Ahmedabad : રથયાત્રામાં ગુમ 72 દર્શનાર્થીઓનું CID ક્રાઇમની ટીમે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું

|

Jun 23, 2023 | 9:29 PM

ભગવાન જગન્નાથજીની અમદાવાદ ખાતે યોજાયેલી રથયાત્રામાં નાના બાળકો, મહિલાઓ તથા વડીલોને ખાસ સહાયરૂપ થવા માટે જગન્નાથ મંદિર તથા સરસપુર ખાતે સી.આઇ.ડી ક્રાઇમના "મહિલા અને બાળ મિત્ર" (FFWC - Friends for women & child)ના અમદાવાદ શહેરના સક્રિય ૫૬ સભ્યોની ફાળવણી કરી "સ્પેશ્યલ -56 " ટીમ બનાવાઈ હતી.

Ahmedabad : રથયાત્રામાં ગુમ 72 દર્શનાર્થીઓનું CID ક્રાઇમની ટીમે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું
Rathyatra Missing

Follow us on

Ahmedabad: અમદાવાદ(Ahmedabad)ખાતે 20 જૂનના રોજ યોજાયેલી ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા (Rathyatra)ખાતે દર્શને આવેલા દર્શનાર્થીઓ પૈકી ગુમ થઈ ગયેલા બાળકો, મહિલાઓ તેમજ વડીલો સહિત 72 દર્શનાર્થીઓ રથયાત્રાની ભારે ભીડમાં ગુમ થઈ ગયા હતાં.

રથયાત્રા દરમિયાન બાળકો, મહિલાઓ તેમજ વડીલોને સહાયરૂપ થવા માટે બનાવાયેલી “સ્પેશિયલ-56 ” ટીમ દ્વારા આ વિખૂટા પડી ગયેલા 72 લોકોનું તેમના પરિવાર સાથે પુનઃ મિલન કરાવી આ પરિવારોના ચહેરા પર સ્મિત રેલાયું હતું. જે બદલ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મહિલા અને બાળ મિત્રની “સ્પેશ્યલ -56 ” ટીમને અભિનંદન પાઠવ્યા છે.

ભગવાન જગન્નાથજીની અમદાવાદ ખાતે યોજાયેલી રથયાત્રામાં નાના બાળકો, મહિલાઓ તથા વડીલોને ખાસ સહાયરૂપ થવા માટે જગન્નાથ મંદિર તથા સરસપુર ખાતે સી.આઇ.ડી ક્રાઇમના “મહિલા અને બાળ મિત્ર” (FFWC – Friends for women & child)ના અમદાવાદ શહેરના સક્રિય ૫૬ સભ્યોની ફાળવણી કરી “સ્પેશ્યલ -56 ” ટીમ બનાવાઈ હતી. રથયાત્રા દરમિયાન દર્શનાર્થીઓની ભારે ભીડમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી 12 બાળકો, 9 મહિલાઓ, 7 વડીલો તેમજ 12 પુરુષો ગુમ થઈ ગયા હતા.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

તે ઉપરાંત સરસપુર શહેર કોટડા વિસ્તારમાંથી 18 બાળકો, 6 મહિલાઓ અને 8 પુરુષો ગુમ થયા હતાં. આ તમામ 72 ગુમ થયેલા નાગરિકોમાં 30 બાળકો, 15 મહિલાઓ અને 7 વડીલો હતા. ઉપરાંત પાંચ વર્ષના એક મૂક બાળકનો પણ તેમાં સમાવેશ થતો હતો. પરિવારથી વિખૂટા પડી ગયેલા આ તમામ ૭૨ લોકોને “સ્પેશ્યલ -56 ” ટીમે પોતાના પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું છે. આ સરહાનીય કામગીરી બદલ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર ટીમને અભિનંદન આપી કામગીરીને બિરદાવી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:23 pm, Fri, 23 June 23

Next Article