Ahmedabad : સહકર્મીએ નાણાંની લાલચે કરી હત્યા, દિવાળી બોનસના નાણાં હોવાની માહિતી કારણભૂત બની

|

Nov 04, 2022 | 3:53 PM

અમદાવાદ(Ahmedabad) શહેરનાં પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં થોડા દિવસ અગાઉ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો જેની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું.આ સમગ્ર મામલે પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતા હત્યા પાછળ અલગ જ કારણ સામે આવ્યું હતું. પોલીસે મૃતકના ભાઈની ફરિયાદને આધારે હત્યારા આરોપીની ધરપકડ કરી છે.

Ahmedabad : સહકર્મીએ નાણાંની લાલચે કરી હત્યા, દિવાળી બોનસના નાણાં હોવાની માહિતી કારણભૂત બની
Ahmedabad Murder Accused

Follow us on

અમદાવાદ શહેરનાં પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં થોડા દિવસ અગાઉ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો જેની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું.આ સમગ્ર મામલે પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતા હત્યા પાછળ અલગ જ કારણ સામે આવ્યું હતું. પોલીસે મૃતકના ભાઈની ફરિયાદને આધારે હત્યારા આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી દીપક સામે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. છે. જેમાં આરોપી દિપક વટવા જીઆઇડીસીમાં આવેલા એક કારખાનામાં નોકરી કરતો હતો. દિવાળી દરમિયાન સાથી કર્મી વસંત પટેલ પાસે પગાર અને બોનસના પૈસા હોવાનું જણાતા આરોપી દીપકે વસંતને રોપડા પાસે ઝાડીમાં બોલાવ્યો હતો. અહીં એક છોકરીને તારી સાથે મળવા બોલાવી છે તે પહેલાં જગ્યા જોઈ લઈએ તેમ કહી વસંતને આ આરોપી દીપકે બોલાવ્યો હતો. જ્યાં ઝાડીમાં ઠંડા કલેજે દીપકે વસંતને છરીના આઠેક ઘા મારી તેની હત્યા કરી નાખી.

પોલીસને પહેલા વસંતભાઈ ગુમ થયા હોવાની જાણ કરાઈ હતી જેની તપાસ ચાલી રહી હતી. તેવામાં જ વિકૃત હાલતમાં એક મૃતદેહ મળી આવ્યો હતો. જેથી વસંતભાઈના પરિવારજનોને બોલાવી ખાતરી કરાવતા આ મૃતદેહ વસંતભાઈનો હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે પોલીસ તપાસમાં દિપક સાથેના સંબંધોનો ઉલ્લેખ કરાતા પોલીસે તપાસ શરૂ કરી. પણ દિપક ન મળી આવ્યો જેથી તે દિવાળીમાં બિહાર ભાગી ગયો હોવાનું જણાતા પોલિસ બિહાર પહોંચી અને દીપકની અટકાયત કરી પૂછપરછ કરી હતી.પૂછપરછમાં દિપક ભાંગી પડ્યો અને હત્યાનો ગુનો કબૂલી લીધો. આરોપીએ 5 હજાર રોકડા અને મોબાઈલ ફોનની લૂંટ પણ કરી હોવાનું સામે આવતા પોલિસે તે મુજબની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર બાબતને લઈને પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે સાથે જ આરોપી અન્ય કોઈ પ્રકારનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ તે પણ તપાસમાં પોલીસ લાગી છે.

Next Article