અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક દાયકા બાદ મર્ડરના ગુનાનો ભેદ ઉકેલીને આરોપીની ધરપકડ કરી છે. જેમાં સમગ્ર કેસની વિગત મુજબ
10 વર્ષ પૂર્વે પોતાની પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા રાખી પતિએ હત્યા કરી.જે આધેડ અવસ્થામાં હત્યા કરનાર આરોપી વૃદ્ધાવસ્થામાં ઝડપાયો છે. આ લાચાર વૃદ્ધએ આધેડ અવસ્થામાં પોતાની પત્ની હત્યા કરી ફરાર થઈ ગયો હતો.10 વર્ષ બાદ આ હત્યારો પતિ પોલીસની પકડમાં આવ્યો છે. આ ઘટનાની વિગતે વાત કરીએ તો વર્ષ 2013માં અમરાઈવાડીમાં હત્યાનો ગુનો નોંધાયો હતો.
જેમાં પતિ ભીમસિંગ પાટીલએ પત્ની ધનકોર પર ચારિત્ર્યની શંકા રાખીને એલ્યુમિનિયમ દસ્તાથી માથાના ભાગે મારી હત્યા કરી હતી.જેની બાદ આરોપી પતિ મધ્યપ્રદેશ ભાગી ગયો હતો.10 વર્ષ બાદ ક્રાઇમ બ્રાંચને એક માહિતી મળી હતી કે તે મહારાષ્ટ્રની એક હોટલમાં હેલ્પર તરીકે કામ કરે છે જેના આધારે ક્રાઇમ બ્રાંચે મહારાષ્ટ્ર નજીક આવેલ જલગાવ વિસ્તારમાં ક્રિષ્ના હોટલમાંથી તેની ધરપકડ કરી છે.
ક્રાઇમ બ્રાંચની ગિરફતમાં રહેલ ભીમસિંગ પાટીલ પત્ની હત્યા કર્યા બાદ મધ્યપ્રદેશ,ખંડવા, ઇન્દોર અને મહારાષ્ટ્રના જલગાવ વિસ્તારમાં આવેલ અલગ અલગ હોટલમાં હેલ્પર તરીકે કામ કરતો હતો..જોકે વૃદ્ધ ભીમસિંગ પાટીલ પોતાની પત્ની હત્યા ચારિત્ર્ય શંકા લઈ કરી હોવાનું કબૂલાત કર્યું છે સાથે જ હત્યાનો અફસોસ પણ થઈ રહ્યો છે..નોંધનીય છે કે આ હત્યામાં આરોપીના પુત્રએ તેના પિતા ભીમસિંગ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી.હાલ ક્રાઇમ બ્રાંચે 10 વર્ષ જૂની હત્યાના ગુનાનો ભેદ ઉકેલી દીધો છે.
કહેવાય છે કે ગુનેગાર ગમે તેટલો સાતિર હોય પણ પોલીસ તેને શોધી જ કાઢે છે તેવી જ રીતે 10 વર્ષે બાદ હત્યાનો આરોપી પકડાયો છે..હાલ ક્રાઇમ બ્રાંચે વૃદ્ધ આરોપી પકડી અમરાઇવાડી પોલીસ સોંપ્યો છે.
Published On - 6:05 pm, Fri, 3 February 23