મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલના 43 લાખની છેતરપિંડી કેસમાં રિમાન્ડ મંજૂર

2017 માં મોરબીના વેપારી કિરણ પટેલના સંપર્કમાં આવ્યા હતા. જ્યાં કિરણે ભરત પટેલને કલાસ-01 ઓફિસર તરીકે પોતાની ઓળખાણ આપી હતી. ભરત પટેલને કેમિકલ ફેક્ટરી માટે GPCB નું લાયસન્સ અપાવવાની કિરણે વાત કરી હતી. જેની ફી પેટે 40-45 લાખની માંગ કરી હતી. ભરત પટેલે કિરણ અને માલિનીને 42.86 લાખ રોકડા આપ્યા હતા.

મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલના 43 લાખની છેતરપિંડી કેસમાં રિમાન્ડ મંજૂર
Malini Patel Remand
| Edited By: | Updated on: May 06, 2023 | 8:33 PM

કૌભાંડી કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં મોરબીના એક વેપારીને ફેકટરી શરૂ કરવા GPCB નું લાયસન્સ અપાવવાના બહાને તેની સાથે છેતરપીંડી આચરવામા આવી છે. આ મામલે સોલા પોલીસ મથકે ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે માલિની પટેલની ધટપકડ કરીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરી હતી.

પોલીસે તપાસ માટે કોર્ટમાં માલિની પટેલના 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. પરંતુ કોર્ટે માલિની પટેલના સોમવારના બપોર 04 વાગ્યા સુધીના એટલે કે 2 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે કિરણ પટેલ અત્યારે જમ્મુ-કાશ્મીર પોલીસની કસ્ટડીમાં છે. જ્યારે માલીનીને એક દિવસ અગાઉ જ સેશન્સ કોર્ટમાંથી અન્ય એક છેતરપિંડીનાં કેસમાં જામીન મળ્યા છે.

2017 માં મોરબીના વેપારી કિરણ પટેલના સંપર્કમાં આવ્યા હતા. જ્યાં કિરણે ભરત પટેલને કલાસ-01 ઓફિસર તરીકે પોતાની ઓળખાણ આપી હતી. ભરત પટેલને કેમિકલ ફેક્ટરી માટે GPCB નું લાયસન્સ અપાવવાની કિરણે વાત કરી હતી. જેની ફી પેટે 40-45 લાખની માંગ કરી હતી. ભરત પટેલે કિરણ અને માલિનીને 42.86 લાખ રોકડા આપ્યા હતા. 08 મહિના પછી પણ લાયસન્સ ન આવતા ભરત પટેલે કિરણને ફોન કર્યો હતો. પરંતુ કિરણે ફોન ના ઉપાડતા GPCB માં ભરત પટેલે તપાસ કરી હતી. જ્યાં જાણવા મળ્યું હતું કે આવી કોઈ અરજી આવી નથી.

ભરત પટેલનો સંપર્ક કિરણ સાથે થતા ભરત પટેલે કિરણ પાસેથી પૈસા પાછા માંગ્યા હતા. જેમાં કિરણે ભરત પટેલને ફક્ત 11.75 લાખ રૂપિયા પરત આપ્યા હતા. જ્યારે 31.11 લાખ પરત ન આપતા સોલા પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ આ દંપતી સામે નોંધાઇ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…