GANDHINAGAR : જુનિયર ડોકટરોની હડતાળને પગલે DyCM નીતિન પટેલે બોલાવી મહત્વની બેઠક, લેવાઈ શકે છે મહત્વનો નિર્ણય
આ બેઠકમાં આરોગ્ય સચીવ, આરોગ્ય કમિશ્નર સહીતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠક બાદ સરકાર દ્વારા કોઈ મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે.
GANDHINAGAR : નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલે આરોગ્ય વિભાગની તાત્કાલિક ધોરણે બેઠક બોલાવી છે.. ડૉકટરોની હડતાળના કારણે હોસ્પીટલોમાં દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે… તો બીજી તરફ 7 દિવસથી ડોકટરો તેમની વિવિધ માંગ સાથે અડગ રહ્યા છે.. ત્યારે સ્થિતિને કાબુમાં લેવા નિતિન પટેલે આરોગ્ય વિભાગની તાત્કાલિક બેઠક બોલાવી છે. આ બેઠકમાં આરોગ્ય સચીવ, આરોગ્ય કમિશ્નર સહીતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠક બાદ સરકાર દ્વારા કોઈ મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે. સરકાર દ્વારા પહેલા જ કહેવામાં આવ્યું છે કે સરકાર વાતચીત માટે તૈયાર છે, પણ ડોકટરોએ વાતચીત માટે આવવું પડશે. ત્યારે એવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે કે આ બેઠક બાદ સરકાર રેસીડેન્ટ ડોક્ટર્સ એસોસીએશનને વાતચીત કરવા માટે આમંત્રણ આપી શકે છે.
આ પણ વાંચો : VADODARA : રેસીડેન્ટ ડોક્ટરોની હડતાળનો સાતમો દિવસ, SSG હોસ્પિટલ ખાતે ડોકટરોનું વિરોધ પ્રદર્શન