Ahmedabad : ઠગ કિરણ પટેલના કોર્ટે 18 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા, ઇવેન્ટ મેનજમેન્ટ માલિક સાથે છેતરપિંડીનો કેસ

|

Apr 15, 2023 | 6:54 PM

ઠગ કિરણ પટેલ વિરુદ્ધ નોંધાયેલ વધુ કેસ મામલે કોર્ટે 18 એપ્રિલ રોજ બપોરના 3 વાગ્યા સુધીના રિમાન્ડ મજૂર કર્યા છે. આ કેસમાં ક્રાઇમ બ્રાંચે ઠગ કિરણ પટેલના 7 દિવસની રિમાન્ડની માંગણી કરી હતી.

Ahmedabad : ઠગ કિરણ પટેલના કોર્ટે 18 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા, ઇવેન્ટ મેનજમેન્ટ માલિક સાથે છેતરપિંડીનો કેસ

Follow us on

Ahmedabad : ઠગ કિરણ પટેલ વિરુદ્ધ નોંધાયેલ વધુ કેસ મામલે કોર્ટે 18 એપ્રિલ રોજ બપોરના 3 વાગ્યા સુધીના રિમાન્ડ મજૂર કર્યા છે. આ કેસમાં ક્રાઇમ બ્રાંચે ઠગ કિરણ પટેલના 7 દિવસની રિમાન્ડની માંગણી કરી હતી. ઠગ કિરણ પટેલએ ઈવેન્ટ મેનજમેન્ટ માલિક સાથે છેતરપીંડી કરી હતી. અમદાવાદની હયાત હોટેલમાં જી-20 સમીટના નામે ઇવેન્ટ મેનજમેન્ટ માલિક સાથે કિરણ પટેલે છેતરપીંડી કરી હતી. ગુજરાત સમાચાર અહીં વાંચો.

શું છે સમગ્ર કેસ ?

મહાઠગ કિરણ પટેલ સામે ક્રાઈમબ્રાંચમાં વધુ એક ફરિયાદ નોંધાઇ છે. કિરણ પટેલે PMOના અધિકારી હોવાની ઓળખ આપી ઠગાઈ કરી હોવાની ફરિયાદ દાખલ થઇ છે. ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે કિરણ પટેલે G-20 સમિટના બેનર હેઠળ હોટલ હયાતમાં ઈવેન્ટ કરી મોટી ઈવેન્ટ અપાવવાના નામે ઠગાઇ આચરી છે. કાશ્મીર ડેવલપમેન્ટની જવાબદારી સોંપાઇ હોવાનું કહીને પણ ઠગાઈ આચરી છે. ઈવેન્ટનું ભાડુ, ફ્લાઇટની ટિકિટના નાણા તથા હોટલના રૂમનું ભાડુ મળી 3.51 લાખ રુપિયાની છેતરપિંડી કર્યાનો ફરિયાદનો ઉલ્લેખ છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

આ પણ વાંચો-Gujarati video : RSSના વડા મોહન ભાગવતના હસ્તે પુનરૂત્થાન વિદ્યાપીઠના 1051 ગ્રંથોનું થયુ લોકાર્પણ

PMOના અધિકારી તરીકેની ઓળખ આપી કરી ઠગાઇ

મહાઠગ કિરણ પટેલ સામે ક્રાઇમ બ્રાંચમાં વધુ એક ફરિયાદ દાખલ થઇ છે. કિરણ પટેલ સામે અત્યાર સુધીમાં કુલ છ ફરિયાદ દાખલ થઇ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં આ ફરિયાદ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીના માલિક હાર્દિક નામના વ્યક્તિએ આ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 29 જાન્યુઆરી 2023ના રોજ કિરણ પટેલે PMOના અધિકારી તરીકેની ઓળખ આપી હતી, અને ત્યારબાદ તેણે G-20ના બેનર હેઠળ એક આખી ઇવેન્ટ કરી હતી. જેમાં દોઢ લાખ રુપિયાથી પણ વધુનો ખર્ચ થયો હતો. જો કે કિરણ પટેલે આ ઇવેન્ટના રુપિયા આપ્યા ન હતા.

ઇવેન્ટ મેનેજમેન્ટના માલિકને કાશ્મીર લઇ ગયો હતો

ત્યારબાદ ઠગ કિરણ પટેલે ઇવેન્ટ મેનેજમેન્ટના માલિક હાર્દિકને કહ્યુ હતુ કે કાશ્મીરમાં હું તમને મોટી ઇવેન્ટનું સેટિંગ કરી આપીશ અને તેમાં તમને ખૂબ રુપિયા મળશે. તેને લાલચ આપી કિરણ પટેલ તેને જમ્મુ-કાશ્મીર લઇ ગયા હતા. ત્યાં પણ હોટેલ અને ફ્લાઇટના નાણાં પણ ફરિયાદી હાર્દિકે ચુકવ્યા હતા. આમ બધુ જ મળી કુલ 3.51 લાખ રુપિયાની છેતરપિંડી કિરણ પટેલે આચરી હોવાની ફરિયાદ દાખલ થઇ છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 6:15 pm, Sat, 15 April 23

Next Article