Ahmedabad : યુનિવર્સિટી-કોલેજોમાં શિક્ષણકાર્ય શરૂ, NSUIની હોસ્ટેલ ઝડપથી શરૂ કરવા માગ

|

Jul 30, 2021 | 11:14 PM

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની વિવિધ હોસ્ટેલ અને સમાજ કલ્યાણ વિભાગની સમરસ હોસ્ટેલ હજુ શરૂ થઈ નથી. રાજ્યના અંતરિયાળ વિસ્તારમાંથી પરીક્ષા આપવા કે સ્પર્ધાત્મક તૈયારી કરતા વિદ્યાર્થીને પીજી કે હોટલમાં રહેવા મજબૂર છે.

Ahmedabad : રાજ્યમાં 15 જુલાઈથી યુનિવર્સિટી અને કોલેજમાં શિક્ષણકાર્ય શરૂ થયું છે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની વિવિધ હોસ્ટેલ અને સમાજ કલ્યાણ વિભાગની સમરસ હોસ્ટેલ હજુ શરૂ થઈ નથી. રાજ્યના અંતરિયાળ વિસ્તારમાંથી પરીક્ષા આપવા કે સ્પર્ધાત્મક તૈયારી કરતા વિદ્યાર્થીને પીજી કે હોટલમાં રહેવા મજબૂર છે. NSUIના આગેવાન અને વિદ્યાર્થીઓએ તાત્કાલિક સમરસ અને અન્ય હોસ્ટેલ શરૂ કરવાની સરકાર પાસે માગણી કરી. જેથી વિદ્યાર્થીઓને રોકાવવાનો અને પરિવહનનો ખર્ચ બચી જાય. અને હોસ્ટેલમાં રહી વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ ઓછા ખર્ચે આગળ કરી શકે. આ મુદ્દે રાજ્ય સરકાર ગાઈડલાઈન જાહેર કરે તેવી વિદ્યાર્થીઓએ માગણી કરી.

 

Next Video