આમ તો સમાન્ય રીતે કોઈ ચોર કે ગુનેગાર ચોરી કે ચેઇન સ્નેચિંગની ઘટનાને અંજામ આપતા હોવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. પરંતુ એક એસ.આર.પી ગ્રુપના પોલીસ કોન્સ્ટેબલે ચેઇન સ્નેચિંગ કરી હોવાની ફરિયાદ અમદાવાદમાં નોંધાઈ છે.આ એસ.આર.પી જવાનનું નામ છે અમિત પરમાર છે. અમિત પરમાર પ્રાંતિજ ગામે રહે છે અને ત્યાંજ એસ.આર.પી પોલીસ ખાતામાં પોલીસ કોન્સ્ટેબલ ખાતે નોકરી કરે છે. અમિત પરમારે અમદાવાદના નરોડા વિસ્તારમાં ચેઇન સનેચીંગની ઘટનાને અંજામ આવ્યો હતો જેની ફરિયાદને આધારે તેની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદ નરોડા વિસ્તારમાં રાજચંદ્ર સોસાયટી બહાર એક મહિલા જઈ રહ્યા હતા ત્યારે એસ.આર.પી જવાન અમિત પરમારે મહિલાની એકલતાનો લાભ ઉઠાવી મોઢે રૂમાલ બાં મહિલાનો પીછો કર્યો હતો અને બાદમાં તેના ગળામાં પહેરેલો સોનાનો ચેઈન ઝૂંટવી ભાગ્યો હતો. જોકે મહિલાએ બૂમાબૂમ કરતા લોકો એકઠા થઇ ગયા હતા ચેઇન ઝૂંટવીને ભાગી રહેલા અમિતને પકડી પડ્યો હતો. ત્યાંથી પસાર થયા ટ્રાફીક પોલીસના જવાને પોલીસને જાણ કરતા પોલીસે મહિલાની ફરિયાદને આધારે અમિત પરમારની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : Ahmedabad: મેળામાં પ્રેમીને મળવા ગયેલી પત્નીને જોઈને પતિએ પ્રેમીને જાહેરમાં રહેંસી નાખ્યો
પોલીસે એસ.આર.પી માં પોલીસ કોન્સ્ટેબલ અમિત પરમારની પૂછપરછ કરતાં ચોકાવનારી વિગતો સામે આવી હતી. અમિત પરમાર પોતાની નોકરીમાં ત્રણ દિવસની રજા મુકીને ચેઇન સનેચિગ કરવા અમદાવાદ આવ્યો હતો. અમિતને દેવું થઈ ગયું હોવાથી રૂપિયાની જરૂર હોવાથી તેને તાત્કાલિક રૂપિયા મેળવવા શોર્ટકટ અપનાવ્યો હતો પણ પોલીસને હાથે પકડાઈ ગયો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અમિત પરમાર પર ભૂતકાળમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી.
હાલ તો પોલીસે મહિલાની ફરિયાદને આધારે અમિત પરમારની ધરપકડ કરી છે. જોકે પોલીસ હવે એ પણ તપાસ કરી રહી છે કે આરોપી અમિતે અગાઉ કોઈ આવી ઘટનાને અંજામ આપ્યો છે કે કેમ. જો અમિત ત્રણ દિવસ અમદાવાદ આવ્યો હોય તો કોઈ મોટી ચોરી કે લૂટ જેવી ઘટનાને અંજામ આપવાનો પ્લાન હતો કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 7:07 pm, Fri, 7 April 23