
અમદાવાદ(Ahmedabad) સાયબર ક્રાઇમે (Cyber Crime) યુટ્યુબ ચેનલના માધ્યમથી ફેક ન્યૂઝ(Fake News)ફેલાવી રૂપિયા કમાતા ત્રણ લોકોની ધરપકડ કરી છે. જે યૂટ્યૂબ ચેનલ ચાલુ કરી ફેક ન્યુઝ આપી રૂપિયા કમાતા હતા પણ આખરે સાયબર ક્રાઇમની સકંજામાં આવી ગયા છે. જેમાં સાયબર ક્રાઇમે સુરેશ પરમાર,જીગર ધામેલીયા,સુરેશ લુહાર નામના ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જેમાં પૈસા કમાવવાની લાલચમા આ ત્રણે આરોપીએ અલગ અલગ યૂટ્યૂબ ચેનલ બનાવી જેમાં ખોટા સનસનીખેજ અને આકર્ષક સમાચાર પોસ્ટ કરી યુ ટ્યુબમા વ્યુ મેળવી પૈસા કમાતા હતા.આ ત્રણે આરોપી છેલ્લા એક વર્ષથી ગુજરાતની અલગ અલગ ઘટનાઓ અંગે ખોટા સમાચાર બનાવી યૂટ્યૂબ પર મૂકી લાઈક અને વ્યુ મેળવતા હતા જેના આધારે તેમને પૈસા મેળવતા હતા. તેમની ફેક ન્યુઝની યૂટ્યૂબ ચેનલ સામે આવતા સાયબર ક્રાઇમે કાર્યવાહી કરી છે.
આ ટ્યુબ ચેનલના મથાળા હેઠળ રથયાત્રામાં હુમલો થયો છે, દ્વારકા મંદિર તણાઈ ગયું, જેવા ખોટા અને લોકોમાં ભયનો માહોલ ફેલાવતા સમાચાર પ્રસારિત કરતા હતા. આ આરોપીઓ આવા ખોટા અને સનસની ફેલાવે તેવા સમાચાર પ્રસારિત કરીને મહિને 1 લાખ વધારે રૂપિયા કમાતા હતા.સાયબર ક્રાઇમે હવે આવા ભય ફેલાવતા સમાચાર પ્રસારિત કરતા અલગ અલગ 5 યુ ટ્યુબ ન્યુઝ ચેનલ JD ન્યુઝ,એજ્યુકેશન ટ્રેન્ડ,ગુજરાતી મીડિયા ન્યુઝ,ગુજરાત એક સાગર,યુવરાજ રબારી ફેન ક્લબ નામની યુ ટ્યુબ ચેનલના સંચાલકો સામે ગુનો નોંધી છે. તેમજ 3 યુટ્યુબ ચેનલ સંચાલકોની ધરપકડ કરી છે.
વધારે વ્યુર્સ મેળવા માટે આવા ફેક હેડિંગ સાથે ન્યુઝ પ્રસારિત કરતા યૂટ્યૂબ સંચાલકો સામે સાયબર ક્રાઇમે કાર્યવાહી હાથ ધરી છે…ત્યારે આગામી દિવસમાં આવા યુ ટ્યુબ ચેનલો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
Published On - 10:18 pm, Sat, 9 July 22