Ahmedabad : એલઆઇસી પોલિસીના રિફંડના બહાને ઓનલાઇન છેતરપિંડી કરતી ગેંગના મુખ્ય સાગરીતની ધરપકડ

|

Apr 09, 2022 | 4:53 PM

સાયબર ક્રાઈમ ઓનલાઇન છેતરપિંડી (Fraud) તપાસ કરી રહી છે.આરોપી આલોક ગોયલ 45 કરતાં વધુ બેન્ક એકાઉન્ટ ધરાવે છે અને એકાઉન્ટમાં છેતરપિંડી કરેલા નાણાં જમા થાય છે. તેથી સાઇબર ક્રાઇમ આ તમામ બેંક એકાઉન્ટની તપાસ કરી રહી છે અને પોતાને ત્યાં રાખેલા નોકરી કરતા યુવક યુવતીઓની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

Ahmedabad : એલઆઇસી પોલિસીના રિફંડના બહાને ઓનલાઇન છેતરપિંડી કરતી ગેંગના મુખ્ય સાગરીતની ધરપકડ
Ahmedabad Cyber Crime Arrsest Accused In Online Fraud Case

Follow us on

અમદાવાદમાં(Ahmedabad)લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસીનું(LIC) રિફંડ આપવાના બહાને છેતરપિંડી(Fraud)કરતી ગેંગના મુખ્ય સાગરીતની અમદાવાદ સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. જેમાં આરોપીની પૂછપરછમાં અમદાવાદ, દિલ્હી, મુંબઇ સહિતના પાંચ થી વધુ ગુનાનો ભેદ ઉકેલાયો  છે. જે ગુનામા કુલ એક કરોડ 72 લાખ ની રકમની છેતરપિંડી કરવામાં આવી હતી. અમદાવાદ સાયબર ક્રાઈમે ધરપકડ કરેલા આરોપીનું નામ આલોક ગોયલ છે. જે મૂળ ઉત્તર પ્રદેશ ગાજીયાબાદ નો રહેવાસી છે. જેમાં દિલ્હીમાં રહી ડીપી છેતરપિંડી આચરતો હતો. આ આરોપી એવા ગ્રાહકોનો ડેટા મેળવતો જે ગ્રાહકો ને વીમા કંપની સાથે તકરાર ચાલતી હોય.. તેવા ગ્રાહકો ની માહિતી મેળવી વિમો ફરી શરૂ કરવા અથવા પોલીસી રિફંડ કરવાના બહાને અલગ અલગ ચાર્જ પેટે રૂપિયા પડાવતો હતો.. જેમા અમદાવાદ ની મહિલા સાથે 45 બેંક અકાઉન્ટ મા 91.76 લાખ પડાવી લીધા છે. આ છેતરપિંડી આચરવા માટે આરોપી GICB અને NPCIના બનાવટી લેટર પેડનો પણ ઉપયોગ કરતા હોવાનુ સામે આવ્યુ છે.

આરોપીના બેન્ક એકાઉન્ટ તથા અન્ય બનાવટી મેલ આઇડીની તપાસ

જેમાં સાયબર ક્રાઇમે કરેલી આરોપી આલોકની પૂછપરછમાં હકીકત સામે આવી છે કે અમદાવાદ સાઇબર ક્રાઇમ ખાતે નોંધાયેલા 4 અને દિલ્હી, મુંબઈ ના મળી કુલ 5 થઈ વધુ ગુનાનો ભેદ ઉકેલાયો છે. આની સાથે જ છે ગુનાની રકમનો આંક 1.72 કરોડ થાય છે જેથી આરોપીની પૂછપરછમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોના ગુનાનો ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.. સાથે જ આરોપીના બેન્ક એકાઉન્ટ તથા અન્ય બનાવટી મેલ આઇડીની તપાસ કરતા અન્ય ભોગ બનનાર લોકો પણ સામે આવે તેવી શક્યતાઓ છે.

જે અંગે સાયબર ક્રાઈમ તપાસ કરી રહી છે.આરોપી આલોક ગોયલ 45 કરતાં વધુ બેન્ક એકાઉન્ટ ધરાવે છે અને એકાઉન્ટમાં છેતરપિંડી કરેલા નાણાં જમા થાય છે. તેથી સાઇબર ક્રાઇમ આ તમામ બેંક એકાઉન્ટની તપાસ કરી રહી છે અને પોતાને ત્યાં રાખેલા નોકરી કરતા યુવક યુવતીઓની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ત્યારે આરોપીની તપાસ દરમિયાન શું નવા ખુલાસા થાય છે તે મહત્વનું છે

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ પણ વાંચો :  નર્મદા : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દ્વિદિવસીય નેશનલ જ્યુડિશિયલ કોન્ફરન્સનો શુભારંભ કરાવ્યો

આ પણ વાંચો : Surat ની માતા તેના બે પુત્રો સાથે પડકારજનક ‘મિશન ભારત’ પર: કાર ડ્રાઈવિંગ કરી સમગ્ર ભારત ભ્રમણ કરશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

Next Article