Ahmedabad: નોકરીમાંથી કાઢી મૂકતાં લીધો બદલો, રાત્રે ઓફિસમાંથી બે લેપટોપ, Led TV અને કોમ્પ્યુટરની કરી ચોરી

|

Aug 28, 2023 | 6:29 PM

અમદાવાદના ચાંગોદર ખાતે એક ઇસમને નોકરી માઠી કાઢી મુક્તા તે જ સંસ્થામાં ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટના બની છે.  ચોરી કરેલો મુદ્દામાલ નરોડાની એક ઓફિસમાં સંતાડી રાખ્યો હતો. ચોરીનું લેપટોપ વહેંચવા જતાં પોલીસે પકડી પાડયા.

Ahmedabad: નોકરીમાંથી કાઢી મૂકતાં લીધો બદલો, રાત્રે ઓફિસમાંથી બે લેપટોપ, Led TV અને કોમ્પ્યુટરની કરી ચોરી

Follow us on

અમદાવાદ જિલ્લાના ચાંગોદર પોલીસ મથક વિસ્તારમાં પોલીસને માહિતી મળી કે બે લોકો ચોરી કરેલું લેપટોપ વેચવા જઈ રહ્યા છે જે માહિતીના આધારે પોલીસે નવાપુરા બ્રિજ પાસેથી એજાજ મલેક અને મુસ્તકીમ બેલીમ નામના વ્યક્તિને પકડી પાડયા હતાં જેની પાસેથી કોઈ પણ બિલ વગરનું લેપટોપ મળી આવ્યું હતું.

પોલીસે પૂછપરછ કરતાં સામે આવ્યું કે મુસ્તકિમ બેલીમ અગાઉ જે.કે પાઇલ કન્ટ્રકસન કંપનીની ઓફિસમા નોકરી કરતો હતો. જ્યાં કામ-કાજ ને લઈ કંપનીમાં તકરાર થતા તેને નોકરી માંથી કાઢી મુકવામાં આવ્યો હતો. જે વાતનુ મનદુખ રાખી આશરે એકાદ મહીના પહેલા કંસ્ટ્રક્શન ઓફીસ માંથી રાત્રીના સમયે બે લેપટોપ, એક એલ.ઈ.ડી ટી.વી તથા એક કોમ્પ્યુટર ની ચોરી કરી હતી.

ચોરી કરેલો માલ મિત્ર એઝાઝ ભીખુમીયા મલેકની સલાહ તથા મદદ થી નરોડા દહેગામ રોડ ખાતે દિનેશભાઈ પટેલની ઓફીસમાં ચોરી કરેલ મુદ્દામાલ સંતાડયો હતો. પોલીસે બન્નેને સાથે રાખી નરોડા દહેગામ રોડ ઉપર આવેલી દિનેશભાઈ પટેલની ઓફીસમાં તપાસ કરતા ત્યાંથી બે લેપટોપ, એક led TV, એક કોમ્પ્યુટર અને બે મોબાઈલ મળી આવ્યા હતા.

'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો
ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?
દરિયામાં મસ્તી કરતી જોવા મળી સચિનની લાડલી સારા, જુઓ ફોટો

પોલીસે સમગ્ર મુદ્દામાલ વિશે પૂછપરછ કરતાં એક પણ વસ્તુનું બિલ હતું નહિ અને બાદમાં આરોપીઓએ પોતે ચોરી કરેલી વસ્તુ હોવાનું કબૂલાત કરી હતી. ચાંગોદર પોલીસે હવે 1.93 લાખનો ચોરીનો મુદ્દામાલ કબ્જે લઇને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે એઝાઝ મલેક, મુસ્તકિમ બેલીમ અને દિનેશ પટેલની ધરપકડ કરી છે.

આ પણ વાંચો : Surat: વરાછાના કે પ્રકાશ જ્વેલર્સના ધાણક બંધુનું ઉઠમણું, ચાર ગ્રાહકોના 12 લાખથી વધુ રુપિયા લઇ થયા ફરાર

હાલતો પોલીસે ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે કે આમાંથી કોઈ પણ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ. આ ઉપરાંત ખરેખર લેપટોપ અને કોમ્પ્યુટર સહિતના મુદ્દા માલ નોકરીના મનદુઃખને કારણે ચોરી કર્યો છે કે અગાઉ પણ આ રીતે ટોળકી દ્વારા ચોરી કરવામાં આવી છે જે તમામ મુદ્દા ઉપર હાલ પોલીસ તપાસ કરી રહી છે.

 અમદાવાદ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:29 pm, Mon, 28 August 23

Next Article