અમદાવાદ: ઉત્તરાયણ માટે પોળોના ધાબાના ભાડામાં ધરખમ વધારો, 25 હજારથી લઈ 3 લાખ સુધી બોલાયા ભાડા

|

Jan 11, 2023 | 1:02 PM

બે દિવસના આ તહેવાર માટે કેટલાક લોકો ભાડા પર ટેરેસ, ધાબા લેતા હોય છે. ત્યારે અમદાવાદમાં ઉત્તરાયણ માટે ટેરેસની માંગમાં વધારો થયો છે. ટેરેસની માંગ વધતા હવે તેના ભાડા પણ આસમાને પહોંચ્યાં છે. મળતી માહિતી મુજબ અમદાવાદની અનેક પોળોમાં ટેરેસના રેન્ટ 25 હજારથી લઈને 3 લાખ પહોચ્યાં છે.

અમદાવાદ: ઉત્તરાયણ માટે પોળોના ધાબાના ભાડામાં ધરખમ વધારો, 25 હજારથી લઈ 3 લાખ સુધી બોલાયા ભાડા
AHMEDABAD: Drastic increase in the rent of half roofs for Uttarayan

Follow us on

ઉતરાયણને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે આ દરમિયાન કેટલાય લોકો ઉતરાયણનો તહેવાર મનાવવા વિદેશથી ગુજરાત આવતા હોય છે. ત્યારે બે દિવસના ઉત્તરાયણના તહેવાર માટે લોકો પતંગ દોરીથી લઈને ડીજે પાર્ટી તેમજ ખાવા પીવામાં પણ ઘણો ખર્ચો કરતા હોય છે. તેમજ બે દિવસના આ તહેવાર માટે ભાડા પર ટેરેસ/ ધાબા લેતા હોય છે. ત્યારે અમદાવાદમાં ઉત્તરાયણ માટે ટેરેસની માંગમાં વધારો થયો છે. ત્યારે ટેરેસની માંગ વધતા હવે તેના ભાડા પણ આસમાને પહોંચ્યાં છે.  મળતી માહિતી મુજબ અમદાવાદની અનેક પોળોમાં ટેરેસના રેન્ટ 25 હજારથી લઈને 3 લાખ પહોચ્યાં છે. જે ખરેખર નવાઈની વાત છે કારણે આ અગાઉ ધાબાના ભાવમાં આટલો વધારો ક્યારેય જોવા મળ્યો નથી.

 ધાબાના ભાવ 25 હજારથી લઈ 3 લાખ સુધી

યણનો તહેવાર મનાવવા દેશ વિદેશથી લોકો આવતા હોય છે તેમજ તે ગુજરાતીઓ જે ગુજરાતની બાહર હોય છે તે પણ આ બે દિવસ પોતાના મિત્રો અને પરિવાર સાથે તહેવારની મજા માણવા ગુજરાત આવતા હોય છે. ત્યારે ગુજરાતના અમદાવાદમાં પતંગ ઉત્સવનો એક અલગ જ નજારો જોવા મળતો હોય છે. ત્યારે વિદેશીઓના આગમના કારણે તેમજ બે વર્ષ કોરોના ગેપ બાદ આ તહેવાર બધી છુટછાટ સાથે મનાવવામાં આવી રહ્યો છે ત્યારે અમદાવાદીઓની પોળના ટેરેસના ભાવ આસમાન આંબી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 24-01-2025
1927ની આ સૌથી ચર્ચિત ફિલ્મ જેણે જીત્યો હતો ઇતિહાસનો પહેલો ઓસ્કાર એવોર્ડ
પૂર્વ ક્રિકેટરે ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ પર લગાવ્યો 'ગંભીર' આરોપ
Tulsi Rituals in Sutak : શું સૂતકમાં તુલસીના છોડ પર પાણી રેડી શકાય? જાણો નિયમ
Birth Dates Secrets : આ તારીખે જન્મેલી છોકરી પર ધન, વૈભવ અને સમૃદ્ધિની થશે વર્ષા ! જાણો કારણ
શોએબ મલિકની ત્રીજી પત્ની છે 'હુસ્ન પરી' જુઓ તેની ખૂબસૂરત તસવીરો

અડધા દિવસ માટે પણ લોકો 1 લાખથી 1.5 લાખ આપવા તૈયાર

ગુજરાતમાં પતંગબાજીમાં ખાસ પ્રકારના માંઝાનો ઉપયોગ કરીને વિરોધીના પતંગ કાપવાની મજા કંઈક અલગ હોય છે. ત્યારે અમદાવાદમાં પતંગ ઉત્સવ મનાવવા આવતા વિદેશીઓ અને અન્ય રાજ્યમાંથી આવતા ગુજરાતના લોકો માટે ઉત્તરયણ આંનદનો ઉત્સવ છે. આ તહેવારમાં ગુજરાતી સંસ્કૃતિ અને વિવિધ વ્યંજનોની ઝલક જોવા મળે છે. ત્યારે અમદાવાદની પોળોના ધાબાનું ભાડું 2020ની સરખામણીમાં બેથી ત્રણ ગણુ વધી ગયું છે. ઉત્તરાયણના બે દિવસના તહેવાર માટે ધાબાના ભાડાનો ભાવ રુપિયા 25 હજારથી લઈને 3 લાખ રુપિયા સુધી બોલાઈ રહ્યા છે. અમદાવાદની અનેક પોળમાં NRIઓ તહેવાર મનાવવા આવી રહ્યા છે ત્યારે અગાઉ ક્યારેય ન જોવા મળ્યા હોય તેવા આ વખતે ભાવ બોલાઈ રહ્યા છે. તેમજ અડધા દિવસ માટે પણ લોકો 1 લાખથી 1.5 લાખ આપવા તૈયાર થઈ જાય છે. ત્યારે આ ધાબાની સાથે સુવિધામાં બ્રેકફાસ્ટથી લઈને ડિનર સુધીની તમામ વ્યવસ્થા કરી આપવામાં આવે છે.

Next Article