Ahmedabad: સાણંદમાં ઊજવાશે જિલ્લા કક્ષાનું સ્વાતંત્ર્ય પર્વ, તૈયારીઓની સમીક્ષા કરાશે

સાણંદ એપીએમસી ખાતે યોજાયેલી બેઠકમાં અધિક નિવાસી કલેકટર સુધીર પટેલ, અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષક (ગ્રામ્ય) અમિત વસાવા, જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ તથા સાણંદ તાલુકાના પ્રાંત સહિતના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Ahmedabad: સાણંદમાં ઊજવાશે જિલ્લા કક્ષાનું સ્વાતંત્ર્ય પર્વ, તૈયારીઓની સમીક્ષા કરાશે
Sanand Independence Day
| Edited By: | Updated on: Jul 27, 2023 | 5:28 PM

Ahmedabad: અમદાવાદમાં જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની( (Independence Day)ઉજવણી સાણંદના (Sanand)એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે કરાશે. જેમાં અમદાવાદ જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે. એ સ્વાતંત્ર્ય પર્વના ઉજવણી સ્થળની મુલાકાત લઈને આયોજન અને પૂર્વતૈયારીઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું છે. જેમાં આઝાદીના અમૃત મહોત્સવના માહોલમાં સમગ્ર દેશની સાથે સાથે અમદાવાદ જિલ્લો પણ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવા માટે ઉત્સાહિત છે.

જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.ના માર્ગદર્શનમાં આ વર્ષે સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સાણંદમાં એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે કરવાનું આયોજન કરાયું છે.

આયોજન અને પૂર્વ તૈયારીઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું

સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી માટે સમગ્ર જિલ્લા તંત્ર પ્રયત્નશીલ છે. કલેકટ પ્રવીણા ડી.કે.એ ૧૫ મી ઑગસ્ટની ઉજવણીના સ્થળ – સાણંદની એપીએમસી ખાતે રૂબરૂ મુલાકાત લઈને આયોજન તથા પૂર્વ તૈયારીઓ અંગે બેઠક યોજી હતી. આ બેઠકમાં વિવિધ વિભાગોને સોંપવામાં આવેલી કામગીરી અંગે સૂચનો આપ્યાં હતાં તેમજ આયોજન અને પૂર્વ તૈયારીઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ પણ વાંચો : ગુજરાતનું ગૌરવ, Ahmedabadના યુવાને 800 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓના પેપર લખીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો

સાણંદ એપીએમસી ખાતે યોજાયેલી બેઠકમાં અધિક નિવાસી કલેકટર સુધીર પટેલ, અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષક (ગ્રામ્ય) અમિત વસાવા, જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ તથા સાણંદ તાલુકાના પ્રાંત સહિતના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો