Ahmedabad : ગુજરાત કોંગ્રેસના (Congress) સેનાપતિ સામે જ બળવો કરી વધુ એક નેતાએ રાજીનામું (Resignation)ધરી દીધું. ત્યારે અમદાવાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા દિનેશ શર્માએ (Dinesh Sharma)કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે, અને, દિનેશ શર્માએ ભાજપમાં (BJP JOIN) જોડાવાની જાહેરાત કરી દીધી છે. આ સાથે દિનેશ શર્માએ સોશિયલ મીડિયા પર ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથેની એક તસવીર શેર કરી છે.
વિધાનસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં નારાજગીના સૂર સંભળાઇ રહ્યા છે. જેમાં જયરાજસિંહ પરમારના રાજીનામા બાદ એક બાદ એક નેતાઓની નારાજગી ખુલ્લીને સામે આવી છે. ત્યારે અમદાવાદ મહાનગર પાલિકાના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. જે બાદ તેમણે આજે ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે. આ સાથે જ દિનેશ શર્માએ સી.આર પાટીલ સાથે પણ મુલાકાત કરી છે.
દિનેશ શર્માએ રાજીનામા આપી કોંગ્રેસ સામે પ્રહાર કર્યાં
શર્માએ ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને રાજીનામુ આપ્યું. સાથે જ તેમણે પત્રમાં લખ્યુ કે, હું કોંગ્રેસના તમામ સભ્યપદ પરથી રાજીનામુ આપું છું અને કોંગ્રેસ પક્ષની તમામ જવાબદારીઓમાંથી મુક્ત થઈ રહ્યો છું. હું છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પક્ષની કાર્યપ્રણાલીથી અને નિર્ણાયક શક્તિના અભાવે થઈ રહેલા રાજકીય નુકસાનને હવે સ્વમાનના ભોગે સહન કરી શકુ તેમ નથી. હું અનેકવાર પક્ષને કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવા અને પક્ષના સંગઠનને મજબૂત કરવા ત્વરિત નિર્ણય શક્તિ બતાવવા માટે પક્ષને અનેક સૂચનો કરતો આવ્યો છુ. છતાં પરિણામ શૂન્ય રહેતા આજે છેલ્લા વિકલ્પ તરીકે કોંગ્રેસ પક્ષને અલવિદા કહેવુ જ યોગ્ય માનીને નવી દિશા અને માર્ગ તરફ આગળ વધી રહ્યો છું.
તેમણે કહ્યુ હતું કે, ગુજરાતના પ્રભારી રઘુ શર્મા તેમને ગુજરાતના પ્રભારી છે. આ રઘુ શર્મા અમદાવાદ શહેરના લીડર તરીકે મને મળવાનો સમય આપતા નથી, મારુ અપમાન છે કે નહિ તે રાહુલજી નક્કી કરે. ગુજરાત કોંગ્રેસમાં એજન્સી પ્રથા શરૂ થઇ છે. કોંગ્રેસ વાડાઓમાં વેચાઈ ગઈ છે. રાહુલજીને પણ મળવાનો મેં અનેકવાર પ્રયાસ કર્યો, તમારી પાસે હોદ્દો નથી તો તમે કયા કામમાં વ્યસ્ત છો તો તમે અમને મળતા નથી. પ્રધાનમંત્રીને 24 કલાકમાં મળી શકાય છે તો રાહુલ ગાંધીને કેમ નહિ.
આ પણ વાંચો : Kutch: મુન્દ્રા પોર્ટ પરથી ચંદનની હેરફેરનો પર્દાફાશ, MICT માંથી કરોડોનું ચંદન પકડાયુ