Ahmedabad: મચ્છરોના બ્રિડીંગ મળતા સાણંદ GIDCના 49 ઔદ્યોગિક એકમોને નોટીસ
2022 સુધી ગુજરાત અને 2030 સુધીમા સંપૂર્ણ ભારત મેલેરિયા મુક્ત બને તેવા ઉદેશ્ય સાથે ઝુંબેશ હાથધરી

Ahmedabad: મચ્છરોના બ્રિડીંગ મળતા સાણંદ GIDCના 49 ઔદ્યોગિક એકમોને નોટીસ

| Edited By: | Updated on: Jul 31, 2021 | 9:37 AM

કોઈ પણ તાવ મલેરિયા હોય શકે છે એટલે તાવ આવે તો આરોગ્ય કાર્યકર અથવા તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જઈને લોહીની તપાસ કરાવવી જોઈએ.

Ahmedabad મચ્છરોના બ્રિડીંગ મળતા સાણંદ GIDCના 49 ઔદ્યોગિક એકમોને નોટીસ ફટકારવામાં આવી છે. અમદાવાદ જિલ્લા મેલેરિયા અધિકારીના આદેશથી આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત ફિલ્ડમાં ઇન્ટ્રાડોમેસ્ટિક અને પેરાડોમેસ્ટિક કામગીરી પ્રોપર રીતે થાય તેની પણ સૂચનાઓ આપવામાં આવી હતી.

 

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી ડૉ.અનિલ ધામેલિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શૈલેષ પરમાર અને અમદાવાદ જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના આદેશથી આરોગ્ય વિભાગના કર્મચારીઓ સુપરવાઇઝરો દ્વારા સાણંદ જીઆઇડીસી ના 74 ઔદ્યોગિક એકમો ની ચકાસણી કરવામાં આવી હતી.

કોઈ પણ તાવ મલેરિયા હોય શકે છે એટલે તાવ આવે તો આરોગ્ય કાર્યકર અથવા તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જઈને લોહીની તપાસ કરાવવી જોઈએ. પાણીના પાત્રો હવાચુસ્ત ઢાંકણથી ઢાકીને રાખવા જોઇએ. રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત 2022 સુધી ગુજરાત અને 2030 સુધીમા સંપૂર્ણ ભારત મેલેરિયા મુક્ત બને તેવા ઉદેશ્ય સાથે હાથ ધરાયેલી ઝુંબેશના ભાગરૂપે અમદાવાદ જિલ્લા પંચાયત સંલગ્ન મેલેરિયા શાખા દ્વારા ઝુંબેશના ભાગરૂપે વાહક જન્ય રોગ નિયંત્રણ કામગીરી કરવામાં આવી રહી છે તેમ જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યુ હતુ.