Ahmedabad: CTM નજીક ના એકતા એપાટમેન્ટના ત્રીજા માળના ધાબાનો ભાગ ધરાશયી, જોખમી મકાનોમાં લોકો રહેવા મજબૂર

|

Aug 14, 2021 | 7:09 AM

સમયાંતરે આજ સુધી 6 વ્યકિતઓનો ભોગ લેવાયો છે તથા અનેક નાગરિકો ઇજાગ્રસ્ત બની ચુકયા છે

Ahmedabad: અમદાવાદના હાટકેશ્વર (Hatkeshvar) ભાઈપુરા (Bhaipura) વોર્ડમા આવેલ CTM નજીક ના એકતા એપાટમેન્ટના બ્લોકમા ત્રીજા માળના ધાબાનો ભાગ ધરાશયી થયો. ગુજરાત હાઉસીગ બોર્ડએ 1987 મા સોંપેલ આ 19 બ્લોક ના 456 ઘરો ના તમામ ભાગો જર્જરિત બની ચુકયા હોવા છતા સ્થાનિકો આ જોખમી બની ગયેલા મકાનો મા ભયના ઓથાર હેઠળ રહેવા મજબુર બન્યા છે.

 

સ્થનિકોએ આ અંગેની રજુઆતો તમામ સ્તરે જનપ્રતિનિધિઓને કરી હોવા છતા તેનો કોઈ ઉકેલ આવી રહ્યો નથી. સામાન્ય શ્રમજીવીઓના ગુજરાત હાઉસીગ બોર્ડના આ એકતા એપાટમેન્ટના રહીશો ભયજનક ઈમારતોમાં  રહેવા માટે મજબુર બન્યા છે.

સમયાંતરે આજ સુધી 6 વ્યકિતઓનો ભોગ લેવાયો છે તથા અનેક નાગરિકો ઇજાગ્રસ્ત બની ચુકયા છે. તેમ છતાં રિડેવલેપમ્ન્ટની મળેલ મજુંરી હોવા છતા કામ આગળ વધી શક્યુ નથી.

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મેષ 14 ઓગસ્ટ: આજે દિવસભર વ્યસ્ત રહેશે પરિસ્થિતિ, ગુસ્સા પર રાખજો ખાસ કાબૂ

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, વૃષભ 14 ઓગસ્ટ: અન્યની સલાહને બદલે સાંભળો તમારા મનની વાત, નાણાકીય બાબતોમાં સંભાળવું ખાસ

Next Video