Ahmedabad: છેડતીના કેસમાં પૂર્વ પ્રધાન ગજેન્દ્રસિંહ પરમારના આગોતરા જામીન અંગે આવતીકાલે સુનાવણી, જાણો શું છે સમગ્ર ઘટના?

|

Feb 06, 2023 | 10:08 PM

આ ઘટનામાં મહિલાએ આક્ષેપ કર્યો છે કે ઓગસ્ટ 2020માં તે ગજેન્દ્રસિંહ પરમાર સાથે જેસલમેર જઈ રહી હતી, ત્યારે આબુ રોડ પર આવતા ગજેન્દ્ર પરમારે મહિલાની સગીર પુત્રી સાથે શારીરિક છેડછાડ કરી હતી. આ સમયે મહિલા અને ગજેન્દ્રસિંહ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હોવાના અહેવાલ પણ હતા.

Ahmedabad: છેડતીના કેસમાં પૂર્વ પ્રધાન ગજેન્દ્રસિંહ પરમારના આગોતરા જામીન અંગે આવતીકાલે સુનાવણી, જાણો શું છે સમગ્ર ઘટના?

Follow us on

છેડતી કેસમાં રાજ્ય સરકારના પૂર્વ પ્રધાન ગજેન્દ્રસિંહ પરમારની મુશ્કેલી વધી શકે છે ગજેન્દ્રસિંહની આગોતરા જામીન અરજી પર આવતીકાલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. ગજેન્દ્રસિંહ પરમારના જામીન અંગે રાજસ્થાન પોલીસ કોર્ટમાં જવાબ આપશે. નોંધનીય છે કે ગુજરાત હાઈકોર્ટે સુનાવણીની મુદત પૂર્ણ ન થાય ત્યાં સુધી ધરપકડ ન કરવા આદેશ કર્યો હતો, જોકે ધરપકડથી બચવા ગજેન્દ્રસિંહે હાઈકોર્ટમાં દાદ માંગી હતી.

ગજેન્દ્રસિંહ સામે પોક્સો એક્ટ એક્ટ મુજબની ફરિયાદ થઈ છે. પૂર્વ મંત્રીએ આગોતરા જામીનની અરજી હાઇકોર્ટમાં કરી છે તેમજ ગજેન્દ્ર પરમારે સ્થાનિક કોર્ટમાં હાજર રહેવા હાઈકોર્ટમાં બાંહેધરી આપી હતી.

આ ઘટનામાં પીડિતાએ ન્યાય માટે મુખ્યપ્રધાનથી લઈ રાજ્યપાલ સુધી ફરિયાદ કરી હોવાનો આરોપ છે પીડિતાએ કહ્યું હતું કે  મુખ્યપ્રધાન અને ગૃહરાજય પ્રધાનને રજૂઆત કરી હોવા છતાં હજુ મને ન્યાય મળ્યો નથી. પીડિત મહિલાએ પુત્રી સાથે છેડતી થયાના મુદ્દે  રાજસ્થાનમાં ફરિયાદ દાખલ કરી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

POCSO હેઠળ દાખલ થયો છે ગુનો

પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્વ અગાઉ શારિરીક શોષણનો ગંભીર આરોપ મુકનાર મહિલા દ્વારા તેમના વિરૂદ્વ સિરોહી પોલીસ સ્ટેશનમાં ગંભીર આક્ષેપ કરતી ફરિયાદ નોંધવામાં આવી છે. છેડતીની ઘટનામાં સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશ અમિચંદ પટેલ સામે પણ ફરિયાદ દાખલ થઈ છે. કિશોરી સાથે છેડતી કરવાના આરોપમાં બંને સામે પોક્સો એક્ટ (Protection of Children from Sexual Offences Act, 2012) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

જાણો વર્ષ 2020માં શું ઘટના બની હતી?

આ ઘટનામાં મહિલાએ આક્ષેપ કર્યો છે કે ઓગસ્ટ 2020માં તે ગજેન્દ્રસિંહ પરમાર સાથે જેસલમેર જઈ રહી હતી, ત્યારે આબુ રોડ પર આવતા ગજેન્દ્ર પરમારે મહિલાની સગીર પુત્રી સાથે શારીરિક છેડછાડ કરી હતી. આ સમયે મહિલા અને ગજેન્દ્રસિંહ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હોવાના અહેવાલ પણ હતા.

જે બાદ તમામ લોકો જેસલમેર જવાને બદલે અમદાવાદ પરત આવી ગયા હતા. આટલા સમય દરમિયાન ગજેન્દ્રસિંહ વિરૂદ્વ મહિલાએ કરેલા શારીરિક શોષણના આક્ષેપને લઈને કેસ ચાલતો હતો. જેમાં સતત મળતી ધમકીઓના કારણે 5 માર્ચ 2022ના રોજ તેણે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.

Next Article