Ahmedabad : રી ડેવલોપમેન્ટના સ્કીમમાં ભાગીદારો સાથે છેતરપીંડી કરનાર પિતા-પુત્રની ધરપકડ

અમદાવાદના(Ahmedabad) કામેશ્વર એપાર્ટમેન્ટના રીડેવપોલમેન્ટ સ્કીમમાં કોઈ રોકાણ વગર નવી ભાગીદારી પેઢી બનાવી હતી..અને જૂના ભાગીદાર જાણ બહાર પેઢી બનાવી છેતરપીંડી આચરતા જ બે ભાઈ અને પિતા કાયદાના સકંજામાં ફસાયા છે.

Ahmedabad : રી ડેવલોપમેન્ટના સ્કીમમાં ભાગીદારો સાથે છેતરપીંડી કરનાર પિતા-પુત્રની ધરપકડ
Ahmedabad Police Arrest Fraud Accused
| Edited By: | Updated on: Aug 02, 2022 | 9:11 PM

અમદાવાદમાં (Ahmedabad) રી ડેવલોપમેન્ટ સ્કીમમાં ભાગીદારો સાથે (Redevelopment) છેતરપીંડી(Fraud)કરનાર પિતા-પુત્રની ધરપકડ કરાઈ છે. જેમાં રૂપિયા 4.95 કરોડની ઠગાઇની ફરિયાદ નોંધાઇ હતી જેમાં નવી ભાગીદારી પેઢી બનાવીને જુના ભાગીદારો સાથે વિશ્વાસઘાત કરતા આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ધરપકડ કરવામાં આવી છે.ભાગીદારો વચ્ચે થયેલા વિવાદ લઈને આરોપી દ્વારા હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે.આ કેસમાં આરોપી વિજય પ્રજાપતિ પર છેતરપીંડીનો આરોપ લગાવામાં આવ્યો છે. જેમાં આરોપી વિજય પ્રજાપતિ વાય.એન.ટી પ્રોજેકટ નામની ભાગીદારી પેઢી માંથી અન્ય ભાગીદારો હટાવીને તેવા જ નામ વાળી ભાગીદારી વાય.એન્ડ.ટી.પ્રોજેકટ એલ.એલ.પી નામની નવી પેઢી બનાવીને છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધાઇ છે.

કામેશ્વર એપાર્ટમેન્ટ રી ડેવલોપમેન્ટ માટે વાય.એન્ડ.ટી પ્રોજેકટ હેઠળ પેઢી શરૂ કરી હતી

જો કે ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે બોડકદેવમાં આવેલ કામેશ્વર એપાર્ટમેન્ટ રી ડેવલોપમેન્ટ માટે વાય.એન્ડ.ટી પ્રોજેકટ હેઠળ પેઢી શરૂ કરી હતી જેમાં ઓમ પ્રકાશ ધારીવાલાએ 1.54 કરોડ અને તેના મિત્ર અશ્વિન પટેલ 1.33 કરોડ આરોપી આપીને ભાગીદાર બન્યા હતા.પરતું આરોપી નવી ભાગીદારી પેઢી બનાવી છેતરપીંડી કરી હોવાથી ગુનો દાખલ કરી પિતા-પુત્રની ધરપકડ કરવામાં આવી છે.

છેતરપીંડી આચરતા જ બે ભાઈ અને પિતા કાયદાના સકંજામાં ફસાયા

જેમાં આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા તપાસ કરતા સામે આવ્યું કે કામેશ્વર એપાર્ટમેન્ટ ના રી ડેવલોપમેન્ટ નું 99 ફ્લેટના રહીશોને ધારા ધોરણ મુજબ ભાડું અને નવી સ્ક્રીમ બનાવવાની કામગીરી ચાલી રહી છે..જોકે માત્ર નવી ભાગીદારી પેઢી બનાવતા જ વિવાદ ઉભો થયો હતો..જેને લઈ આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા તપાસ કરી રહ્યા છે જે નવી પેઢી ઉભી કરી તેમાં આરોપી વિજય પ્રજાપતિએ તેનો ભાઈ અનિલ પ્રજાપતિ અને પિતા કેશવલાલ,માતા સવિતા બેન પ્રજાપતિ ભાગીદારી પેઢીમાં અનઅધિકૃત પાવર આપ્યા હતા..જેમાં કોઈ રોકાણ વગર નવી ભાગીદારી પેઢી બનાવી હતી..અને જૂના ભાગીદાર જાણ બહાર પેઢી બનાવી છેતરપીંડી આચરતા જ બે ભાઈ અને પિતા કાયદાના સકંજામાં ફસાયા છે.

રી ડેવલોપમેન્ટ લઈ ભાગીદારો વચ્ચે થઈ રહેલા વિવાદનો મામલો હાઇકોર્ટ સુધી પહોંચી શકે છે..એક તરફ નવા ઘરના સપના જોઈ રહેલા રહીશો ચિંતામાં છે તેમનું નવું ઘર ક્યારે બનશે ત્યારે આર્થિક ગુના નિવારણ શાખાએ આ છેતરપીંડી લઈને કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે…

Published On - 7:59 pm, Tue, 2 August 22