Ahmedabad : ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સહાય આપવામાં આવે: ભરતસિંહ

|

Aug 09, 2021 | 8:19 PM

રાજયમાં વરસાદ લંબાતા ખેડૂતોને નુકસાન ગયું છે. જેથી ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલાએ મુખ્યપ્રધાનને આ અંગે આવેદન આપ્યું છે. અને માગ કરી છે કે, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સહાય આપવામાં આવે

Ahmedabad : રાજયમાં વરસાદ લંબાતા ખેડૂતોને નુકસાન ગયું છે. જેથી ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલાએ મુખ્યપ્રધાનને આ અંગે આવેદન આપ્યું છે. અને માગ કરી છે કે, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સહાય આપવામાં આવે સાથે જ ખેત મજૂરોને પણ લઘૂતમ વેતન દરે સહાય આપવામાં આવે. ખેડૂતોએ લીધેલી પાક ધિરાણ લોન માફ કરવામાં આવે જેથી ખેડૂતોને પહોંચેલા નુકસાન ઓછું કરી શકાય. નોંધનીય છેકે રાજયમાં ઘણા વિસ્તારોમાં હજું જોઇએ તેવો વરસાદ થયો નથી. અને વરસાદની ખેંચને કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. ત્યારે જો સમયસર હજુ વરસાદ નહીં આવે તો ખેડૂતોનો મોલ બળી જવાની ભીતિ છે. ત્યારે ખેડૂતોમાં હાલ વરસાદને લઇને ભારે ચિંતાનો માહોલ છે.

 

Next Video