અમદાવાદના થલતેજમાં એક જ પરિવારના ચાર સભ્યો કોરોના પોઝિટિવ

|

Nov 01, 2021 | 11:53 PM

અમદાવાદના થલતેજના પરિવારે વિદેશ જવા માટે કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં એક કેસ પોઝિટિવ આવતા પરિવારના અન્ય સભ્યો સંક્રમિત થયા હતા.

ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસો ઘટાડો થઇ રહ્યો છે. તેવા સમયે અમદાવાદ (Ahmedabad)શહેરના થલતેજ વોર્ડમાં(Thaltej) એક જ પરિવારના 4 સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં આ પરિવારે વિદેશ જવા માટે કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં એક કેસ પોઝિટિવ આવતા પરિવારના અન્ય સભ્યો સંક્રમિત થયા હતા.

હાલ તો આ તમામ સંક્રમિતોને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. તેમજ આસપાસના લોકોને પણ સાવચેતી રાખવા સલાહ આપવામાં આવી છે. આરોગ્ય તંત્ર દ્વારા કોન્ટેક ટ્રેસિંગ પણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત હાલમાં દિવાળી તહેવાર સમયે સંક્રમણ ફેલાતા તંત્ર અને આસપાસમાં લોકોની ચિંતા પણ વધારો થયો છે.

ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 20 પોઝિટિવ દર્દી નોંધાયા છે. જયારે 28 લોકો કોરોનાથી સાજા થઈ ઘરે પરત ફર્યા છે. રાજ્યના અત્યાર સુધીમાં કુલ 8,16,311 નાગરિકો કોરોનાને મ્હાત આપી છે તેમજ રાજ્યનો રિકવરી રેટ પણ 98.76 ટકા છે

ગુજરાત હાલ કુલ 196 એક્ટિવ કેસ છે. જેમાંથી 06 દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર લઇ રહ્યા છે. જયારે 190 દર્દીઓ સ્ટેબલ છે. 8,16,311 નાગરિકોને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10090 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. વલસાડમાં એક નાગરિકનું સોમવારે કોરોનાને કારણે મોત નિપજ્યું હતું.

આ પણ વાંચો : ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કચ્છમાં મેગા લીગલ સેવા શિબિર યોજાઇ

આ પણ વાંચો : ગુજરાતના આણંદ સ્થિત NDDB આગામી 5 વર્ષ માટે વારાણસી મિલ્ક યુનિયનનું સંચાલન કરશે

Published On - 11:51 pm, Mon, 1 November 21

Next Video