Ahmedabad: મોબાઈલ રમવાની લાલચ આપી પાંચ વર્ષની બાળકી પર પાડોશીએ આચર્યું દુષ્કર્મ

|

Jun 23, 2022 | 1:22 PM

માતાાએ બાળકીને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જઈ આ સમગ્ર મામલે પતિને જાણ કરી હતી. જેથી ઘટના સંદર્ભે પિતાની ફરિયાદને આધારે વટવા જીઆઈડીસી પોલીસ મથકમાં આરોપી સામે પોક્સો અને બળાત્કારની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.

Ahmedabad: મોબાઈલ રમવાની લાલચ આપી પાંચ વર્ષની બાળકી પર પાડોશીએ આચર્યું દુષ્કર્મ
Police arrested the accused

Follow us on

અમદાવાદ (Ahmedabad) વટવા જીઆઈડીસી વિસ્તારમાં એક નરાધમે પાંચ વર્ષની બાળકીને મોબાઈલ (Mobile) રમવાની લાલચ આપી પોતાના ઘરમાં બેલાવી હતી અને ત્યાર બાદ તેની સાથે અઘટીત કૃત્ય કર્યું હતું. જોકે બાળકી (Gril) ની માતા આ સમયે ત્યાં પહોંચી જતાં નરાધમનો ભાંડો ફૂટ્યો હતો. વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા 28 વર્ષિય યુવકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેઓની પાંચ વર્ષની દીકરી ઘરના આંગણે રમી રહી હતી, ત્યારે પાડોશમાં રહેતા યુવકે દીકરીને મોબાઈલ રમવા માટે આપવાનું કહીને પોતાના ઘરમાં બોલાવી હતી. જે બાદ નરાધમ આરોપીએ બાળકીને સાથે અડપલા કર્યા હતા. જોકે તે સમયે બાળકીની માતાને દીકરી ઘરમાં કે આસપાસ ન દેખાતાં તેણે પાડોશમાં જઈને જોતાં દીકરીનો રડવાનો અવાજ સંભળાયો હતો. જેથી દરવાજો ખખડાવતા આરોપીએ દરવાજો ખોલ્યો હતો. ઘરમાંથી દીકરી રડતા રડતા માતા પાસે આવી હતી અને માતાને સમગ્ર હકીકત જણાવી હતી.

મહત્વનું છે કે આ ઘટના બાદ બાળકીને શરીરમાં ગુપ્ત ભાગે બળતરા થતા માતાએ તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જઈ આ સમગ્ર મામલે પતિને જાણ કરી હતી. જેથી ઘટના સંદર્ભે વટવા જીઆઈડીસી પોલીસ મથકમાં આરોપી સામે પોક્સો અને બળાત્કારની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. જોકે ઘટના બાદ આરોપી પોતાના ઘરેથી ફરાર થઈ ગયો હોય પોલીસે આરોપીની શોધખોળ કરી તેની ધરપકડ કરી હતી. તેમજ બાળકીને અને આરોપીને મેડિકલ તપાસ માટે મોકલી કાર્યવાહી હાથ ધરી છે.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

વટવા જીઆઈડીસી પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ કરતાં સામે આવ્યું હતું કે આરોપી ઘરમાં એકલવાયું જીવન વિતાવતો હતો, તેમજ છૂટક મજૂરી કરતો હતો. જોકે તેનો કોઈ ગુનાહિત ઈતિહાસ છે કે કેમ અથવા તેણે આ બાળકી અથવા તો અન્ય કોઈ બાળકી સાથે અગાઉ આ પ્રકારનું કોઈ દુષ્કૃત્ય કર્યું છે કે કેમ તે દિશામાં પૂછપરછ શરૂ કરી છે ત્યારે જોવાનું રહ્યું કે આરોપીની પૂછપરછમાં કેવા ખુલાસાઓ સામે આવે છે.

Next Article