Ahmedabad : ફાયર સેફ્ટીનું એનઓસી ન મેળવનાર 95 હોસ્પિટલોને ક્લોઝર નોટિસ અપાઈ

|

Jul 24, 2021 | 10:05 PM

શહેરમાં ફાયર સેફ્ટીનું એનઓસી ન મેળવનાર 95 હોસ્પિટલોને ક્લોઝર નોટિસ અપાઈ છે. આ હોસ્પિટલના સંચાલકોને 7 દિવસનો સમય અપાયો છે.

Ahmedabad : શહેરમાં ફાયર સેફ્ટીનું એનઓસી ન મેળવનાર 95 હોસ્પિટલોને ક્લોઝર નોટિસ અપાઈ છે. આ હોસ્પિટલના સંચાલકોને 7 દિવસનો સમય અપાયો છે. જો 7 દિવસમાં હોસ્પિટલ તરફથી NOC મેળવવા કોઈ કાર્યવાહી નહીં કરાય તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ચીફ ફાયર ઓફિસરનું કહેવું છે કે- જે 95 હોસ્પિટલોને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે તે હોસ્પિટલોને અવાર-નવાર નોટિસ આપવા છતાં ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ નથી લીધુ. 7 દિવસમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ લેવામાં નહીં આવે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. હોસ્પિટલો સીલ કરવામાં આવશે અથવા તેમનું ઈલેક્ટ્રીક અને વૉટર કનેક્શન કાપવાની જોગવાઈ છે. હોસ્પિટલોને જાણ કરાઈ છે કે દાખલ દર્દીઓને બીજે શિફ્ટ કરો અને નવા પેશન્ટ એડમિટ ન કરો. 95 હોસ્પિટલમાં મોટા ભાગની હોસ્પિટલ OPD બેઝ છે.

 

Next Video