Ahmedabad: CMOના અધિકારીની ઓળખ આપી ધાક જમાવનાર ઝડપાયો, લવકુશ ત્રિવેદીએ GSTના અધિકારીને આપી હતી ધમકી

|

Aug 21, 2023 | 10:32 PM

Ahmedabad: CMOના અધિકારીની ઓળખ આપી જીએસટીના અધિકારીને ધમકી આપનાર ઠગબાજની પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ સોશિયલ મીડિયામાં પોતાના નેતાઓ સાથેના ફોટા પણ રાખ્યા હતા. લવકુશ ત્રિવેદીએ સીએમઓના અધિકારી તરીકેની ઓળખ આપી જીએસટી અધિકારી પર રોફ જમાવ્યો, VIP સુવિધાઓ મેળવી અને લોકોને ધાક ધમકી પણ આપી હતી.

Ahmedabad: CMOના અધિકારીની ઓળખ આપી ધાક જમાવનાર ઝડપાયો, લવકુશ ત્રિવેદીએ GSTના અધિકારીને આપી હતી ધમકી

Follow us on

Ahmedabad: ગુજરાતમાંથી વધુ એક કિરણ પટેલ ઝડપાયો છે કિરણ પટેલનું નામ સાંભળતા જ મહા ઠગ તરીકેની ઓળખ સામે આવે છે અને આવો જ એક વધુ ઠગબાજની પોલીસે ધરપકડ કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી તેમજ અન્ય નેતાઓ અને અધિકારીઓ સાથે અલગ અલગ જગ્યાઓ પર ફોટોમાં દેખાતો આ વ્યક્તિ કે જે પોતાની ઓળખ કોઈ વાર ભાજપના કાર્યકર્તા તરીકે તો અધિકારીઓ પાસે CMOના ઉચ્ચ અધિકારીની ઓળખ આપી અને પોતાની ભલામણો કરાવતો હતો.

GST અધિકારીનો ફોન કરી રોફ જમાવતા ફુટ્યો ભાંડો

આ ભાંડો ત્યારે ફૂટ્યો કે જ્યારે આરોપી લવકુશ ત્રિવેદીના કાકા કે જે ઊંઝા ખાતે રહે છે અને ધંધો કરે છે, ત્યાં GST વિભાગ દ્વારા સ્થળ તપાસને લઈને લવકુશ દ્વારા GSTના અધિકારીને ફોન કરવામાં આવ્યો હત અને કેસને આગળ નહીં વધારવા માટે કહેવામાં આવ્યું હતું.

જે ફોનમાં લવકુશ દ્વારા પોતાની ઓળખ CMOના અધિકારી તરીકે બતાવી હતી. જોકે GSTના અધિકારીને શંકા જતા તેણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી અને તે ફરિયાદને આધારે સાયબર ક્રાઇમ એ લવકુશની ધરપકડ કરી હતી અને પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસાઓ પણ થયા હતા.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

CMOના અધિકારીની ઓળખ આપી અંગત કામો માટે ભલામણ કરતો

આરોપી લવકુશ ત્રિવેદીનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશનો છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદ જિલ્લામાં રહે છે. લવકુશ પોતે સાણંદ ખાતે રહે છે અને કર્મકાંડ તેમજ સિક્યુરિટી સર્વિસ પ્રોવાઈડરનાં વ્યવસાય સાથે સંકળાયેલો છે.

આરોપી લવકુશની પૂછપરછમાં સામે આવ્યું કે તેને પોતાના સોશિયલ મીડિયા ઉપર અનેક નેતાઓ અને અધિકારી સાથેનાં ફોટો રાખ્યા હતા. જેથી અન્ય લોકોને તે ભાજપ પક્ષ સાથે ઘરોબો ધરાવતો હોવાનું જણાવતો હતો. બીજી તરફ તે ગુજરાત અને ગુજરાત બહારના અધિકારીઓને CMOના અધિકારી તરીકેની ઓળખ આપી અલગ અલગ કામો માટે ભલામણ કરતો હતો.

લવકુશ ત્રિવેદીના નેતાઓ અને આગેવાનો સાથે સંબંધો હતા

અમુક જગ્યાએ કોન્ટ્રાક્ટરોને પણ અમુક કામો માટે સૂચના આપતો હતો. વધુ પૂછપરછમાં એવું પણ સામે આવ્યું છે કે VIP સુવિધાઓ મેળવવા પણ તે પોતાને CMOના અધિકારી તરીકે ઓળખાવતો હતો. એટલે કે કોઈ સર્કિટ હાઉસ કે અન્ય કોઈ સુવિધાઓ માટે પોતે પોતાની જાતને અધિકારી ગણાવતો હતો.

બીજી તરફ તે ટ્રુ કોલરમાં પણ પોતાને CMOના અધિકારી હોવાનું ઓળખ રાખી હતી. લવકુશ ત્રિવેદીને નેતાઓ અને આગેવાનો સાથે સંબંધો હતા. જેનો ફાયદો ઉઠાવી તે પોતાના અંગત કામો કરાવવામાં માહિર હતો. અધિકારીઓ પાસે પણ આ લવકુશ ત્રિવેદીની અલગ છાપ હતી અને તે પોતાને CMOના જ અધિકારી તરીકે ઓળખ આપતો હતો.

આ પણ વાંચો : Anand: કલેક્ટરની ક્લીપ વાયરલ કરનારા નાયબ મામલતદાર જેડી પટેલના કૌભાંડો આવ્યા બહાર! જુઓ Video

મહત્વનું છે કે હાલ તો સાયબર ક્રાઇમ દ્વારા GSTના અધિકારીની એક ફરિયાદ ઉપરથી લવકુશ ત્રિવેદીની ધરપકડ કરી છે. જોકે હવે સાયબર ક્રાઇમની ટીમ આ લવકુશ ત્રિવેદી દ્વારા અન્ય કઈ કઈ જગ્યા ઉપર ખોટી ઓળખ આપી અથવા તો કોઈ ધાક ધમકી આપી કે છેતરપિંડી કરી સહિતના ગુનાઓ આચાર્ય છે, તેની તપાસ કરવામાં આવશે.

તપાસ દરમિયાન જરૂર જણાશે તો લવકુશ ત્રિવેદી ઉપર અન્ય ફરિયાદ પણ નોંધવામાં આવી શકે છે. હાલ તો પોલીસ તપાસ કરી રહી છે કે લવકુશ ત્રિવેદીના સંપર્કમાં કોણ કોણ નેતાઓ અને અધિકારીઓ હતા.

અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:29 pm, Mon, 21 August 23

Next Article