Ahmedabad : ઉત્તરાયણ પર્વને (Uttarayan Parva)હવે બસ ગણતરીનાં દિવસો બાકી છે. જે ઉતરાયણ પર્વે દોરી વાગવાથી લોકોના ગળા કપાઇ જવાની અનેક ઘટનાઓ બનતી હોય છે. જે ઘટનાને રોકવા અમદાવાદનાં એક રહીશે દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્રિજ પર સુરક્ષા કવચ (Suraksha Kavach)બાંધવાનું અભિયાન હાથ ધર્યું.
ઉત્તરાયણને હવે ગણતરીનાં જ દિવસો બાકી છે. ત્યારે પતંગ રસિયા ઉત્તરાયણની તૈયારીઓમાં લાગી ગયાં છે. ઉત્તરાયણનાં પાવન પર્વમાં કેટલાય લોકોને દોરી વાગવાનાં બનાવો પણ બનતાં હોય છે. જેમાં સૌથી વધુ અકસ્માત શહેરમાં આવેલ ઓવર બ્રિજ પર બનતા હોય છે. ત્યારે આવા બનાવોને રોકવા માટે અમદાવાદનાં શાહપુર વિસ્તારમાં રહેતા મનોજ ભાવસારે બ્રિજ પર આવેલ લાઈટના થાંભલા પર તાર બાંધવાનું મીશન સેફ ઉતરાયણ નામનું એક અભિયાન હાથ ધર્યું છે. જેમાં તેઓએ શહેરમાં આવેલ 25 જેટલા ફલાય ઓવર બ્રીજ પર તાર બાંધ્યા છે. જેથી લોકોના જીવ બચાવી શકાય, આ કામગીરીમાં એક બ્રીજ પર અંદાજે 20થી 22 કિલો તારનો ઉપયોગ થાય છે, જે અભિયાન મનોજભાઈ છેલ્લા 15 વર્ષથી ચલાવી રહ્યા છે.
સામાન્ય રીતે આવા અભિયાન લોકો રૂપિયા એકઠા કરવા માટે કરતા હોય છે પણ અહીં એવુ કંઈ નથી. અહી ભલે મનોજભાઇ(Manoj Bhai) સામાન્ય વર્ગના છે અને ઓછો પગાર ધરાવે છે. પણ આ અભિયાન તેઓ લોકોના જીવ બચાવવા માટે નિસ્વાર્થ ભાવે ચલાવી રહ્યા છે. મનોજભાઈને ભલે તંત્ર દ્વારા પરમિશન આપવામાં આવી પણ મીશન સેફ ઉતરાયણમાં તેમને ન તો તંત્ર દ્વારા બીજી કોઈ મદદ પુરી પાડવામાં આવી રહી છે. ન તો કોઈ સંસ્થા દ્વારા માત્ર તંત્ર દ્વારા વાહન ફાળવાયું છે. જેથી તેઓ આ અભિયાન પોતાના મિત્રો સાથે મળીને નિસ્વાર્થ અને કોઈપણ જાતની લાલચની ભાવના વગર ચલાવી રહ્યા છે, જે કામગીરીને લોકો આવકારી પણ રહ્યાં છે.
આમ કરવાથી ચાલુ વાહને લોકોના ગળા કપાવવાની અને ઘાયલ થવાની ઘટનાને અટકાવી શકાય છે. અને આમ ઉત્તરાયણનાં આ ઉત્સવનાં પર્વ પર દોરી વાગવાની ઘટનાઓ ઓછી બને તે માટે આ અભિયાન હાથ ધરાયું છે, જે કામ બિરદાવવા લાયક છે, એટલું જ નહીં પણ દર વર્ષની સરખાણીએ આ વર્ષે બ્રિજમાં વધારો થયો છે. શહેરમાં વિરાટનગર, રાજેન્દ્રપાર્ક, અજિતમિલ પાસે અને સિમ્સ હોસ્પિટલ પાસે બ્રિજ બન્યા. જેની સાથે શહેરમાં 54 બ્રિજ છે. જેમાં 30 બ્રિજ પર તારા બંધવાનો ટાર્ગેટ છે. જેની અંદર 29 બ્રિજ કવર રહી ગયા છે.
તો નવા બ્રિજમાં વિરાટનગર અને રાજેન્દ્રપાર્ક બ્રિજ પર ટેક્નિકલ ખામીના કારણે તાર બાંધી શકાય તેમ નથી. જેથી તેની વૈકલ્પિક વ્યવસ્થા હાથ ધરાઈ રહી છે. જે બ્રિજ પર લોકોને વાહન ધીમે ચલાવવા અને લોકોને જાગૃત કરવા બેનર પણ લગાવશે. ત્યારે ઉત્તરાયણનો પર્વ લોકોના ઘરોમાં માતમમાં ન ફેરવાઇ જાય તે માટે લોકોએ પણ જાગૃત થવાની જરૂર હોય તેવું લાગી રહ્યું છે. અને તેમ થશે ત્યારે મનોજ ભાવસારનું મીશન સેફ ઉતરાયણ સફળ રહ્યું હશે તેમ કહેવાશે.
આ પણ વાંચો : Surat : VNSGUના B.Com.ના વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં રૂ. 200-200ની નોટ મૂકીને લખ્યું મને વધારે આવડતું નથી
આ પણ વાંચો : Gujarat ના આ 10 જિલ્લામાં કોરોનાના સંક્રમણમાં વધારો, એક્ટિવ કેસો પણ વધ્યા
Published On - 2:33 pm, Sun, 9 January 22