Ahmedabad: ત્રીજી લહેરને લઈને સિવિલ હોસ્પિટલ સજ્જ, પીડિયાટ્રીક વિભાગ દ્વારા મેડીકલ સ્ટાફને અપાઈ ટ્રેનિંગ

|

Jun 15, 2021 | 7:41 PM

Ahmedabad: ત્રીજી વેવમાં બાળકોના સંક્રમણની સંભાવનાને પગલે સિવિલમાં પીડિયાટ્રીક વિભાગ દ્વારા ડોક્ટરો અને નર્સને  ટ્રેનિંગ આપવામાં આવી રહી છે, 

Ahmedabad: કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા માટે સિવિલ હોસ્પિટલ દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે. ત્રીજી વેવમાં બાળકોના સંક્રમણની સંભાવનાને પગલે સિવિલમાં પીડિયાટ્રીક વિભાગ દ્વારા ડોક્ટરો અને નર્સને  ટ્રેનિંગ આપવામાં આવી રહી છે,  જેમાં રોજના 50થી 60 મેડિકલ સ્ટાફને (Medical Staff) ટ્રેનિંગ આપવામાં આવશે.

 

કોરોનાની બીજી લહેરે સમગ્ર દેશમાં પ્રકોપ વરસાવ્યો હતો, ત્યારે ગુજરાતમાં સૌથી વધુ ગંભીર સ્થિતી અમદાવાદ શહેરની હતી, પુરતી મેડિકલ સુવિધાને અભાવે અનેક લોકોએ હાલાકી ભોગવી હતી, ત્યારે ત્રીજી લહેરમાં (Third wave) લોકોને મુશ્કેલી ન પડે એ માટે સિવિલ હોસ્પિટલ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

 

 

ત્રીજી લહેરમાં સૌથી વધુ અસર બાળકો પર થવાની શક્યતાઓને ધ્યાને લઈને સિવિલ હોસ્પિટલ દ્વારા બાળકો માટેના બેડ તૈયાર કર્યા છે, જેમાં 1200 કોવિડ હોસ્પિટલમાં બાળકો માટેના 300 બેડ તૈયાર કરવામાં આવ્યા છે.

 

ઉપરાંત સિવિલના અન્ય મેડીકલ સ્ટાફને પીડિયાટ્રીક વિભાગ(Pediatric Department) દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી રહી છે, જેને કારણે બાળકો પર કોરોનાનું સંક્રમણ વધે તો અન્ય સ્ટાફ પણ બાળકોની સારવાર કરી શકે.  આ માટે કુલ 300થી 400 જેટલા મેડિકલ સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવશે. જેમાં રોજના 50થી 60 સ્ટાફને તાલીમ આપવામાં આવશે.

 

ઉપરાંત, સિવિલમાં વેન્ટીલેટરની(Ventilator) અછત દુર કરવા માટે GMSCL દ્વારા 150, NICU અને PICU દ્વારા 45-45 વેન્ટીલેટર મગાવવામાં આવ્યા છે, જેના લીધે ત્રીજી વેવમાં વેન્ટીલેટરની અછત દુર કરી શકાય. મહત્વપૂર્ણ છે કે, આ અગાઉ પણ અમદાવાદના IMA (Indian medical association) દ્વારા બેઠક યોજીને કોરોનાની બીજી લહેરમાં રહેલી ખામીઓને દુર કરીને ત્રીજી વેવમાં લોકોને મુશ્કેલી ન પડે એ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

 

આ પણ વાંચો: Corona Suomoto : સુઓમોટો મામલે સરકારે હાઈકોર્ટમાં રજુ કર્યું સોગંદનામું, વાંચો સરકારે શું કર્યો ખુલાસો

Next Video