Ahmedabad: ડ્ર્ગ્સ સપ્લાયર અમીનાબાનુની વધી મુશ્કેલી,ડ્રગ્સમાંથી વસાવેલી સંપત્તિ કરાશે કબ્જે

|

Aug 27, 2022 | 11:56 PM

અમીના બાનુ  આ પહેલા પણ ડ્રગ્સના કેસમાં 11 વર્ષની સજા ભોગવી ચુકી છે. એટલે કે તે લાંબા સમયથી ડ્રગ્સનો  (Drugs )ધંધો કરતી હોવાનું પોલીસ માની રહી છે અને આ ડ્રગ્સની આવકમાંથી તેણે જે સંપતિ વસાવી છે તે સંપતિ કબ્જે કરવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

Ahmedabad: ડ્ર્ગ્સ સપ્લાયર અમીનાબાનુની વધી મુશ્કેલી,ડ્રગ્સમાંથી વસાવેલી સંપત્તિ કરાશે કબ્જે

Follow us on

ડ્રગ્સ સપ્લાયર અને બુટલેગર (Drugs dealer) મહિલા આરોપી અમીનાબાનુની તપાસ દરમિયાન પોલીસે  (Police) હવે તેને કાયદાકીય ગાળીયો કસવાની શરૂઆત કરી છે. આમીનાબાનુના ઘરે તપાસ કરી તેની પ્રોપર્ટી અને ડ્રગ્સની આવકમાંથી ખરીદેલી સંપતિ જપ્ત કરવા માટે એસઓજી (SOG) દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.  શહેરના કાલુપુર અને તેના આસપાસના વિસ્તારમાં ડ્રગ્સનુ નેટવર્ક ચલાવતી મહિલા ડોન અમીનાબાનુની ધરપકડ બાદ પોલીસે તેની સંપતિ જપ્તે કરવાની કાર્યવાહી શરૂ કરી છે.

 

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

 સંપત્તિ  કરવામાં આવશે જપ્ત

અમીના બાનુ  આ પહેલા પણ ડ્રગ્સના કેસમાં 11 વર્ષની સજા ભોગવી ચુકી છે. એટલે કે તે લાંબા સમયથી ડ્રગ્સનો  (Drugs )ધંધો કરતી હોવાનું પોલીસ માની રહી છે અને આ ડ્રગ્સની આવકમાંથી તેણે જે સંપતિ વસાવી છે તે સંપતિ કબ્જે કરવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.. આ ઉપરાંત અમીનાબાનુના મોબાઈલની વિગત મેળવી તે કયા-કયા ડ્રગ્સ ડિલર અને સપ્લાયરના સંપર્કમાં હતી તેની પણ માહિતી પોલીસ મેળવી રહી છે. જેથી તેના વિરુધ્ધમાં કાર્યવાહી થઈ શકે.

અમદાવાદની સૌથી જૂની ડ્રગ્સ ડીલર

અમદાવાદની સૌથી જૂની ડ્રગ્સ ડીલર   અમીનાની સ્પેશિયલ ઓપરેશન ગૃપે   ધરપકડ કરી હતી. ત્યારબાદ રોજેરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આ સમગ્ર પ્રકરણમાં આજે એસઓજીની ટીમે અમીનાબાનુને સાથે રાખીને તેના કાલુપુર સ્થિત ભંડેરી પોળમાં આવેલા ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જ્યાં ટીમને એક મોબાઈલ અને એક ચિઠ્ઠી પર લખેલા બે નંબરો મળી આવ્યા હતા. આ નંબરો ડ્રગ્સના કનેક્શન હોવાનું હાલ એસઓજી માની રહી છે.

અમીનાબાનુુનું નેટવર્ક મુંબઈ સુધી હોવાની વિગતો સામે આવી

બુટલેગરથી ડ્રગ્સ માંફિયા બનેલી આરોપી અમીનાબાનુનું નેટવર્ક મુંબઈ સુધી ફેલાઈ હોવાનું તપાસમાં ખુલ્યું છે. જેથી SOGની ટીમે તેના નિવાસસ્થાને સર્ચ કર્યાં બાદ બેન્ક એકાઉન્ટ અને મિલકતની પણ તપાસ કરશે. આ ઉપરાંત ડ્રગ્સ પેડલરોના નામનું લિસ્ટ મળી આવતા જુદી જુદી ટીમોએ પેડલરોની ધરપકડને લઈને કાર્યવાહી શરૂ કરી ત્યારે પેડલરોના નંબર સાથેનું લિસ્ટ મળી આવ્યું છે સાથે જ ફોનમાંથી પણ તમામ વિગતો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

Next Article