Ahmedabad: અમદાવાદીઓ પ્રોપર્ટી ટેક્સ બાકી હોય તો ભરી દેજો, મનપા પ્રોપર્ટી ટેક્સની રકમ રેવન્યુમાં બોજો તરીકે નોંધશે

Ahmedabad: અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવતી મિલકતનો પ્રોપર્ટી ટેક્સ ના ભરતા હોય તેમની સામે મ્યુનિ કોર્પોરેશનને ઝીરો ટોલરન્સ નીતિ શરૂ કરી છે. જે હેઠળ જેમના પ્રોપર્ટી ટેક્સ બાકી હશે તેમની સામે કલેકટરના રેકોર્ડમાં બાકી પ્રોપર્ટી ટેક્સની રકમ બોજો તરીકે નોંધવામાં આવશે. જેની શરૂઆત જોધપુરના બંધન પાર્ટી પ્લોટથી કરવામાં આવી છે.

Ahmedabad: અમદાવાદીઓ પ્રોપર્ટી ટેક્સ બાકી હોય તો ભરી દેજો, મનપા પ્રોપર્ટી ટેક્સની રકમ રેવન્યુમાં બોજો તરીકે નોંધશે
AMCએ કરી લાલ આંખ
| Edited By: | Updated on: Apr 21, 2023 | 7:28 PM

અમદાવાદ મનપા વિસ્તારમાં પ્રોપર્ટી ટેક્સ ના ભરનાર સામે પ્રોપર્ટી ટેક્સનું બિલ, ડિમાન્ડ નોટિસ, ચેતવણી નોટિસ, જીપીએમસી એક્ટ હેઠળ મિલકત હરાજી સહિતના પગલાં ભરવામાં આવતા હોવા છતાં કેટલાક નાગરિકો ટેક્સ ભરતા નથી. હવે આવા નાગરિકો પાસેથી પ્રોપર્ટી ટેક્સ વસૂલવા માટે AMCના રેવન્યુ વિભાગે બોજો નાખવાનો નવો કીમિયો શરૂ કર્યો છે. આવા લોકોની મિલકત ટાંચમાં લેવાની પ્રક્રિયા સ્વરૂપે મિલકત કચેરીના રેકોર્ડમાં બાકી પ્રોપર્ટી ટેક્સની રકમ બોજો તરીકે નોંધવામાં આવશે. જેના કારણે પ્રોપર્ટી ટેક્સની રકમ, વ્યાજ તથા અન્ય પેનલ્ટી સહિત ભરપાઈ ન થાય ત્યાં સુધી કલેકટરના રેવન્યુ રેકોડમાં જે તે મિલકતમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં.

પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનારા સામે હવે AMCએ કરી લાલ આંખ

જેની શરૂઆત દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલ જોધપુરના બંધન પાર્ટી પ્લોટ પર બોજો નોંધવાનો ઓર્ડર કરાયો છે. બંધન પાર્ટીપ્લોટનો 17.38 લાખનો પ્રોપર્ટી ટેક્સ બાકી બોલે છે. મિલકત ધારક પ્રોપર્ટી ટેક્સ ના ભરતા ઝોનલ ડેપ્યુટી મ્યુનિ કમિશનરે બોજો નોંધવાનો ઓર્ડર કરાયો છે. જેના આધારે આ મિલકત પર રેવન્યુ રેકર્ડમાં બોજાની કાચી નોંધ દાખલ કરવામાં આવશે. બોજો નોંધાયાના 30 થી 60 દિવસમાં કરદાતાએ મામલતદારને જવાબ આપવાનો રહેશે અને જો આ સમયગાળા દરમિયાન સદર મિલકતનો ટેક્સ ભરી દે તો અમદાવાદ મહાનગરપાલિકા એનઓસી ઈસ્યુ કરશે અને નહીં ભરે તો રેવન્યુ રેકર્ડમાં પાકી નોંધ કરવામાં આવશે.

આ પણ વાંચો: Ahmedabad : આખરે રેલવેએ મનપાને વર્ષોનો બાકી 13 કરોડનો ટેક્સ ચૂકવ્યો, જાણો મનપાને થતી અન્ય કેન્દ્રિય કચેરીની આવક

પ્રોપર્ટી ટેક્સ નહીં ભરતા મોટા મિલક્તધારકો સામે AMCની ઝીરો ટોલરન્સની નીતિ

અમદાવાદ મહાનગરપાલિકાના રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું કે આ પ્રોપર્ટી ટેક્સ ના ભરનાર માટે આ મનપાની ઝીરો ટોલરન્સની નીતિ છે. મનપા વિસ્તારમાં આવેલ તમામ મિલકતો પાસેથી પ્રોપર્ટી ટેક્સ ઉઘરાવવામાં આવે છે. દરેક મિલકત ધારકોને પ્રોપર્ટી ટેક્સનું બિલ તેમજ ડિમાન્ડ નોટિસ આપવામાં આવે છે. તેમ છતાં ઘણા કરદાતાઓ દ્વારા પ્રોપર્ટી ટેક્સ ભરવામાં આવતો નથી. આવા પ્રોપર્ટી ટેક્સ ન ભરનારને છેલ્લી ચેતવણી નોટિસ બજાવવામાં આવે છે.

આ સિવાય GPMC એકટની કલમ મુજબ ટાંચ અને જપ્તીની પણ કાર્યવાહી થતી હોવા છતાં કેટલાક લોકો પ્રોપર્ટી ટેક્સ નથી ભરતા અને એના જ કારણે બોજાની નોંધણીનો નિર્ણય લેવાયો છે. ઓછી અને નાની મિલ્કતધારકો સામે બોજો નોંધવાની કામગીરી નહિ કરાય. માત્ર મોટા પ્રોપર્ટી ધારકો સામે જ આ પ્રકારની કાર્યવાહી કરાશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 6:55 pm, Fri, 21 April 23