Ahmedabad : દિવાળીના વેકેશનમાં ચોરી કરીને તરખાટ મચાવનાર ચીખલીગર ગેંગ ઝડપાઇ

અમદાવાદમાં(Ahmedabad) દિવાળીના વેકેશનમાં ચોરી કરીને તરખાટ મચાવનાર ચીખલીગર ગેંગ ઝડપાઇ છે. જેમાં પોલીસે 2 સગીર સહિત 3 આરોપીની ધરપકડ કરી છે. તેમજ ચોરીના 5 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. તેમજ વાડજમાં આ ગેંગ પીપીઇ કીટ પહેરીને 3 મકાનોમાં ચોરી કરી હતી.

Ahmedabad : દિવાળીના વેકેશનમાં ચોરી કરીને તરખાટ મચાવનાર ચીખલીગર ગેંગ ઝડપાઇ
Ahmedabad Police Caught Chikhlikar Gang
| Edited By: | Updated on: Nov 15, 2022 | 7:24 PM

અમદાવાદમાં દિવાળીના વેકેશનમાં ચોરી કરીને તરખાટ મચાવનાર ચીખલીગર ગેંગ ઝડપાઇ છે. જેમાં પોલીસે 2 સગીર સહિત 3 આરોપીની ધરપકડ કરી છે. તેમજ ચોરીના 5 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. તેમજ વાડજમાં આ ગેંગ પીપીઇ કીટ પહેરીને 3 મકાનોમાં ચોરી કરી હતી. આ ગુનાના આરોપી ચીખલીગર ગેંગનો નિર્મલસિંધ ટાંક અને બે કિશોરે દિવાળી તહેવાર દરમિયાન બંધ મકાનો ટાર્ગેટ કરી ચોરીને અંજામ આપ્યો છે..જેમાં ઝોન-1 એલ.સી.બી ટીમ ઘરફોડ ચોરને શોધી રહી હતી ત્યારે બાતમી મળી હતી જેના આધારે વાડજ દધિચી બ્રિજના છેડેથી નિર્મલસિંધ ટાંક અને બે કિશોરને સોના-ચાંદીના દાગીના,રોકડ અને ચોરી કરવાના સાધનો સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીએ અલગ અલગ 8 ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે..જેમાં 5 પોલીસ સ્ટેશનના ગુનાનો ભેદ ઉકેલાયો છે.

ચીખલીગર ગેંગના સભ્યો પીપીઇ કીટ પહેરીને ચોરીના ગુનાને અંજામ આપ્યો

જેમાં પકડાયેલ ચીખલીગર ગેંગના સભ્યો દિવાળીના તહેવારમાં અલગ અલગ વિસ્તારમાં આવેલ બંધ મકાનોમાં રેકી કરી હતી.ચોરી કરવા ચીખલીગર  ગેંગ સભ્યો પીપીઇ કીટ પહેરીને ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. જેમાં આરોપીની પૂછપરછ કરતા સીસીટીવી કેમેરામાં આરોપીની કોઈ ઓળખ ના થાય અને પોલીસ પકડી ના શકે માટે પીપીઇ કીટ પહેરી હોવાનું કબૂલાત કર્યું છે..જોકે પોલીસે તપાસમાં આરોપી પાસેથી ચોરીના 3.5 લાખ દાગીના અને રોકડ કબ્જે કર્યા.ત્યારે આરોપીએ કાલુપુર,શાહીબાગ,વાડજ અને ધાટલોડિયા પોલીસ સ્ટેશનના 5 ગુના કબૂલાત કરી છે.જેમાં વાડજમાં પીપીઈ કીટ પહેરીને ચોરી કરી હતી.

આ આરોપીએ પાંચ ગુનાની કબૂલાત કર્યા સિવાયના અન્ય ગુના આચર્યા હોવાની પોલીસને શંકા છે.ત્યારે આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.જેને લઈ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Published On - 6:52 pm, Tue, 15 November 22