
અમદાવાદના એક વેપારીને ફેસબુક ઉપર આવેલી Home shop India નામની કંપનીની જાહેરાત દ્વારા કુરિયરની ડીલરશિપ લેવી મોંઘી બની છે. થોડા સમય પહેલા ફેસબુક ઉપર Home shop India ની જાહેરાત આવી હતી. જેમાં કંપનીના ફોન નંબર પર વેપારીએ તપાસ માટે ફોન કર્યો હતો. જેમાં કુરિયર પાર્સલ ડિલિવરીની ડીલરશિપ માટે વેપારીએ મોબાઈલ ફોન કર્યો હતો. જે વાતચીતમાં ડીલરશિપ માટે પહેલા આઇ.ડી લેવા માટે એક લાખ જમાં કરાવવા જણાવવામાં આવ્યું હતું. જેથી વેપારીએ ડિપોઝિટ પેટે Home shop India કંપનીના બેન્ક એકાઉન્ટ માં અલગ અલગ તારીખે એક લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. જોકે કંપનીનું ટર્નઓવર વધારે છે તેમજ અન્ય લાલચ આપી વેપારમાં વધુ નફો મળશે તેમ કહી વેપારીને ડીલરશિપ લેવાની લાલચ આપી હતી. જેથી વેપારીએ ફરીથી Home shop India ના બેન્ક એકાઉન્ટમાં એક લાખ જમા કરાવ્યા હતા.
આ વેપારી પાસે અલગ અલગ રીતે 3 લાખથી વધુ રકમ જમાં કરાવ્યા બાદ કંપનીના મેઇલ આઇ.ડી. ઉપરથી વેપારીના મેઇલ આઇ.ડી.માં મોકલી આપ્યું હતું. જોકે વેપારીને ડીલરશિપ મળી હોવા છતાં પણ કંપની તરફથી કોઈ કામકાજ આપવામાં આવતું નો હતું. જેથી વેપારીએ ફરીથી Home shop India માં ફોન કરી પાંચ ડિલિવરી બોય રાખવાનું કહેવામાં આવ્યું જે પેટે બીજા 32,500 રૂપિયા ભરવાનું કહેતા વેપારીએ ફરીથી કંપનીના એકાઉન્ટમાં રૂપિયા જમાં કરાવ્યા હતા. જે બાદ પણ કંપની તરફથી કઈ કામકાજ નહિ મળતાં અને કંપનીના મોબાઈલ નંબર પર અનેક વખત ફોન કરતાં મોબાઈલ સ્વીચ ઓફ આવતા વેપારી છેતરાયા હોવાનું જાણ થતાં તેને સાઇબર ક્રાઇમ ફરિયાદ નોંધાવી હતી.
આવી જ રીતે વધુ એક વેપારીને તેના મોબાઈલ પર ફોન આવ્યો હતો જેમાં પોતાની ઓળખ homeshop18 તથા Home shop India કંપનીના અધિકારી તરીકે આપી હતી અને પોતાની કંપની ઓનલાઈન ચીજ વસ્તુના વેચાણમા ખુબજ પ્રગતિ કરી રહી છે જેથી કંપનીને પોતાની વેચાણ થયેલ પ્રોડક્ટ કસ્ટમર સુધી પહોંચાડવા માટે ડીલરશીપ આપવાની જરૂરીયાત ઉભી થઇ છે જેના બદલામા તમને સારૂ એવુ કમીશન તેમજ વેતન આપશે. આવી લાલચ થી વેપારીને વિશ્વાસમાં લઇને “Home shop India“ કંપનીના બેંક ખાતામાં કુલ 11,77,400 રૂપિયા ભરાવી કુરીયરને લગતું કોઇ કામકાજ આપ્યું નહીં અને અવાર-નવાર કોલ કરતા કોઇ પ્રત્યુત્તર આપતો ન હતો અને ફોન સ્વીચ ઓફ કરી નાખવામાં આવ્યો હતો.
આ બંને વેપારીઓની ફરિયાદ પરથી સાઇબર ક્રાઇમ પોલીસે મોબાઈલ નંબર અને ઈમેઇલ આઈડી તેમજ જે બેન્ક એકાઉન્ટ માં પૈસા જમા કરાવ્યા તેની તપાસ પરથી આરોપીની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી શકીલ એહમદ જે બિહારનો રહેવાસી છે અને હાલ યુપીના ગાઝિયાબાદમાં રહે છે. આરોપી શકીલ અગાઉ મુંબઇ અને દિલ્હી ખાતે અલગ અલગ કંપનીમા કસ્ટમર સપોર્ટ એકઝીક્યુટીવ તરીકે નોકરી કરી ચૂક્યો છે. જેનો અનુભવ મેળવી Home shop India કંપની ઉભી કરી કુરીયર સર્વિસની ડીલરશીપ આપવાના બહાને જુદા-જુદા બહાના હેઠળ કંપનીના બેંકના ખાતામાં પૈસા ભરાવી લોકો સાથે ફ્રોડ કરતો હતો. આરોપી શકિલ ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે.
હાલ તો સાઇબર ક્રાઇમ પોલીસે આરોપી સકિલની ધરપકડ કરી છે. જોકે સકીલની અગાઉ પણ છેતરપિંડી na ગુનામાં સાઇબર ક્રાઇમ નાં ચોપડે ચડી ચૂક્યો છે. ત્યારે હવે આરોપી સકિલે કેટલા વેપારીઓ સાથે આ પ્રમાણે છેતરપિંડી કરી છે તેની તપાસ કરવા આવી રહી છે.
Published On - 10:40 pm, Sat, 12 November 22