Ahmedabad: મહંમદપુરા બ્રિજમાં બેદરકારી દાખવનાર કંપનીને બ્લેક લિસ્ટ કરવા વિપક્ષ કોંગ્રેસની માગ, કર્યા આ આક્ષેપો

|

Mar 23, 2023 | 10:26 PM

અમદાવાદના મહંમદપુરા ફલાયઓવર તથા હાટકેશ્વર ફલાયઓવર બ્રિજના કામમાં વિવાદિત ભુતકાળ ધરાવતી મલ્ટી મીડીયા કન્સલટન્સીને તાકીદે બ્લેકલીસ્ટ કરવાની વિપક્ષ કોંગ્રેસે માગ કરી છે.  જેમાં કોર્પોરેશનના ડ્રીમ પ્રોજેકટ એવા ખારીકટ કેનાલ બ્યુટીકીકેશન તથા ગાંધી આશ્રમ ડેવલપમેન્ટના ડીઝાઇન કન્સલટન્ટ તરીકેના વધુ કામો પણ કન્સલટન્સીને આપવામાં આવ્યા છે. 

Ahmedabad: મહંમદપુરા બ્રિજમાં બેદરકારી દાખવનાર કંપનીને બ્લેક લિસ્ટ કરવા વિપક્ષ કોંગ્રેસની માગ, કર્યા આ આક્ષેપો
Ahmedabad Bridge

Follow us on

અમદાવાદના મહંમદપુરા ફલાયઓવર તથા હાટકેશ્વર ફલાયઓવર બ્રિજના કામમાં વિવાદિત ભુતકાળ ધરાવતી મલ્ટી મીડીયા કન્સલટન્સીને તાકીદે બ્લેકલીસ્ટ કરવાની વિપક્ષ કોંગ્રેસે માગ કરી છે.  જેમાં કોર્પોરેશનના ડ્રીમ પ્રોજેકટ એવા ખારીકટ કેનાલ બ્યુટીકીકેશન તથા ગાંધી આશ્રમ ડેવલપમેન્ટના ડિઝાઈન કન્સલટન્ટ તરીકેના વધુ કામો પણ કન્સલટન્સીને આપવામાં આવ્યા છે.

ઔડા દ્વારા મલ્ટી મીડીયા કન્સલટન્સી નામની કંપનીને કામ આપેલ હતું

આ ઉપરાંત વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે થોડા સમય અગાઉ ઔડા દ્વારા મહંમદપુરા ફલાયઓવર બ્રિજ બનાવેલ તે બ્રિજ તુટી જવા પામેલ તે બ્રિજના પી.એમ.સી. તરીકે ઔડા દ્વારા મલ્ટી મીડીયા કન્સલટન્સી નામની કંપનીને કામ આપેલ હતું તે કંપની દ્વારા પી.એમ.સી. તરીકે કરવાની થતી કામગીરી પ્રત્યે બેદરકાર રહી ગેરરીતી થવા બદલ મલ્ટી મીડીયા કન્સલટન્સી ને તાકીદે દુર કરેલ હતી તેમ છતાં ત્યારબાદ જુલાઇ -2022 માં અમદાવાદ મ્યુનિ.કોર્પો.દ્વારા મલ્ટી મીડીયા કન્સલટન્સીને બ્રીજ એક્ષપર્ટ કન્સલટન્સી તરીકે નિમણુંક આપેલ જે આશ્ચર્યજનક બાબત છે.

 1200 કરોડનું ડિઝાઈન કન્સલટન્ટ તરીકે કામ આપવામાં આવેલ છે

વિપક્ષે કહ્યું કે હાલમાં 1200 કરોડના માતબર ખર્ચે થનાર ખારીકટ કેનાલના ડેવલપમેન્ટના કામમાં કુલ કામના 1 ટકા મુજબ રૂપિયા 1200 કરોડનું ડિઝાઈન કન્સલટન્ટ તરીકે કામ આપવામાં આવેલ છે. ગાંધી આશ્રમ ડેવલપમેન્ટના કામમાં મ્યુ.કોર્પોનો હિસ્સો રૂપિયા 235 કરોડ આવે છે તે રૂપિયા 235 કરોડના કામમાં કુલ કામના 0.9 ટકાના મુજબ રૂપિયા 2.12 કરોડનું ડીઝાઇન કન્સલટન્ટ તરીકે કામ આપવામાં આવેલ છે

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જેથી ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ તથા ખારીકટ કેનાલનું બ્યુટીકીકેશન તથા બ્રિજના કામોમાં ગેરરીતી, ભષ્ટ્રાચાર તથા કામમાં હલકી ગુણવત્તા થવાની સંભાવનાઓ વધુ વકરતી જશે તેમાં કોઇ શકાંને સ્થાન નથી જેથી ઉપરોક્ત કામોમાં ડિઝાઇન કન્સલટન્ટ તથા બ્રિજ એક્ષપર્ટ કન્સલટન્ટ તરીકે મલ્ટી મીડીયા કન્સલટન્સીને તાકીદે દુર કરી બ્લેકલીસ્ટ કરવા કોંગ્રેસ પક્ષે માંગ કરી છે.

આ પણ વાંચો : Gujarati Video : રખડતા શ્વાનના આતંકથી રાજકોટની મહિલાએ ગુમાવ્યો જીવ, સારવાર દરમિયાન થયું મોત

Next Article