AHMEDABAD : ફાયર વિભાગે શહેરના 161 એકમોને FIRE NOC રીન્યુ કરવા માટે જાણ કરી

|

Aug 10, 2021 | 2:10 PM

ફાયર NOC રિન્યૂ કરવાની તારીખ નજીક આવતા આ એકમોને અગાઉથી જાણ કરવામાં આવી છે. જો આ એકમો NOC રિન્યૂ કરવાનું ભૂલી જાય તો તેના વપરાશકર્તા કે કબ્જેદારને હાલાકી પડતી હોય છે. જેથી કોઇ હાલાકી ન પડે તે માટે અગાઉથી ફાયર વિભાગ દ્વારા જાણ કરવામાં આવી છે.

AHMEDABAD : અમદાવાદ મહાનગરપાલિકા (Ahmedabad Municipal Corporation) ના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા 161 એકમોને પત્ર લખીને ફાયર NOC કરવા જાણ કરવામાં આવી છે. ફાયર NOC રિન્યૂ કરવાની તારીખ નજીક આવતા આ એકમોને અગાઉથી જાણ કરવામાં આવી છે. જો આ એકમો NOC રિન્યૂ કરવાનું ભૂલી જાય તો તેના વપરાશકર્તા કે કબ્જેદારને હાલાકી પડતી હોય છે. જેથી કોઇ હાલાકી ન પડે તે માટે અગાઉથી ફાયર વિભાગ દ્વારા જાણ કરવામાં આવી છે. અગાઉ ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા 20 દિવસમાં 3682 એકમોને નોટિસ અપાઈ છે. ફાયર વિભાગ દ્વારા 6 હજાર એકમોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું.3682 એકમોમાં 924 શાળા, 250 હોસ્પિટલ, 297 કોમર્શિયલ, 591 કોમર્શિયલ કમ રેસિડેન્ટ, 1604 રેસિડેન્ટલ અને 16 મોલનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : GANDHINAGAR : જુનિયર ડોકટરોની હડતાળને પગલે DyCM નીતિની પટેલે બોલાવી મહત્વની બેઠક, લેવાઈ શકે છે મહત્વનો નિર્ણય

આ પણ વાંચો : CHANDRAYAN-2ના નિર્માણમાં ગુજરાતની મહત્વની ભૂમિકા, જામનગરમાં બનાવાયેલા મશીનથી બનશે અવકાશયાનના પાર્ટ્સ

Next Video