અમદાવાદ : એએમસીની (AMC) સામાન્ય સભામાં ભાજપ (BJP) અને કોંગ્રેસના (Congress) કાઉન્સિલરો વચ્ચે મારામારી થઈ હતી. વિપક્ષના ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે ભાજપના કાઉન્સિલરોએ વિરોધ કરતા મામલો ગરમાયો હતો. ભાજપ કોંગ્રેસના કાઉન્સિલરો સામસામે આવી જતા છુટ્ટા હાથની મારામારી અને ધક્કા મુક્કી થઈ હતી. હોબાળો થતા બોર્ડની બેઠક મુલતવી રાખવામાં આવી હતી.
એએમસીની સામાન્ય સભાની બેઠકમાં ભારે હોબાળો થયો હતો. ગત બોર્ડની બેઠકમાં વિપક્ષના ભ્રષ્ટાચારના આક્ષેપો અંગે શાસક પક્ષના નેતાએ વિપક્ષ પાયાવિહોણાં આક્ષેપ કરી સભાને ગેરમાર્ગે દોરે છે. સભાગૃહને ગેરમાર્ગે દોરવા બદલ શાસક પક્ષના નેતાએ વિપક્ષના નેતાને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. વિપક્ષના નેતાને સસ્પેન્ડ કરવાની માંગ કરતા હોબાળો થયો હતો. વિપક્ષ ખોટા આક્ષેપ કરતા હોવાની માંગ સાથે ભાજપના કાઉન્સિલરો વેલમાં ધસી આવ્યા હતા. ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરો સામસામે આવી જતા ધક્કા મુક્કી અને ઝપાઝપી થઈ હતી. ભાજપ અને કોંગ્રેસના મહિલા કાઉન્સિલરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી પણ થઈ હતી.
ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરો વચ્ચે મારામારી અને ઝપાઝપી થતા બોર્ડની બેઠક મુલતવી રખાઈ હતી. વિપક્ષના નેતાને સસ્પેન્ડ કરી શકાતા નથી છતાં પણ શાસક પક્ષના નેતાએ વિપક્ષના નેતાને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. અને મેયરે પણ આ બાબતે શાસક પક્ષના નેતા કે કાઉન્સિલરોને રોકવાનો પ્રયાસ ના કરતા હોબાળો થયો હતો. વિપક્ષનો આક્ષેપ છે કે બોર્ડની બેઠકમાં પ્રજાના પ્રશ્નો અંગે ચર્ચાના અને ભાજપના ભ્રષ્ટાચારની પોલ ના ખુલે તે માટે શાસક પક્ષ દ્વારા બોર્ડમાં હોબાળો કરવાનું પૂર્વ આયોજિત કાવતરું કરવામાં આવ્યું હતું. પ્રજાના પ્રશ્નોની ચર્ચા થાય તે પહેલાં જ બોર્ડ મુલતવી રખાયું હતું. મેયરે વિપક્ષ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે વિપક્ષ દર વખતે ખોટા આક્ષેપો કરી બોર્ડને ડહોળવાનો પ્રયાસ કરે છે.
સામાન્ય સભાની બેઠક પહેલા શહેરમાં વકરેલા રોગચાળાને લઈને કોંગ્રેસે વિરોધ કર્યો હતો. પીવાનું પાણી દૂષિત આવતું હોવાથી રોગચાળો ફાટી નીકળ્યો છે. ઝાડા ઉલ્ટીના કેસોમાં વધારો થયો છે. અનેક વિસ્તારોમાં પીવાનું પાણી દૂષિત આવે છે. ત્યારે રોગચાળો અને પાણીનો મુદ્દો પણ વિપક્ષ દ્વારા બોર્ડમાં ઉઠાવવાના હતા. પરંતુ પ્રજાના પ્રશ્નોની ચર્ચા થાય તે પહેલાં જ ભાજપના કાઉન્સિલરોએ હોબાળો કર્યો હતો. અને મારામારી અને ઝપાઝપી થતા બોર્ડની બેઠક સ્થગિત કરવામાં આવી હતી.
આ પણ વાંચો :