Ahmedabad: સોશિયલ મિડીયા પર પોલીસની બાજ નજર, ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરનારની સાયબર ક્રાઈમે ધરપકડ કરી

|

Jun 12, 2022 | 10:00 PM

અમદાવાદના(Ahmedabad) ઈરસાદ અન્સારી નામના યુવકે પોતાના ફેસબુક અને વોટ્સએપ થકી ભડકાઉ મેસેજ વાયરલ કર્યા હતા. જેથી સાયબર ક્રાઈમે તેની વિરુધ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે . આ ઉપરાંત સોશિયલ મિડીયામાં ખોટા અને ભડકાઉ મેસેજ વાયરલ કરનાર પર સાયબર ક્રાઈમ સતત નજર રાખી રહી છે.

Ahmedabad: સોશિયલ મિડીયા પર પોલીસની બાજ નજર, ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરનારની સાયબર ક્રાઈમે ધરપકડ કરી
Ahmedabad Cyber Crime Arrest Accused

Follow us on

અમદાવાદમાં(Ahmedabad)  સોશિયલ મિડીયા(Social Media) પર ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરનાર આરોપીની સાયબર ક્રાઈમે(Cyber Crime)  ધરપકડ કરી છે. જેમાં નુપુર શર્મા ધ્વારા કરવામાં આવેલા વિવાદિત નિવેદન બાદ દેશભરમાં હિંસા ફાટી નીકળી છે.. તેવામાં કોમી વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ સોશિયલ મિડીયામાં કરવા બદલ સાયબર ક્રાઈમે કાર્યવાહી હાથ ધરી છે. મોહમ્મદ પયગંબર વિશે વિવાદિત નિવેદન કરનાર નુપુર શર્માનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. તેવામાં કેટલાક શહેરમાં તોફાનો પણ ફાટી નિકળ્યા છે. જે અંતર્ગત સોશિયલ મિડીયામાં ખોટા અને ભડકાઉ મેસેજ વાયરલ કરનાર પર સાયબર ક્રાઈમ સતત નજર રાખી રહી છે. તેવી જ એક તપાસમાં અમદાવાદના ઈરસાદ અન્સારી નામના યુવકે પોતાના ફેસબુક અને વોટ્સએપ થકી ભડકાઉ મેસેજ વાયરલ કર્યા હતા. જેથી સાયબર ક્રાઈમે તેની વિરુધ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે .

નુપુર શર્માની વિરોધમાં અમદાવાદમાં પણ છેલ્લા બે દિવસથી લોકો રોડ પર ઉતરી આવ્યા છે. અને તેની ફાંસીની માંગ કરી રહ્યા છે. આની સાથે જ કેટલાક વિસ્તારોમાં પથ્થરમારાની ઘટનાઓ પણ બની છે. પરંતુ અમદાવાદ શહેરમાં કોઈ અનિચ્છનિય બનાવ નથી બન્યો. તેથી આરોપી ઈરસાદ અન્સારી એ મુસ્લિમ સમાજના યુવકોની ઉશ્કેરણી થાય અને અમદાવાદની શાંતિ ડોહળાય તે માટે પોસ્ટ મુકી હતી.. જોકે પોલીસના ધ્યાને આ પોસ્ટ આવતા પોલીસે તેની ધરપકડ કરી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

મહત્વનુ છે કે , છેલ્લા કેટલાક દિવસથી ચોક્કસ ધર્મની લાગણી દુભાય અને ઉશ્કેરણી થાય તેવા મેસેજ સોશિયલ મિડીયામાં વાયરલ થઈ રહ્યા છે. જેથી સાયબર ક્રાઈમની બાજ નજર સોશિયલ મિડીયા પર છે, અને તમામ મેસેજની તપાસ પણ કરવામાં આવે છે. સાથે જ પોલીસ લોકોને અપીલ કરે છે કે આવી કોઈપણ પોસ્ટ કરવી નહી.

Next Article