Ahmedabad: સાબરમતી રિવરફ્રન્ટના ફેઈઝ-2ના વિકાસ કામનું મુખ્યપ્રધાન રૂપાણીએ કર્યુ લોકાર્પણ, જાણો તેની મુખ્ય વિશેષતાઓ

|

May 28, 2021 | 4:54 PM

નદીના પૂર્વ કિનારે ડફનાળાથી કેમ્પ સદરબજાર સુધીના 1.25 કિમીની લંબાઈમાં ફેઈઝ-2માં રિવરફ્રન્ટનો વિસ્તાર કરવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ફેઈઝ-2ની અનોખી ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે.

Ahmedabad: સાબરમતી રિવરફ્રન્ટના ફેઈઝ-2ના વિકાસ કામનું મુખ્યપ્રધાન રૂપાણીએ કર્યુ લોકાર્પણ, જાણો તેની મુખ્ય વિશેષતાઓ

Follow us on

સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront)ના ફેઈઝ 2ના વિકાસ કામનું મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani)એ લોકાર્પણ કર્યું છે. નદીના પૂર્વ કિનારે ડફનાળાથી કેમ્પ સદરબજાર સુધીના 1.25 કિમીની લંબાઈમાં ફેઈઝ-2માં રિવરફ્રન્ટનો વિસ્તાર કરવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ફેઈઝ-2ની અનોખી ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે.

 

સાબરમતી રિવરક્રન્ટ ફેઈઝ-2 અંર્તગત નદીની બન્ને બાજુ ડફનાળાથી ઈન્દિરાબ્રીજ સુધીના એવરેજ 5.50 કિલોમીટરની નદીની લંબાઈમાં બન્ને બાજુ ઉપર કુલ 11 કિલોમીટર સુધીના વિસ્તારને અંદાજીત 850 કરોડના ખર્ચે ડેવલપ કરવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.

Slow train : કાચબાથી પણ ધીમી સ્પીડે ચાલે છે ભારતની આ ટ્રેન, જાણો કઇ છે આ ટ્રેન
પાણી ઠંડુ કરવાની સાથે ઘરની સફાઇમાં પણ ઉપયોગી છે બરફ, જાણો કેવી રીતે
આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?

 

જેમાં સ્ટેપ્પડ એમ્બેન્કમેન્ટની ડિઝાઈન કરી મહત્તમ વૃક્ષો ઉગાડી એક્ટીવ તથા ગ્રીન ડેવલપમેન્ટ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. ફેઈઝ-2 બનવાની સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાના મોટેરા સ્ટેડિયમ તેમજ સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવને પણ કનેક્ટિવિટી સાથે વિકસાવવામાં આવશે.

 

મુખ્ય વિશેષતાઓ

1. રિવરફ્રન્ટ પૂર્વના 11.5 કિ.મીમાં 5.8 કિ.મીનો ઉમેરો કરી તથા પશ્ચિમમાં 11.5 કિ.મીમાં 5.2 કિ.મીનો વધારો કરી ઈન્દિરાબ્રીજ સુધી બંને કિનારા થઈને આશરે 11.5 કિ.મી. જેટલો ફેઈઝ-2 અંતર્ગત લંબાવવાનો નક્કી કરવામાં આવેલ છે. બંને બાજુ થઈને લંબાઈ હવે કુલ 34 કિ.મી. થશે.

 

2. ફેઈઝ-2 અંતર્ગત નદીની બંને બાજુ સ્ટેપિંગ પ્રોમીનાડ, રોડ નેટવર્ક, એક્ટીવ ગ્રીન પાર્કસ તથા રહેણાંક અને વાણિજ્ય પ્રકારના વિકાસના કાર્યોનો સમાવેશ થશે. રિવરફ્રન્ટ ફેઇઝ-2 હાલના રિવરફ્રન્ટ કરતા વધારે હરિયાળો હશે.

 

3. નદીના બંને કાંઠે ગ્રીન પટ્ટા, અલગ અલગ લેવલ પર વૃક્ષોનું વાવેતર, ચિલ્ડ્રન પ્લે એરિયા, ફૂડ પ્લાઝા, આર્ટ અને કલ્ચર, સ્વાસ્થ્ય માટે તેમજ લોકો માટે જુદા જુદા લેવલ પર બેઠક વ્યવસ્થા જેવી સુવિધાઓ હશે. કેમ્પ સદરબજારથી ટોરેન્ટની પાછળની બાજુ બેરેજ કમ બ્રીજનું નિર્માણ ફેઈઝ-2 વિસ્તારમાં નદીમાં પાણીનું લેવલ જળવાઈ રહેશે, જેથી આકસ્મિક સંજોગોમાં તથા નર્મદા કેનાલના મેઈન્ટેનન્સ દરમ્યાન 10થી 15 દિવસ સુધી અમદાવાદ શહેર માટે પાણીનો સંગ્રહ કરી શકાશે.

 

4. બેરેજ ઉપર બ્રીજનું નિર્માણ કરવાથી નદી તરફના બંને વિસ્તારને જોડીને ટ્રાફિક વ્યવસ્થા સુદ્રઢ બનશે. બેરેજ કમ બ્રીજ બનવાના કારણે શહેરના સાબરમતી, ચાંદખેડા, મોટેરા જેવા વિસ્તારોને હાંસોલ વિસ્તાર તથા એરપોર્ટ સાથે સીધી કનેક્ટીવીટી મળશે, જેથી ટ્રાફિક સમસ્યા ઘણી જ હળવી બનશે.

5. વધુમાં આ પ્રોજેક્ટ આંબેડકર બ્રીજથી ઈન્દિરા બ્રીજ સુધી સાબરમતી નદીને સમાંતર બનશે, જેનાથી પસાર થતા લોકોને નદી કિનારે ડ્રાઈવ કરતા આલ્હાદક નજારો વિના અવરોધ માણી શકાશે. આ ઉપરાંત આ રોડ થવાથી મણિનગર, નારોલથી ગાંધીનગર, ઉત્તર ગુજરાત તથા રિંગ રોડ જવા માટે આ રસ્તાઓનો ઉપયોગ થવાથી ટ્રાફિક સમસ્યાનું નિવારણ થશે અને પ્રદુષણના પ્રશ્રો ઘટશે.

 

6. અમદાવાદ, ગાંધીનગર જિલ્લા તથા કેન્ટોનમેન્ટ બોર્ડની નદી તરફની જમીનને આવરી લઈને ડેવલપ થનાર આ પ્રોજેક્ટ હેઠળ અંદાજે 119 હેક્ટર જમીનમાં ગ્રીન પ્રોમીનાડ, પાર્કસ, કોમર્શિયલ અને રેસીડેન્શીયલ ડેવલપમેન્ટ તદ્‌ઉપરાંત વિશ્વ કક્ષાનું નિર્માણ થનાર સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલેવ અને તેની હોસ્પીટાલિટી ફેસિલિટીઝને પણ વિકસાવવામાં આવશે તથા આ એન્કલેવને રિવરફ્રન્ટના રોડ નેટવર્ક સાથે જોડી જાહેર જનતા માટે સવલત ઊભી કરવામાં આવશે.

 

ફેઈઝ-2ની હાલની સ્થિતિ

રિવરફ્રન્ટ ફેઈઝ-2ના કોન્સેપ્ટ પ્લાનિંગ તથા ડિઝાઈનનું કામ પૂર્ણ કરવામાં આવેલ છે તથા તેની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવેલ છે. ફેઈઝ-2ના વિસ્તારમાં ડેવલપમેન્ટની કામગીરી માટે હાઈડ્રોલોજી તેમજ હાઈડ્રોલિકસ્ટડીનું કામ પૂર્ણ કરવામાં આવેલ છે અને તેના વેરીફિકેશનની કામગીરી નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ હાઈડ્રોલોજી, રૂરકી દ્વારા કરવામાં આવી રહેલ છે.

 

સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ફેઈઝ-2 માટે અમદાવાદ જિલ્લાના ચાર ગામની આશરે 72 હેક્ટર નદી પાસેની જમીનનો આગોતરો કબ્જો મળેલ છે. ગાંધીનગર જિલ્લાના બે ગામની નદી પૈકીની આશરે 20 હેક્ટર જમીન મેળવવાની કાર્યવાહી ચાલુ છે તથા અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડની આશરે 13 હેક્ટર જમીન મળેલ છે.

 

આ કામ હેઠળ ડફનાળાથી કેમ્પ સદર બજાર સુધી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ડેવલપમેન્ટ કરવા માટે 23 જાન્યુઆરી 2021ના રોજ ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે. સદર કામ લોએસ્ટ બિડર મે. આઈ.ટી.ડી. સિમેન્ટેશનને કામ સોંપવામાં આવેલ છે.

 

પ્રોજેક્ટના બાકીના નદી કિનારાને આગામી સમયમાં તબક્કાવાર વિકસાવવામાં આવશે. 96 કરોડના ખર્ચે આ કામ થશે. 600 મીમી જાડાઈની અને આશરે 50 ફુટ ઊંડાઈમાં ડાયાક્રામવોલ કરી અને સ્ટેપ્પડ એમ્બેન્કમેન્ટ એટલે લોઅર, મીડલ તથા અપર પ્રોમીનાડમાં રીટેઈનીંગ વોલ બનાવી ગ્રીન ડેવલપમેન્ટ કરવામાં આવનાર છે. સ્ટેપ્પડ એમ્બેન્કમેન્ટમાં અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ માટે અલગ અલગ ઝોન જેવા કે ખાણી-પીણી, બાળકો માટે રમતગમતની જગ્યા, ઓપન જીમ માટેની જગ્યા વગેરે બનાવવામાં આવનાર છે.

Published On - 4:50 pm, Fri, 28 May 21

Next Article