અમદાવાદ: આશ્રમ રોડની માઉન્ટ કાર્મેલ શાળા અન્ય જગ્યાએ ખસેડવા મામલે વિવાદ, વાલીઓમાં ભારો ભાર રોષ

અમદાવાદના આશ્રમ રોડ સ્થિત માઉન્ટ કાર્ડ મીલ શાળાનું બિલ્ડીંગ 86 વર્ષ જૂનું છે. શાળા પ્રશાસન દ્વારા બિલ્ડીંગનો સ્ટ્રક્ચર રિપોર્ટ કરાવતા બિલ્ડીંગ ભયજનક હોવાનું સામે આવ્યું હતું. જેની જાણ કરવા માટે વાલી મીટિંગ બોલાવવામાં આવી હતી. મીટિંગમાં વાલીઓને તેમના બાળકોનો આગળનો અભ્યાસ ખાનપુર સ્થિત માઉન્ટ શાળામાં કરાવવામાં આવશે એવું જણાવવામાં આવતા વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે

અમદાવાદ: આશ્રમ રોડની માઉન્ટ કાર્મેલ શાળા અન્ય જગ્યાએ ખસેડવા મામલે વિવાદ, વાલીઓમાં ભારો ભાર રોષ
| Edited By: | Updated on: Dec 06, 2023 | 4:03 PM

અમદાવાદની જૂની અને જાણીતી આશ્રમ રોડ સ્થિત માઉન્ટ કાર્મેલ સ્કૂલ અન્ય જગ્યાએ ખસેડવાના નિર્ણય બાદ વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો છે. 86 વર્ષ જૂની બિલ્ડીંગના સ્ટ્રક્ચર રિપોર્ટમાં શાળા ભયજનક હોવાનું સામે આવ્યું હતું. જેની જાણ કરવા વાલી મિટિંગ બોલાવી શાળા ખાનપુર શિફ્ટ કરવા જણાવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો.

અમદાવાદના આશ્રમ રોડ સ્થિત માઉન્ટ કાર્ડ મીલ શાળાનું બિલ્ડીંગ 86 વર્ષ જૂનું છે. શાળા પ્રશાસન દ્વારા બિલ્ડીંગનો સ્ટ્રક્ચર રિપોર્ટ કરાવતા બિલ્ડીંગ ભયજનક હોવાનું સામે આવ્યું હતું. જેની જાણ કરવા માટે વાલી મીટિંગ બોલાવવામાં આવી હતી. મીટિંગમાં વાલીઓને તેમના બાળકોનો આગળનો અભ્યાસ ખાનપુર સ્થિત માઉન્ટ શાળામાં કરાવવામાં આવશે એવું જણાવવામાં આવતા વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

શાળા બહાના આપતી હોવાનો આક્ષેપ

વાલીઓનો આક્ષેપ છે કે ગત વર્ષે બાજુનું બિલ્ડિંગ ભયજનક કહી સવારની શાળાનો ટાઇમ બપોરનો કરવામાં આવ્યો હતો. કહેવામાં આવ્યું હતું કે મુખ્ય બિલ્ડિંગનું સ્ટ્રક્ચર યોગ્ય છે. તો સવાલ એ થાય છે કે માત્ર 5-6 મહિનામાં જ બિલ્ડીંગના સ્ટ્રક્ચરને શું થઈ ગયું? વાલીઓનો એ પણ આક્ષેપ છે કે શાળા પ્રાઈમ લોકેશન પર આવેલા શાળા પરિસરને વેચવા માગતું હોવાથી ભયજનક હોવાનું બહાનું આપે છે.

બિલ્ડિંગ તોડ્યા બાદ ત્યાં શાળા બનશે કે નહીં એ અંગે ચુપ્પી

આશ્રમ રોડ સ્થિત માઉન્ટ કાર્મેલ સ્કૂલનું બિલ્ડીંગ 86 વર્ષ જૂનું છે. શાળા પ્રસાશનનો દાવો કે બહારથી દેખાવમાં સારું લાગતું બિલ્ડિંગ અંદરથી ખોખલું થઈ ગયું છે. સ્ટ્રક્ચર રિપોર્ટ મુજબ આ બિલ્ડિંગ હવે વાપરવા યોગ્ય નથી રહ્યું. માટે અમે એને અન્ય જગ્યા પર ખસેડી રહ્યા છીએ. સિસ્ટર મનીષા જણાવે છે કે શાળા બંધ કરવાનું અમારું કોઈ પ્લાનિંગ નથી. બિલ્ડિંગને ડિમોલિશ કર્યા બાદ કમિટી નક્કી કરશે કે ખાલી જગ્યાનો ઉપયોગ શું કરવો.

આ પણ વાંચો- કાલોલ APMCમાં જુવારના મહત્તમ ભાવ રૂપિયા 6605 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

આશ્રમ રોડ અને મેટ્રો સ્ટેશનને અડીને આવેલ શાળા સંકુલની પ્રોપર્ટી પ્રાઈમ લોકેશનની છે. રાજ્યમાં અનેક જગ્યાઓ પર પ્રાઈમ લોકેશન વાળી શૈક્ષણિક સંસ્થાઓ બંધ થઈ છે ત્યારે વાલીઓની શંકા યોગ્ય છે. શાળા પ્રસાશન પણ સ્પષ્ટતા નથી કરી રહ્યું કે હયાત બિલ્ડિંગને તોડી પાડ્યા બાદ ત્યાં શાળા જ શરૂ કરાશે કે બીજું કંઇ! જે શાળા પ્રસાશનની દાનત પર શંકા કરી રહ્યું છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો