Ahmedabad: ઓવરસ્પીડમાં વાહન ચલાવનારા ચેતી જજો, ઇ-મેમો ઘરે આવી જશે, જાણો શું છે કારણ

|

May 22, 2022 | 10:41 PM

શહેરમાં ટ્રાફિક સિગ્નલ અને રોડ પર લાગેલા કેમેરામાં જ ખાસ સોફ્ટવેર ઇન્સટોલ કરાયા. સોમવારથી તેની ટ્રાયલ શરૂ કરી દેવામાં આવશે. અત્યારે ઇ ચલણ જનરેટ થઈ રહ્યાં છે તેવા 48 જંકશન પર લાગેલા કેમેરામાં પ્રથમ તબક્ક્માં મોનિટરિંગ કરી ઇ-મેમો આપવાનું શરૂ કરાશે.

Ahmedabad: ઓવરસ્પીડમાં વાહન ચલાવનારા ચેતી જજો, ઇ-મેમો ઘરે આવી જશે, જાણો શું છે કારણ
Ahmedabad

Follow us on

અમદાવાદ (Ahmedabad) માં ઓવરસ્પીડ (Overspeed) માં વાહન ચલાવનારા ચેતી જજો. તમારા વાહનની ગતિ 70થી વધુ હશે તમારી વિરુદ્ધ કરવામાં આવશે કાર્યવાહી. ટ્રાફિક સિગ્નલના જંક્શન પર સીસીટીવીમાં એક અલગ સોફ્ટવેર ઈન્સ્ટોલ કરવામાં આવશે. જેના દ્વારા સ્પીડમાં આવતા વાહન ચાલકોને ઈ-ચલણ આપવામાં આવશે. જો વાહન ચાલક એસ.જી.હાઇવે પર 70થી વધુની સ્પીડમાં ગાડી ચલાવતા cctvમાં કેદ થશે તો પ્રથમ વખત 2 હજારનો દંડ થશે. બીજી વખત પકડાશે તો 3 હજારનો દંડ મળશે અને જો ત્રીજી વખત પકડાયા તો 6 માસ માટે ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાની પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ સાથે ટ્રાફિક પોલીસે ઇન્ટરશેપ્ટર વાન દ્વારા ઓવર સ્પીડના 12 હજારથી વધુનો દંડ વસુલ કર્યો છે. ટ્રાફિક પોલીસ દ્વારા ઓવર સ્પીડની સાથે હેલ્મેટ અને સીટ બેલ્ટને લઈને પણ કડક કાર્યવાહી કરાશે. એક તરફ સ્પીડ ગન દ્વારા સ્પીડ પર નિયંત્રણ લાવવા પોલીસ નિષ્ફળ રહી હતી ત્યારે હવે ઇન્ટરશેપ્ટર વાન અને CCTVના સોફ્ટવેર દ્વારા સ્પીડ પર બ્રેક લગાવવાનો પ્રયાસ ટ્રાફિક પોલીસે શરૂ કર્યો છે.

અમદાવાદ ટ્રાફિક વિભાગના જેસીપી મયંકસિંહ ચાવડાએ જણાવ્યું કે અત્યારે અમે ઓવર સ્પીડ માપી શકાય તેવો ખાસ સોફ્ટવેર ઇન્સટોલ કરવા જઈ રહ્યાં છીએ. સોમવારથી તેની ટ્રાયલ શરૂ કરી દેવામાં આવશે. અત્યારે ઇ ચલણ જનરેટ થઈ રહ્યાં છે તેવા 48 જંકશન પર લાગેલા કેમેરામાં પ્રથમ તબક્ક્માં આ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવામાં આવશે. જે ઓવરસ્પીડ અને સીટબેલ્ટ વગેરે ડિટેક્ટ કરે અને હેલ્મેટ ન પહેરનારાઓને પણ પણ દંડ કરી શકાશે. 4 વ્હીલર વાહનો ઓવરસ્પીડમાં પ્રથમ દંડ રૂ. 2000 અને બીજો દંડ રૂ. 3000 કરાશે. અત્યારે લાયસન્સ રદ કરવાની કોઈ યોજના નથી.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

 

Ahmedabad speed chart

 

અમદાવાદના વિવિધ વિસ્તારો માટે સ્પીડ લીમિટ નક્કી કરવામાં આવી છે. એસપી રિંગ રોડ અને એસજી રોડ પર 70 કિમીની સ્પીડ મર્યાદા નક્કી કરવામાં આવી છે. ઇન્ટરસ્પેપ્ટર વાન મારફત આ કામગીરી પહેલાંથી ચાલુ જ છે જેમાં અત્યાર સુધીમાં 12000 જેટલા ઓવરસ્પીડના મેમો ઇસ્યુ કરાયા છે. ટ્રાફિક પોલીસ કમિશનર દ્વારા આ બાબતેનું જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવ્યું છે જેથી હવે અમદાવાદના રસ્તા પર ઓવર સ્પીડમાં વાહન ચલાવતાં પહેલાં વાહનચાલકોએ ખાસ ધ્યાન રાખવું પડશે નહીંતર દંડનો મેમો ઘરે આવી જશે.

Published On - 11:43 am, Sun, 22 May 22

Next Article