Ahmedabad : કરોડો રુપિયાના ખર્ચે બનાવાયુ હતુ ગીતા મંદિર બસપોર્ટ, 8 વર્ષ બાદ જોવા મળે છે સુવિધાના નામે મીંડુ

|

Feb 15, 2023 | 4:43 PM

Ahmedabad News : માત્ર 8 વર્ષમાં જ આ સુવિધાઓને લઈને પ્રશ્નો સર્જાયા છે. મુસાફરોને ગરમીમાંથી રાહત મળે તે માટે બસપોર્ટ પર પંખા મુકવામાં આવ્યા હતા. તેમાંથી કેટલાક પંખા ગાયબ થઈ ગયા છે.

Ahmedabad : કરોડો રુપિયાના ખર્ચે બનાવાયુ હતુ ગીતા મંદિર બસપોર્ટ, 8 વર્ષ બાદ જોવા મળે છે સુવિધાના નામે મીંડુ
ગીતા મંદિર બસ સ્ટોપ પર સુવિધાઓનો અભાવ

Follow us on

અમદાવાદના ગીતા મંદિર ખાતે આવેલા એસ ટી બસપોર્ટને પીપીપી ધોરણે બનાવવામાં આવ્યુ હતુ. વર્ષ 2015માં પ્રવાસીઓ માટે આ બસ પોર્ટ ખુલ્લુ મુકાયુ હતુ. ત્યારે દાવો કરવામાં આવ્યો હતો કે, બસપોર્ટ પર આવતા મુસાફરોને અહીં એરપોર્ટ જેવી સુવિધા મળશે. જો કે માત્ર 8 વર્ષમાં જ આ સુવિધાઓને લઈને પ્રશ્નો સર્જાયા છે. મુસાફરોને ગરમીમાંથી રાહત મળે તે માટે બસપોર્ટ પર પંખા મુકવામાં આવ્યા હતા. તેમાંથી કેટલાક પંખા ગાયબ થઈ ગયા છે. તો બસ રૂટ બતાવતી LED સ્ક્રીન પણ ગાયબ થઈ ગઈ છે.

એસ ટી બસપોર્ટ પર સુવિધાનો અભાવ

ઉનાળાની ગરમી નજીક છે ત્યારે હવે મુસાફરોને ગરમી સહન કરવી પડી શકે છે. તો ગંદકીના કારણે એસ ટી નિગમના સ્વચ્છતાના દાવા પણ પોકળ સાબિત થઈ રહ્યા છે. એટલું જ નહીં પણ અહીં તો શૌચાલય માટે નાણાં પણ નક્કી કરાયા છે. જોકે તેમ છતાં તેના 100 ગણા કરતા વધુ રકમ વસુલ કરાઈ રહી છે. તેવા મુસાફરોના આક્ષેપ છે.

AC વેઈટિંગ હોલ બંધ હાલતમાં

ગરમીમાં રાહત આપવા માટે એસ ટી નિગમ દ્વારા AC વેઈટિંગ હોલ બનાવાયો હતો. જો કે આઠ વર્ષ બાદ આ વેઈટિંગ રૂમ બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે. એક વાર પણ મુસાફરો માટે આ રૂમ ખુલ્યો નથી. તો શિલીંગ પરથી પોપડા પડી રહ્યા. શિલીંગમાં વપરાયેલ લોખંડ કાટ ખાઇ રહ્યું છે. પાણી પણ ટપકી રહ્યું છે. તો સીટીંગ એરેઝમેન્ટ ધૂળ ખાઇ રહ્યુ છે. તો એસી હોલ પર જવા માટેની લિફ્ટ પણ ખંડેર હાલતમાં પડી છે. જે વેઇટિંગ રૂમ શરૂ ન થતા અહીં વેઇટિંગ રૂમ છે કે નહીં તેનાથી પણ લોકો અજાણ છે.

મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો
ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?
દરિયામાં મસ્તી કરતી જોવા મળી સચિનની લાડલી સારા, જુઓ ફોટો
ટીમ ઈન્ડિયાને જર્સી પહેરવા માટે કેટલા રૂપિયા મળે છે?
Kumbh Mela Rituals : મહાકુંભ દરમિયાન ગંગામાં સ્નાન કર્યા પછી પણ નથી ધોવાતા આવા પાપ!

હબટાઉન કંપનીને મળી અનેક નોટિસ

એરપોર્ટ જેવી બસપોર્ટ પર સુવિધા આપવાના દાવા કરતા એસટી નિગમને આ બાબતે પુછતા તેમના અધિકારીએ જણાવ્યુ કે, કંપનીને નોટિસ આપી છે, જો કે હબટાઉન કંપનીને છેલ્લા 8 વર્ષમાં અનેક નોટિસ આપવામાં આવી છે તેમ છતા પણ બસપોર્ટ પર પ્રવાસીઓને સુવિધા આપવામાં કોઈ રસ ન હોય તેવુ લાગી રહ્યું છે. હબટાઉન કંપની દ્વારા એસટી નિગમના અધિકારીઓની નોટિસને પણ ગણકારતા નથી. હબટાઉન કંપની એરપોર્ટ જેવી સુવિધા બસપોર્ટ પર આપવામાં નિષ્ફળ રહી છે. તેમ છતા પણ હબટાઉન કંપની સામે એસટી નિગમ ક્યાંક આંખ આડા કાન કરી રહ્યા છે, કેમ કે બસપોર્ટ નવુ તો બન્યુ છે, પરંતુ પ્રવાસીઓની સુવિધા જુની છે.

ઉલ્લેખનીય છે કે, ગીતા મંદિર ખાતે 90 વર્ષના ભાડા પડે ppp ધોરણે હબટાઉન કંપની દ્વારા બસપોર્ટ બનાવવામાં આવ્યું છે. આ બસપોર્ટનું 30 વર્ષ માટે હબટાઉન કંપનીએ મેઇન્ટેનન્સ કરવાનું હોય છે. જોકે જે પ્રમાણે ST બસપોર્ટની હાલત છે તેના પરથી લાગી રહ્યું છે કે મુસાફરોને સુવિધા આપવામાં ન તો એસટી નિગમને રસ છે ન તો બસપોર્ટ બનાવનાર કંપનીને. ત્યારે સવાલ એ પણ થાય છે કે એસપોર્ટ ની સુવિધાના દાવા ક્યારે સાર્થક થાય છે. કે પછી નવા બસપોર્ટ પર જુના જ સ્ટેશન જેવો અનુભવ લોકોને કરવો પડે છે.

Next Article