે.
  3. આજનું રાશિફળ તારીખ : 28-04-2024
    પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
    એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
    તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
    3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
    સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
  4.  સાતમા પગારપંચના બાકી ભથ્થા તા.01-01-2016 ની અસરથી લાગુ કરવામાં આવે.
  5.  રહેમરાહે નિમાયેલ કર્મચારીઓની નોકરી મૂળ નિમણૂંક તારીખથી તમામ હેતુ માટે સળંગ ગણવી,
  6.  શૈક્ષણિક કર્મચારી સિવાયના કર્મચારીઓને કેન્દ્ર સરકારના કર્મચારીઓ માફક 10,20,30 વર્ષે ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ પગાર મર્યાદા સિવાય આપવો.
  7.  10 /- લાખની મર્યાદામાં કેશલેસ મેડીક્લેમની મર્યાદા આપવી.
  8. વય નિવૃત્તિ 58 વર્ષથી વધારી ભારત સરકારના કર્મચારીઓ માફક 60 વર્ષ કરવી.
  9. ૩૦મી જુને વય નિવૃત્ત થતા કર્મચારીઓને એક ઈજાફા સહિત પેન્શનનો લાભ આપવો.
  10. ચાલુ ફરજ દરમ્યાન અવસાનના કિસ્સામાં વારસદારને અપાતી ઉચ્ચક નાણાકિય સહાયને બદલે અગાઉની જેમ જ ત્રણ મહિનામાં પુરા પગારમાં રહેમરાહે નોકરી આપવી.
  11. 45 વર્ષની વય મર્યાદા બાદ કર્મચારીઓને ખાતાકીય પરીક્ષાઓમાંથી મુક્તિ આપી બઢતી અને ઉચ્ચત્તર પગાર ધોરણના લાભ આપવા.
  12. પૂર્વસેવા તથા ખાતાકીય પરીક્ષામાં 60 ટકા એ મુક્તિની જોગવાઈ દુર કરી, પાસ થવાના 50 ટકા માર્કસના ધોરણને બદલે 40 ટકા કરવામાં આવે અને ખાતાકીય પરીક્ષાના પાંચ વિષયોના સ્થાને ત્રણ વિષયો રાખવામાં આવે અને અંગ્રેજી વિષયનું પેપર રદ કરી ગુજરાતી વિષયનું પેપર રાખવામાં આવે.
  13.  પંચાયત, બોર્ડ-નિગમ, નગરપાલિકા, મહાનગરપાલિકા, ગ્રાન્ટ-ઈન-એઈડ સંસ્થાઓ તથા વર્કચાર્જ, રોજમદાર કર્મચારીઓને સાતમા પગારના તફાવત સહિતના તમામ લાભ આપવા અને રાજ્ય સરકારના કર્મચારી ગણવા.
  14.  વર્ગ-૩ અને વર્ગ-4 માં આઉટ સોર્સિંગ પ્રથામાં થતું શોષણ દૂર કરી નિયમિત ભરતી કરવી અને અનુભવી કર્મચારીઓને અગ્રતાના ધોરણે નિયમિત કરવા.
  15. કર્મચારીઓને નિવૃત્તિ વખતે કોમ્યુટેડ પેન્શનના વ્યાજના દરમાં તથા મુદતમાં ઘટાડો કરવો.
  16. બદલીપાત્ર કર્મચારીઓને સબંધિત જિલ્લામાં તથા બિન બદલીપાત્ર સચિવાલય સહિતના કર્મચારીઓને ગાંધીનગરમાં રાહતદરના પ્લોટની ફાળવણી કરવી.

પાંચ મંત્રીઓની બનાવેલ કમિટી સમક્ષ પણ આ મુદ્દા ઉપર વારંવાર ચર્ચા થઈ છે. છતાં કોઈ નિરાકરણના આવતા ગુજરાત કર્મચારી મહામંડળના અમદાવાદના પ્રમુખ ઉજ્જવલ ચૌહાણ એ ચીમકી વિચારી છે કે આગામી પાંચ દિવસમાં એમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો 11 સપ્ટેમ્બરે રાજ્યના ઝોન કક્ષાએ રેલી અને કલેક્ટરને આવેદનપત્ર, 17 સપ્ટેમ્બરે માસ સીએલ, 22 સપ્ટેમ્બરે તમામ કેડરના કર્મચારીઓ દ્વારા પેડાઉન અને 30 સપ્ટેમ્બરે સમગ્ર રાજ્યમાં અચોક્કસ મુદતની હડતાલ પાડવામાં આવશે..

Published On - 11:09 pm, Sat, 3 September 22

Next Article