Ahmedabad: શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વિદ્યાર્થીઓ સાથે સ્ટડી ટૂર અંતર્ગત કરી મેટ્રોમાં સફર

|

Oct 08, 2022 | 3:34 PM

મેટ્રોના લોકાર્પણ વખતે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના વિદ્યાર્થીઓને અમદાવાદ મેટ્રો રેલ અને તેના અંડરગ્રાઉન્ડ સ્ટેશનની માહિતી મેળવવાની હાકલ કરી હતી, જેના ભાગરૂપે દૂરદર્શન કેન્દ્ર સ્થિત મેટ્રો સ્ટેશન ખાતે 1000થી વધુ વિદ્યાર્થીઓ સાથે મેટ્રો રેલ સ્ટડી ટૂર યોજી હતી.

Ahmedabad: શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વિદ્યાર્થીઓ સાથે સ્ટડી ટૂર અંતર્ગત કરી મેટ્રોમાં સફર
મેટ્રોમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સાથે સેલ્ફી લેતા વિદ્યાર્થીઓ

Follow us on

અમદાવાદ-ગાંધીનગર જિલ્લાના વિદ્યાર્થીઓ માટે મેટ્રોની (Metro Train) પ્રત્યક્ષ મુલાકાતનું શનિવારે આયોજન કરવામાં આવ્યું હતું. આ મેટ્રો સ્ટડી ટૂર આશરે 1,000 વિદ્યાર્થીઓની સાથે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં  વિદ્યાર્થીઓ આ સ્ટડી ટૂરમાં (Study Tour) જોડાયા હતા અને શિક્ષણ મંત્રી સાથે મેટ્રોની સફર કરી હતી તેમજ શિક્ષણ મંત્રી  જીતુ વાઘાણી (Jitu Vaghani) સાથે  સેલ્ફી લેવાની મજા પણ માણી હતી. નોંધનીય છે કે મેટ્રોના લોકાર્પણ વખતે તાજેતરમાં જ  વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ રાજ્યના વિદ્યાર્થીઓને અમદાવાદ મેટ્રો રેલ અને તેના અંડરગ્રાઉન્ડ સ્ટેશનની માહિતી મેળવવાની હાકલ કરી હતી, જેના ભાગરૂપે દૂરદર્શન કેન્દ્ર સ્થિત મેટ્રો સ્ટેશન ખાતે 1000થી વધુ વિદ્યાર્થીઓ સાથે મેટ્રો રેલ સ્ટડી ટૂર યોજી હતી. આ અંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટર પણ કર્યું હતું.   

આ સ્ટડી ટૂરમાં  વિદ્યાર્થીઓએ મેટ્રો રેલનો વિકાસ, સંચાલન અને તેની દેખરેખ વગેરેને પ્રત્યક્ષ રીતે નિહાળી અને અત્યાધુનિક ટેકનોલોજી વિશેની માહિતી મેળવી હતી.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

 

 

 

આ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના અગ્ર સચિવ એસ.જે. હૈદર અને ટેકનિકલ શિક્ષણ વિભાગના નિયામક જી.ટી. પંડ્યા તેમજ અમદાવાદ મેટ્રોના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે મેટ્રો પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ જનસમુદાયને આધુનિક, સલામત, ઝડપી અને ઇકો ફ્રેન્ડલી પરિવહન સેવાઓ નજીવા દરે પ્રાપ્ત થાય અને એ સાથે જ ટ્રાફિક સમસ્યાઓમાં ઘટાડો થાય તે છે.

ટ્રેનના 21 કિલોમીટર લાંબા પૂર્વ-પશ્ચિમ કોરિડોરની ખાસિયત એ છે કે મેટ્રો ટ્રેન નદી પરથી પસાર થશે અને જમીનની નીચે ભૂગર્ભમાંથી પણ પસાર થાય છે. શહેરનો ભરચક ટ્રાફિક વિસ્તારની નીચેથી ટ્રેન પસાર થઈ કાંકરિયા પૂર્વમાં બહાર નીકળશે. મેટ્રો ટ્રેન શાહપુર દરવાજાથી કાંકરિયા પૂર્વ સુધી અન્ડરગ્રાઉન્ડ 6.5 કિલોમીટર દોડે છે. આ અન્ડરગ્રાઉન્ડ ટનલમાં શાહપુર, ઘી કાંટા, કાલુપુર અને કાંકરિયા પૂર્વ એમ કુલ 4 સ્ટેશન આવશે. હાલના સમયમાં જો વાહન લઈને શાહપુરથી કાંકરિયા જવું હોય તો દિલ્હી દરવાજા, કાલુપુર, સારંગપુર અને કાંકરિયા ઝૂ તરફ જતાં 30 મિનિટ થાય, પરંતુ મેટ્રો ટ્રેનમાં માત્ર 7 મિનિટમાં જ કાંકરિયા પહોંચી જવાશે.

Next Article