Ahmedabad: શહેર પોલીસને શહેરીજનોના સ્વાસ્થ્યની ચિંતા, કાલુપુર અને જમાલપુર વિસ્તારમાં કોરોના રસીકરણ કેન્દ્ર શરૂ કરાવ્યું

|

Jun 10, 2021 | 7:29 PM

Ahmedabad: શહેર પોલીસે શહેરીજનોના સ્વાસ્થ્યની ચિંતા કરતા એક નવતર પ્રયોગ કર્યો છે, જેમાં પોલીસે કાલુપુર (Kalupur)અને જમાલપુર (Jamalpur) વિસ્તારમાં વેપારીઓ માટે રસીકરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યુ છે.

Ahmedabad: શહેર પોલીસને શહેરીજનોના સ્વાસ્થ્યની ચિંતા, કાલુપુર અને જમાલપુર વિસ્તારમાં કોરોના રસીકરણ કેન્દ્ર શરૂ કરાવ્યું
અમદાવાદ પોલીસ

Follow us on

Ahmedabad: શહેરમાં કોરોના (Corona Virus)ના કેસમાં ક્રમશ: ઘટાડો થતાં જ લોકોના માનસ પરથી તો ધીમે ધીમે કોરોનાનો ડર ઓછો થઈ રહ્યો છે પણ કોરોનાની ત્રીજી લહેરથી બચવા વેક્સિન ખુબ જરૂરી છે. જેથી શહેર પોલીસ એક નવતર પ્રયોગ કર્યો છે કે કોર્ટ વિસ્તારમાં રહેલ તમામ વેપારીઓનું રસીકરણ કરવા ખાસ આયોજન કરવામાં આવ્યુ છે. શહેર પોલીસે શહેરીજનોના સ્વાસ્થ્યની ચિંતા કરતા એક નવતર પ્રયોગ કર્યો છે, જેમાં પોલીસે કાલુપુર (Kalupur)અને જમાલપુર (Jamalpur) વિસ્તારમાં વેપારીઓ માટે રસીકરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યુ છે.

કોર્ટ વિસ્તારમાં રહેલ વેપારી અને દુકાનમાં કામ કરતા કર્મચારીઓ વેકિસન લઈ શકે તે માટેનું સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. સાથે જ જમાલપુર શાકભાજી માર્કેટ, ફુલબજારના વેપારીઓ અને ભદ્ર પાથરણા બજારના લોકોને પણ વેક્સિન આપવામાં આવશે. શહેર પોલીસ શરૂ કરેલ વેક્સિન સેન્ટરમાં દરરોજ 500થી વધુ લોકો વેક્સિન લઈ શકે તેવી તૈયારી કરી છે.

 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

અમદાવાદ શહેરમાં સૌથી વધુ ભીડભાડ અને કોરોના સંક્રમિત હૉટસ્પોટ વિસ્તાર હતા કે જ્યાં કોર્ટ વિસ્તારમાં મોટાભાગના વેપાર ધંધા હોવાના કારણે તમામ વેપારીઓ સરળતાથી વેક્સિન લઈ શકે તે ઉદ્દેશથી સેક્ટર-1 જોઈન્ટ પોલીસ કમિનશર રાજેન્દ્ર અંસારી વેક્સિન સેન્ટર શરૂ કરાવ્યુ છે.

 

જેમાં કાલુપુરુ સ્વામીનારાયણ મંદિર સંકુલમાં અને જમાલપુર જૂના એસ.ટી સ્ટેન્ડમાં વેક્સિન સેન્ટર ઉભુ કરવામાં આવ્યુ છે. શહેર પોલીસના નવતર પ્રયોગનો પહેલા દિવસ સારો પ્રતિસાદ મળ્યો હતો. જેમાં મોટાભાગના વેપારી અને દુકાનમાં કામ કરતા કર્મચારીઓ વેક્સિન લેવા પહોંચ્યા હતા. ત્યારે આગામી સમયમાં વેપારીઓ વેક્સિન નહીં લીઘી હોય તો શહેર પોલીસ કાર્યવાહી કરી શકે છે.

 

આ પણ વાંચો: Surat માં ડ્રગ્સની હેરાફેરીના મોટા રેકેટનો પર્દાફાશ,ક્રાઇમ બ્રાન્ચે 8 લાખના ડ્રગ્સ સાથે ચારની ધરપકડ કરી

Next Article