અમદાવાદ સિવિલની કેન્સર હોસ્પિટલમાં કોરોનાનો કહેર, હોસ્પિટલ શટડાઉન શા માટે નથી કરાતી? તે મોટો સવાલ

અમદાવાદ સિવિલની કેન્સર હોસ્પિટલમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. 18 દિવસમાં હોસ્પિટલમાંથી 55 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. હોસ્પિટલ શટડાઉન શા માટે નથી કરાતી? તે મોટો સવાલ છે. અગાઉ LG હોસ્પિટલમાં સ્ટાફના 23 પોઝિટિવ કેસ આવતા હોસ્પિટલ 7 દિવસ માટે શટડાઉન કરાઇ હતી. આ પણ વાંચો: ટિકિટના નામે તોડપાણી ! સુરતના લીંબાયત વિસ્તારમાં ટિકિટ માગતા […]

અમદાવાદ સિવિલની કેન્સર હોસ્પિટલમાં કોરોનાનો કહેર, હોસ્પિટલ શટડાઉન શા માટે નથી કરાતી? તે મોટો સવાલ
| Edited By: | Updated on: May 08, 2020 | 8:48 AM

અમદાવાદ સિવિલની કેન્સર હોસ્પિટલમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. 18 દિવસમાં હોસ્પિટલમાંથી 55 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. હોસ્પિટલ શટડાઉન શા માટે નથી કરાતી? તે મોટો સવાલ છે. અગાઉ LG હોસ્પિટલમાં સ્ટાફના 23 પોઝિટિવ કેસ આવતા હોસ્પિટલ 7 દિવસ માટે શટડાઉન કરાઇ હતી.

આ પણ વાંચો: ટિકિટના નામે તોડપાણી ! સુરતના લીંબાયત વિસ્તારમાં ટિકિટ માગતા શ્રમિકને ફટકાર્યો

પોઝિટિવ સ્ટાફ કર્મીઓનું કોન્ટેક્ટ ટ્રેસિંગ નથી કરાયું. તબીબો, નર્સિંગ સ્ટાફ સહિત ક્લાર્ક અને સફાઇ કામદારનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. પોઝિટિવ આવેલા તબીબ કે નર્સિંગ સ્ટાફનાં સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ નથી કરાયાના પણ આક્ષેપ થઈ રહ્યોં છે. જેને લઈને સારવાર માટે આવતા કેન્સરના દર્દીઓના માથા પર કોરોનાનો ખતરો તોળાઇ રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો