Ahmedabad : આધારકાર્ડ કઢાવવા શહેરીજનોને હાલાકી, લોકોને ખાવા પડે છે ધક્કા

|

Aug 13, 2021 | 9:59 PM

આધારકાર્ડ કઢાવવામાં શહેરીજનોને પડી રહી છે હાલાકી, જીહાં અમદાવાદ જિલ્લાના મોટાભાગના સેન્ટરોમાં આધારકાર્ડની કામગીરી બંધ હોવાની ફરિયાદ ઉઠી છે.

Ahmedabad : આધારકાર્ડ કઢાવવામાં શહેરીજનોને પડી રહી છે હાલાકી, જીહાં અમદાવાદ જિલ્લાના મોટાભાગના સેન્ટરોમાં આધારકાર્ડની કામગીરી બંધ હોવાની ફરિયાદ ઉઠી છે. ક્યાંક સર્વર ડાઉન તો ક્યાંક અપૂરતી કીટ અને અપૂરતા સ્ટાફના કારણે કામગીરી બંધ છે જેને કારણે લોકોએ ધક્કા ખાવાનો વારો આવ્યો છે. દસક્રોઈ મામલતદાર ઓફિસમાં છેલ્લા 1 વર્ષથી કામગીરી બંધ.આ ફરિયાદ બાદ લોકોને માત્ર આશ્વાસન જ મળે છે. દરેક સરકારી કામગીરીમાં લોકોને વિલંબ થઇ રહ્યો છે. ત્યારે લોકો સરકારી કામ કરાવવાથી દુર પણ ભાગી રહ્યાં છે. કારણ કે એક કામ કરાવવા માટે લોકોને 3-3 મહિના ધક્કા ખાવા પડે છે આમ છતાં કામ થતું નથી.

Next Video